Patiala violence: પટિયાલા હિંસા મામલે એક વીડિયોથી થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

29 એપ્રિલના રોજ પટિયાલામાં ખાલિસ્તાન વિરોધી રેલીમાં થયેલી હિંસામાં મુખ્ય આરોપી બરજિંદર સિંહ પરવાનાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

Patiala violence: પટિયાલા હિંસા મામલે એક વીડિયોથી થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: 29 એપ્રિલના રોજ પટિયાલામાં ખાલિસ્તાન વિરોધી રેલીમાં થયેલી હિંસામાં મુખ્ય આરોપી બરજિંદર સિંહ પરવાનાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. તેના પર આરોપ છે કે તેણે હિંસા સમયે શીખ પક્ષના લોકોને ભડકાવીને મંદિર બાજુ મોકલ્યા હતા. 22 એપ્રિલના આ વીડિયોથી ખુલાસો થયો છે કે ખાલિસ્તાનીઓએ પટિયાલામાં હિંસાની પહેલેથી તૈયારી કરી રાખી હતી. વીડિયોમાં પરવાના ખુલ્લેઆમ હિંસાની ધમકી આપી રહ્યો છે અને ખાલિસ્તાન જિંદાબાદના નારા પણ લગાવી રહ્યો છે. પોલીસે તેને મોહાલીથી પકડ્યો. આ કેસમાં મુખ્ય આરોપી સહિત 6 લોકોની ધરપકડ થઈ છે.

22 એપ્રિલનો બરજિંદર સિંહનો આ વીડિયો પટિયાલા એસએસપીની ઓફિસ બહારનો છે જેમાં બરજિંદર ખાલિસ્તાન વિરોધી રેલી થાય તો  હિંસાની ધમકી આપી રહ્યો છે. વીડિયોમાં કહેતો જોવા મળે છે કે જો 29ના રોજ ખાલિસ્તાન વિરોધી રેલી થઈ તો સારું નહીં થાય. અમે ઘરવાળાને કહીને આવીશું કે જો પાછા આવ્યા તો તમારું નસીબ અને ન આવ્યા તો તમારું નસીબ. 

— Zee News (@ZeeNews) May 1, 2022

વીડિયોમાં બરજિંદર એવું પણ કહેતો જોવા મળે છે કે એસએસપી પટિયાલા દ્વારા ખાલિસ્તાન વિરોધી રેલીને મંજૂરી ન આપવાના નિર્ણયથી તે સંતુષ્ટ છે પરંતુ 29મીએ પૂરેપૂરી તૈયારી રાખવામાં આવશે. આ ઉપરાંત આરોપી બરજિંદરનો 29 એપ્રિલની હિંસાના દિવસનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે બાઈક પર વચ્ચે મોઢું છૂપાવીને બેઠો છે અને ભાગી રહ્યો છે. તેમની સાથે અન્ય 2 સાથી પણ છે. 

પટિયાલા હિંસાના મુખ્ય આરોપી બરજિંદર સિંહ પરવાનાની ફેસબુક પ્રોફાઈલ ફંફોળ્યા બાદ ઝી મીડિયાને તેની સિંઘુ બોર્ડર પ્રદર્શન સ્થળ પર હાજરીની તસવીરો પણ મળી આવી છે. સપ્ટેમ્બર 2021માં તેના ફેસબુક પેજ પર અપલોડ કરાયેલી તસવીરમાં બરજિંદર ખેડૂત દેખાવકારો સાથે ઊભેલો છે અને એક અન્ય તસવીરમાં પ્રદર્શનકારી ખેડૂતો ભગવો કપડું ઓઢાડીને સન્માનિત કરી રહ્યા છે. 

અત્યાર સુધી 6 લોકોની ધરપકડ
પટિયાલા હિંસા મામલે પોલીસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં પટિયાલા રેન્જના આઈજીએ જણાવ્યું કે આ મામલે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત 6 લોકોને પકડ્યા છે. તપાસ માટે 20 ટીમ બનાવવામાં આવી છે. તમામ આરોપી પકડાયા છે. કોઈને છોડવામાં આવશે નહીં. પોલીસે કહ્યું કે મુખ્ય આરોપી  બરજિંદર સિંહ પરવાનાને મોહાલીથી પકડ્યો છે. આજે તેને કોર્ટમાં રજૂ કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news