સંસદની કેન્ટિનમાં હવે નહી મળે સસ્તું ભોજન? જુઓ મોદી સરકારનો વધુ એક બોલ્ડ નિર્ણય !
Trending Photos
નવી દિલ્હી : સંસદની કેન્ટિનમાં સાંસદોને મળતી સબ્સિડી હવે રદ્દ થઇ શકે છે. સંસદમાં સાંસદોને ભોજન પર જે કાંઇ પણ સબ્સિડી મળતી હતી તે ટુંક જ સમયમાં રદ્દ થાય તેવી શક્યતા છે. એટલે કે હવે સંસદની કેન્ટિમાં ભોજનનો ખર્ચ જે કેન્ટિનને થાય છે તેટલો જ ચુકવવો પડશે. આ મુદ્દે મોટા ભાગની પાર્ટીઓમાં આંતરિક સહમતી સધાઇ ચુકી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાની ભલામણ બાદ બિઝનેસ એડ્વાઇઝરી કમિટીએ આ મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં તમામ પાર્ટીઓએ આ મુદ્દે સંમતી વ્યક્ત કરી છે. જો સંસદની કેન્ટિનમાંથી સબ્સિડીને હટાવવામાં આવે છે તો તેમાં 17 કરોડ રૂપિયા વાર્ષિક બચત થશે.
અત્રે ઉલ્લેખનીય ગત્ત લોકસભામાં કેન્ટિનનાં ભઆવ વધારવામાં આવ્યા હતા અને સબ્સિડી પરનું ભારણ ઘટાડવામાં આવ્યું હતું. જો કે હવે સબ્સિડીને સંપુર્ણ રીતે ખતમ કરવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે, આ માંગને ઘણા દિવસોથી ઉઠાવવામાં આવી રહી હતી કે ટેક્સપેયરનાં પૈસે સાંસદો સસ્તુ ભોજન કરે છે. હાલમાં જ જ્યારે જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફીમાં વધારા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે પણ તેમણે આ તર્કની સામે મુક્યું છે. વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે જ્યારે અભ્યાસમાં સબ્સિડી નથી મળતી તો પછી સાંસદોને ભોજનમાં સબ્સિડી શા માટે મળે છે.
સંસદની કેન્ટિનમાં મળનારી સબ્સિડી અનેક વખત વિવાદોનો હિસ્સો રહી છે. ગત્ત દિવસોમાં સંસદની કેન્ટિનનું રેટ લિસ્ટ પણ વાઇલ થઇ હતી. સબ્સિડી હેઠળ દેશનાં સાંસદોને સંસદની કેન્ટિનમાં ખુબ જ સસ્તા ભાવે મળતું હતું. જેનો લાંબા સમયથી વિરોધ ચાલી રહ્યો હતો. આખરે સરકારે લોક લાગણીને માન આપીને નિર્ણય લીધો છે અને હવે ટુંક જ સમયમાં સાંસદોને ભોજન બજાર ભાવે જ મળતું થઇ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે