અહીં બકરો નહી, પરંતુ કેક કાપીને ઉજવવામાં આવે છે ઇકો ફ્રેંડલી બકરી ઇદ
શિયા મૌલવી સૈફ અબ્બાસે કહ્યું હતું કે અટલજીના નિધનના શોકમાં આપણો રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઢીએ છે, એટલા માટે ભાઇઓને અપીલ છે કે બકરી ઇદનો તહેવાર સાધારણ રીતે ઉજવે.
Trending Photos
નવી દિલ્હી/ લખનઉ: આખા દેશમાં બકરી ઇદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ઇદ-ઉલ-અજહા કુર્બાનીનો તહેવાર છે, આ દિવસો લોકો જાનવરની કુર્બાની આપીને ઇદનો તહેવાર ઉજવે છે. પરંતુ પ્રદેશની રાજધાની લખનઉના કેટલાક લોકો આ પર્વ પર અનોખું કામ કરવા જઇ રહ્યા છે. તહેવારને ઇકો ફ્રેંડલી રીતે ઉજવવા માટે લોકો બકરાના બદલે બકરાના ફોટાવાળી કેક કાપવાનો નિર્ણય કર્યો છે.
લખનઉમાં ઇદની તૈયારીઓ પુરી થઇ ગઇ છે. આ વર્ષે કેટલાક લોકોએ આ વિવાદથી બચતાં ઇદ પર જાનવરને કાપવાના બદલે કેક કાપવાનો નિર્ણય કર્યો છે. આ લોકોનું કહેવું છે કે બકરી ઇદ પર બકરાની કુર્બાની પ્રથા ઠીક નથી.
તમને જણાવી દઇએ કે પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીના નિધન બાદ શિયા મૌલવી સૈફ અબ્બાસે કહ્યું હતું કે અટલજીના નિધનના શોકમાં આપણો રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઢીએ છે, એટલા માટે ભાઇઓને અપીલ છે કે બકરી ઇદનો તહેવાર સાધારણ રીતે ઉજવે.
People in #Lucknow are preparing to celebrate an eco-friendly #Bakrid by cutting cakes with a goat image. A buyer at a bakery says, “The custom of sacrificing an animal on Bakrid is not right. I appeal to everyone to celebrate the festival by cutting a cake instead of an animal.” pic.twitter.com/C5EJ73dKM1
— ANI UP (@ANINewsUP) August 21, 2018
આ તહેવાર કુર્બાનીની જરૂર છે. પરંતુ તેની પાછળનો હેતું સમજવાનો હોય છે કે દરેક માણસ પોતાના જાનમાલને પોતાના ભગવાનની અમાનત સમજે અને તેની રક્ષા માટે કોઇપણ ત્યાગ અથવા બલિદાન માટે તૈયાર રહે.
બકરી ઇદનો તહેવાર ઉજવવાનું કારણ ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનમાં મળે છે. કુરાનમાં લખ્યું છે કે એક દિવસ અલ્લાહએ હજરત ઇબ્રાહિમને પોતાના સપનામાં તેમની સૌથી ખાસ અને પ્રિય કુર્બાની માંગી હતી. અલ્લાહના હુકૂમનું પાલન કરવા માટે હજરત સાહેબે પોતાના પુત્રની કુર્બાનીનો નિર્ણય કર્યો. તેમણે પોતાના પુત્રની કુર્બાની આપવા માટે તેની ગરદન પર વાર કર્યો, તે સમયે અલ્લાહે ચાકૂને વાળીને બકરાની કુર્બાની આપી. ત્યારથી આખા દેશમાં બકરી ઇદનો તહેવાર ઇજરત ઇબ્રહીમની કુર્બાની માટે યાદ કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે