18 વર્ષની ઉંમરે ફેમિના મિસ ઈન્ડિયામાં લીધો હતો ભાગ, હવે MLA માટે લડી રહી છે ચૂંટણી

એક સમયે સૌથી નાની વયે ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લેનારી આ મોડલ હવે રાજકારણમાં પગ મુકી રહી છે. પૂર્વ કેબિનેટ મંત્રીની પુત્રવધૂ અનુકૃતિ ગુસાઈ હવે લેન્સડાઉનથી વિધાનસભાની ચૂંટણી લડી છે.

18 વર્ષની ઉંમરે ફેમિના મિસ ઈન્ડિયામાં લીધો હતો ભાગ, હવે MLA માટે લડી રહી છે ચૂંટણી

નવી દિલ્હીઃ એક સમયે મોડલ તરીકે પ્રખ્યાત અને હવે ઉત્તરાખંડના પૂર્વ કેબિનેટ મંત્રીની પુત્રવધૂ રાજનીતિ અજમાવવા માટે તૈયાર છે. 14 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં લેન્સડાઉનથી કોંગ્રેસની ટિકિટ મેળવનાર પૂર્વ કેબિનેટ મંત્રી હરક સિંહ રાવતની પુત્રવધૂ અનુકૃતિ ગુસાઈએ બુધવારે કહ્યું કે તે પોતાના વિસ્તારની સેવા એક નેતાની જેમ નહીં પરંતુ પુત્રીની જેમ કરવા માંગે છે.

 

લેન્સડાઉનથી ચૂંટણી લડવા પર આ કહ્યું અનુકૃતિએ

એજન્સીના સમાચાર અનુસાર, અનુકૃતિએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “લેન્સડાઉન મારું ઘર છે. હું અહીં જન્મી છું, મોટી થઇ છું. હવે જ્યારે હું રાજકારણમાં પ્રવેશી રહી છું, ત્યારે હું પુત્રવધૂ તરીકે નહીં પણ પુત્રી તરીકે ઘરની સેવા કરવા માંગુ છું.

 

રાજકારણમાં કારકિર્દી બનાવવામાં મદદ મળશે

સોફ્ટવેર એન્જિનિયર અનુકૃતિએ કહ્યું કે 18 વર્ષની ઉંમરે ફેમિના મિસ ઈન્ડિયામાં સૌથી નાની સ્પર્ધક તરીકે ભાગ લેવાથી તેનામાં લોકો સામે બોલવાનો આત્મવિશ્વાસ જગાડ્યો, જે રાજકારણમાં કારકિર્દી બનાવવામાં મદદ કરશે.

 

ચૂંટણી જીત્યા બાદ આ કરશે અનુકૃતી

લેન્સડાઉન માટે જ્યારે તેણીના રોડમેપ પર પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણીએ કહ્યું કે જો તેણી ચૂંટણી જીતશે, તો તેણી વધુ સારી આરોગ્ય સેવાઓ અને તેના વિસ્તારમાં કનેક્ટિવિટી (પરિવહન સુવિધાઓ) વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. "એક તરફ આપણે ડિજિટલ ઈન્ડિયા જેવી વસ્તુઓ વિશે વાત કરી રહ્યા છીએ અને બીજી તરફ લેન્સડાઉનમાં મોબાઈલ ટાવર, હોસ્પિટલ, રસ્તા અને શાળાઓની ખરાબ સ્થિતિ દુઃખદાયક છે."

 

લેન્સડાઉનમાં એનજીઓ ચલાવે છે અનુકૃતિ

અનુકૃતિએ કહ્યું, "હું તે બધું બદલવા માંગુ છું." લેન્સડાઉનમાં 'મહિલા ઉત્થાન બાલ કલ્યાણ સંસ્થાન' નામની એનજીઓ ચલાવતી અનુકૃતિએ કહ્યું કે તે ઉત્તરાખંડની દીકરીઓને નવા કૌશલ્ય વિકાસ માટે તાલીમ આપીને અને સ્વ-રોજગારની તકો પૂરી પાડીને મદદ કરવા માંગે છે.

 

તેમણે કહ્યું કે લેન્સડાઉનના લોકો પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે કારણ કે વર્તમાન ધારાસભ્યએ છેલ્લા 10 વર્ષમાં વિસ્તાર માટે કંઈ કર્યું નથી. અનુકૃતિએ કહ્યું કે હરક સિંહ રાવત જેવા અનુભવી રાજનેતાની વહુ હોવાનો મને ગર્વ છે, જે હંમેશા તેમને માર્ગદર્શન આપે છે અને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે. અનુકૃતિ તાજેતરમાં જ તેના સસરા હરક સિંહ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છે, જેમને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news