સરકાર લાવી રહી છે નવો કાયદો હવે સાસુ સસરાની પણ રાખવી પડશે સંભાળ
Trending Photos
નવી દિલ્હી : મોદી સરકાર દેશમાં વરિષ્ઠ નાગરિકોનાં કલ્યાણ અંગેનું બિલ સંસદમાં લાવવા જઇ રહી છે. કેબિનેટે બુધવારે મેઇન્ટેનન્સ એન્ટ વેરફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટીઝન એમેડમેન્ટ બિલ 2019ને મંજુરી અપાઇ ચુકી છે અને ઝડપથી બિલ સંસદમાં રજુ કરવામાં આવશે. આ બિલ વરિષ્ઠ નાગરિકોને માળખાગત જરૂરિયાતોને પુર્ણ કરવાની સાથે સાથે તેમને સુરક્ષા પુરી પાડવામાં આવશે.
સાસુ સસરાની સંભાળ કરવી પડશે.
બિલમાં કહેવામાં આવ્યું છે કે, વૃદ્ધોની સંભાળની જવાબદારી માત્ર તેમના બાળકો પર જ નહી હોય પરંતુ પુત્ર પુત્રી, પૌત્ર અને પૌત્રીઓ પર ઉપરાંત દોહીત્ર અને દોહીત્રીની સંભાળની જવાબદારી પણ રહેશે.વરિષ્ઠ નાગરિકો અને પરિવારનાં કલ્યાણ અંગેનાં 2007નાં બિલમાં પણ આ સંશોધન કરવામાં આવી રહ્યું છે. તેના અનુસાર પરિવારમાં બાળકો હવે માત્ર પોતાનાં માતા પિતા જ નહી પરંતુ સાસુ સસરાની સારસંભાળ રાખવા માટે જવાબદાર હશે, પછી ભલે તે વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં ન આવતા હોય.
કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને જેલની સજાનું પ્રાવધાન પણ આ બિલમાં કરવામાં આવ્યું છે. તેને ત્રણથી વધારીને 6 મહિના કરવામાં આવ્યું છે. અહીં સારસંભાળનો શબ્દને પણ પરિભાષિત કરવામાં આવ્યો છે. જેમાં રહેવાની વ્યવસ્થા અને સુરક્ષા આપવાની વાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સારસંભાળની રકમને વરિષ્ઠ નાગરિક, પરિવારજન, બાળકો અને સંબંધીઓની કમાણીનાં આધારે નિશ્ચિત કરવામાં આવશે.
આવા મુદ્દાઓનો ઝડપથી ઉકેલ
નવા બિલમાં સાચવવા માટે આપવામાં આપવી પડતી 10 હજારની રકમને પણ હવે હટાવી દેવામાં આવશે. સાથે જ કોઇ પણ અપીલને ટ્રિબ્યુનલમાં ગયાનાં 90 દિવસની અંદર ઉકેલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો વરિષ્ઠ નાગરિક પણ ઉંમર 80 વર્ષ થી વધારે છે તો તેને તે સ્થિતીમાં આવા અરજદારોને 60 દિવસમાં ઉકેલવામાં આવે તે જરૂરી છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટનાં નિર્ણયની માહિતી આપતા કહ્યું કે, વરિષ્ઠ નાગરિકોની ગરિકા જાળવી રાખવી આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય છે. સાથે જ આ બિલમાં દત્ત ક લેવાયેલા બાળકો અને સાવકા પુત્ર પુત્રીને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિલમાંવરિષ્ઠ નાગરિક કેર હોમની રચના કરી તેમનાં રજીસ્ટ્રેશન કરાવવાનાં પ્રસ્તાવનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર જે માનક અને કામકાજ નક્કી કરશે. આ એજન્સીનું કારમ વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચવાનું રહેશે. સાથે જ દરેક પોલીસ સ્ટેશનને તેનાં નોડેલ ઓફીસરની નિયુક્તિ કરવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે