Petrol Pump પર આ રીતે થાય છે છેતરપિંડી, તેનાથી બચવું હોય તો ખાસ વાંચી લેજો

Petrol Pump Scam: અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે, જ્યારે પેટ્રોલ પંપના કર્મચારીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે અને તેમને તેની જાણ પણ હોતી નથી. તો અહીં અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છે, જેની મદદથી તમે છેતરપિંડીથી બચી શકો છો.
 

Petrol Pump પર આ રીતે થાય છે છેતરપિંડી,  તેનાથી બચવું હોય તો ખાસ વાંચી લેજો

Petrol Pump Fraud In India: ભારતમાં પેટ્રોલ પંપની છેતરપિંડી એક મોટી સમસ્યા છે. અવારનવાર એવા કિસ્સાઓ સામે આવે છે, જ્યારે પેટ્રોલ પંપના કર્મચારીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે અને તેઓને તેની જાણ પણ હોતી નથી. તો અહીં તમારા માટે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, જેની મદદથી તમે છેતરપિંડીથી બચી શકો છો.

- સૌ પ્રથમ, તમારે મીટર રીડિંગ તપાસવું જોઈએ. ઇંધણ ભરતી વખતે, તમારે મીટર રીડિંગ પર નજર રાખવી જોઈએ. જો તમને લાગે કે મીટર બરાબર દેખાતું નથી, તો તમારે વાહનમાંથી નીચે ઉતરવું જોઈએ. આ સિવાય ફ્યુઅલ નોઝલ પર પણ નજર રાખવી જોઈએ.

- તમે ફિલ્ટર પેપર ટેસ્ટ પણ કરી શકો છો. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 મુજબ તમામ પેટ્રોલ પંપોએ ફિલ્ટર પેપરનો સ્ટોક રાખવો જરૂરી છે. તમે ફિલ્ટર પેપર પર પેટ્રોલના થોડા ટીપાં નાખીને ટેસ્ટ કરી શકો છો. જો પેટ્રોલ શુદ્ધ હશે તો કાગળ પર કોઈ ડાઘ નહીં રહે. જો ડાઘ દેખાતા હોય તો પેટ્રોલમાં ભેળસેળ હોઈ શકે છે.

- આ ઉપરાંત ઘણી વખત મશીનના મીટરમાં પણ ચેડાં કરીને ગ્રાહકોને છેતરવામાં આવે છે. જો તમને લાગે કે ઓછુ પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવી રહ્યું છે, તો તમે 5 લીટરના જારને ટેસ્ટ કરી શકો છો. આ જારમાં તેલ ભરીને તમે ક્રોસ ચેક પણ કરી શકો છો.

- જો તમે નવા પેટ્રોલ પંપ પર ગયા છો, તો તમે તે પંપ વિશે પણ માહિતી એકત્રિત કરી શકો છો. આ માટે, તમારે વેબસાઇટ પર જવું જોઈએ અને રીવ્યુ વાંચવા જોઈએ. જરૂર પડ્યે તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો. ઇન્ડિયન ઓઇલ માટે કસ્ટમર કેર નંબર 1800-2333-555 છે, જ્યારે ગ્રાહક ફરિયાદો માટે ભારત પેટ્રોલિયમ માટે કસ્ટમર કેર નંબર 1800224344 છે.

આ પણ વાંચો:
Video: મુંબઈનું રેલવે સ્ટેશન વરસાદના કારણે બન્યું સ્વિમિંગ પૂલ, લોકોએ માર્યા ધુબાકા
રાશિફળ 09 જુલાઈ: આજે કન્યા રાશિને ગ્રહોની શુભ સ્થિતિને કારણે મોટી રકમ મળશે
ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news