શર્મા જી બની ભારતમાં રહેતો હતો પાકિસ્તાનનો સિદ્દીકી પરિવાર, એક ચૂક અને 10 વર્ષ બાદ ખુલી ગઈ પોલ
પાકિસ્તાન પરિવારના સભ્યોએ પોતાના નામ શંકર શર્મા, આશા રાની, રામ બાબૂ શર્મા અને રાની શર્મા રાખ્યું હતું. જ્યારે પોલીસ ધરપકડ માટે પહોંચી તો સિદ્દીકી પરિવાર પેકિંગ કરી રહ્યો હતો. આ લોકો 2018થી બેંગલુરૂમાં રહેતા હતા પરંતુ એક ભૂલ થઈ અને ઘટના પોલીસ પાસે પહોંચી ગઈ હતી.
Trending Photos
બેંગલુરુઃ બેંગલુરૂમાં ગેરકાયદેસર રીતે 'શર્મા પરિવાર'ની ઓળખ સાથે રહેતાં પાકિસ્તાની પરિવારની ધરપકડ કરી લેવામાં આવી છે. પાકિસ્તાનના કરાચીનો રાશિદ અલી સિદ્દીકી શંકર શર્મા બની પોતાની પત્ની અને સાસુ-સસરા સાથે બેંગલુરૂમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ રાશિદ અલી સિદ્દીકી, તેની પત્ની આયશા અને તેના પિતા હનીફ મોહમ્મદ અને માતા રૂબીના બેંગલુરૂ આઉટરના રાજપુરા ગામમાં શર્મા પરિવાર બની રહેતા હતા. તેમણે પોતાનું નામ શંકર શર્મા, આશા રાની, રામ બાબૂ શર્મા અને રાની શર્મા રાખ્યું હતું.
ધર્માંતરણ કરાવવામાં લાગ્યો હતો પરિવાર
તે આસપાસના હિન્દુઓને ઈસ્લામમાં કન્વર્ટ કરવામાં પણ લાગ્યા હતા, તે માટે તેને પાકિસ્તાનથી ફંડ પણ મળતું હતું. સાથે બેંગલુરૂમાં રહેનાર ઘણા સ્થાનીક મુસલમાન પણ તેની મદદ કરી રહ્યાં હતા. પરંતુ અચાનક એક ચૂક થઈ અને 10 વર્ષ બાદ તેની પોલ ખુલી ગઈ છે. પોલીસે ચારેય વિરુદ્ધ કેસ દાખલ કરી ધરપકડ કરી લીધી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુપ્ત માહિતીના આધાર પર ચેન્નઈ એરપોર્ટથી બે પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. તે ઢાકાથી ફ્લાઇટ લઈ ચેન્નઈ પહોંચ્યા હતા. તેણે પૂછપરછમાં ખુદને ભારતીય જણાવ્યા પરંતુ જ્યારે તેના પાસપોર્ટ ચેક કરવામાં આવ્યા તો નકલી નિકળ્યા હતા. ત્યારબાદ તેની પૂછપરછ થઈ તો બેંગલુરૂમાં છુપાઈને રહેતા પાકિસ્તાની પરિવારની જાણકારી મળી હતી. આ પરિવાર હિંદુની ઓળખ સાથે ત્યાં રહેતો હતો.
ભાગવાની ફિરાકમાં હતો પરિવાર
રવિવારે જ્યારે પોલીસ ધરપકડ માટે પહોંચી તો સિદ્દીકી પરિવાર પેકિંગ કરી રહ્યો હતો. પૂછપરછમાં તેણે ખુદને શર્મા ગણાવ્યો અને કહ્યું કે તે 2018થી બેંગલુરૂમાં રહે છે. તપાસ દરમિયાન પરિવારે ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ પણ દેખાડ્યું જેમાં તેની ઓળખ હિન્દુ તરીકે છે. જ્યારે પોલીસ ઘરે પહોંચી તો તેને મેહંદી ફાઉન્ડેશન ઈન્ટરનેશનલ જશ્ન-એ-યૂનુસ દીવાલ પર લખેલું મળ્યું હતું. સાથે ઘરમાં કેટલાક મૌલવિઓની તસવીર પણ હતી.
ઢાકામાં થયા હતા લગ્ન
પ્રાથમિક તપાસ અનુસાર રાશિદ સિદ્દીકીની પત્ની બાંગ્લાદેશથી છે અને પહેલા તે ઢાકામાં હતો, જ્યાં તેના લગ્ન થયા હતા. કથિત રીતે આ કપલ 2014માં દિલ્હી આવ્યું હતું અને બાદમાં 2018માં બેંગલુરૂ પહોંચ્યું હતું. ધરપકડમાં બે અન્ય લોકો તેના સાસુ-સસરા હતા. રવિવારે બેંગલુરૂના બાહરી વિસ્તાર જિગાનીમાં દરોડા દરમિયાન તેની અટકાયત કરવામાં આવી હતી.
હવે નેટવર્કની તપાસ કરી રહી છે પોલીસ
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું- અમારા જિગાનીના નિરીક્ષકે તેની તપાસ કરી કેસ દાખલ કર્યો છે. એક પરિવારના ચાર લોકો ખોટા દસ્તાવેજોનો આધાર પર ગેરકાયદેસર રૂપે રહેતા હતા. હવે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ચારેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછના આધારે અમે આગળની કાર્યવાહી કરીશું. તેમણે કહ્યું કે આ પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. તેમણે નકલી દસ્તાવેજો પણ બનાવ્યા હતા. પોલીસ ધરપકડ કરેલા વ્યક્તિને તેના નેટવર્ક અને ગતિવિધિઓ વિશે પૂછપરછ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે