પાકિસ્તાની મીડિયાએ CM યોગીના કોરોના પર એક્શનને લઇને એવું ટ્વિટ કર્યું કે ગર્વ થશે

પાકિસ્તાની મીડિયાએ CM યોગીના કોરોના પર એક્શનને લઇને એવું ટ્વિટ કર્યું કે ગર્વ થશે

કોરોના મહામારીનો સામનો કરવામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. ભારતના સૌથી મોટા દુશ્મન પાકિસ્તાનમાં પણ યોગી યોગી થઈ રહ્યું છે. પાકિસ્તાની મીડિયા યોગીની મુરિદ થઈ ગયું છે. પાકિસ્તાનના જાણિતા સમાચાર પત્ર અને ન્યૂઝ ચેનલ ધ ડૉનના સંપાદક ફહદ હુસૈન મુખ્યમંત્રી યોગીએ કોરોના સામે લડવા ઉઠાવેલા પગલાના વખાણ કરી રહ્યા છે. એટલું જ નહીં ફહદે ટ્વિટ કરીને યોગી આદિત્યનાથ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સરકારના કામની તુલના કરી છે. યોગી શાસનને સારુ બતાવ્યું છે. 

હાલ આખી દુનિયાને કોરોનાએ બાનમાં લીઘી છે. ત્યારે દરેક દેશના નેતૃત્વની પણ જાણે કસોટી થઇ ગણ છે. કોરોનાની જંગમાં યોગી આદિત્યનાથના નેતૃત્વના પાકિસ્તાની મીડિયાએ વખાણ કર્યાં છે. ઇમરાનખાનની તુલનામાં યોગી આદિત્યાના કાર્યને શ્રેષ્ઠ ગણાવ્યું છે. પાકિસ્તાની અખબાર ધ ડોનના સંપાદક ફહાદ હુસૈને ટ્વીટ કરીને યૂપીના સીએમ યોગી આદિત્યનાથની કાર્યશૈલીની પ્રશંસા કરી છે. તેમણે ઇમરાનખાનના કોરોના સામેના પ્રયાસો સામે યોગીના કાર્યની તુલના કરીને યોગી આદિત્યનાથના કામને શ્રેષ્ઠ ગણાવ્યું છે. તેમણે ટ્વીટમાં બંનેનો ડેથ રેટનો ગ્રાફ પણ શેર કર્યો છે. 

— Fahd Husain (@Fahdhusain) June 7, 2020

જેમાં લખ્યું છે કે બંનેની જનસંખ્યા લગભગ સમાન છે. તો પણ પાકિસ્તાનમાં 2002 લોકોના કોરોનામાં મોત થયા જ્યારે યૂપીમાં માત્ર 275 લોકોના મોત થયા છે. લોકડાઉનથી માંડીને દરેક રીતે કોરોનાની જંગમાં સીએમ યોગી આદિત્યના નેતૃત્વની ઇમરાનખાનથી શ્રેષ્ઠ ગણાવ્યું છે અને ઇમરાનખાનના નેતૃત્વ પર સવાલ કર્યાં છે.

ફહદ હુસેને એક ગ્રાફને ટ્વિટ કરી લખ્યું કે, આ ગ્રાફને કાળજીપૂર્વક જુઓ. પાકિસ્તાનની વસ્તી ગીચતા પ્રતિ કિલોમીટર UP કરતાં ઓછી અને માથાદીઠ આવક વધારે છે. ઉત્તરપ્રદેશે લોકડાઉનને કડક રીતે અમલમાં મૂક્યું, જ્યારે પાકિસ્તાન કરી શક્યું નથી તેથી, મૃત્યુદરમાં તફાવત સ્પષ્ટ જોઇ શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news