Afghanistan Plane Crash: હેરાતથી દિલ્હી આવી રહેલું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 110 લોકો હતા સવાર
Afghanistan Plane Crash: અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી એરિયાના પ્રમાણે, હેરાત એરપોર્ટના કંટ્રોલ ટોવર અધિકારીઓનું કહેવું છે કે વિમાન એરિયાના અફઘાન એરલાયન્સનું હતું. તેમાં 110 લોકો સવાર હતા અને તે હેરાતથી દિલ્હી માટે ઉડાન ભરી રહ્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં સોમવારે એક યાત્રી વિમાન ક્રેશ થઈ ગયું છે. પૂર્વી ગજની પ્રાંતમાં સોમવારે સ્થાનિક સમયાનુસાર બપોરે 1.10 કલાકે એરિયાના અફઘાન એરલાયન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જે વિસ્તારમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, તે તાલિબાનના નિયંત્રણમાં છે. હાલમાં, દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો વિશે જાણકારી નથી.
અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી એરિયાના પ્રમાણે, હેરાત એરપોર્ટના કંટ્રોલ ટોવર અધિકારીઓનું કહેવું છે કે વિમાન એરિયાના અફઘાન એરલાયન્સનું હતું. તેમાં 110 લોકો સવાર હતા અને તે હેરાતથી દિલ્હી માટે ઉડાન ભરી રહ્યું હતું.
Passenger Aircraft Crashes in #Ghazni: Local Official#Afghanistan https://t.co/TNlNLyzRU8 #Ghaznicrash pic.twitter.com/BqMqpKKrvD
— TOLOnews (@TOLOnews) January 27, 2020
ગજની પ્રાંતના ગવર્નરના પ્રવક્તા આરિફ નૂરીએ કહ્યું, દેહ યાક જિલ્લામાં સ્થાનિક સમયાનુસાર 1.10 કલાકે વિમાન દુર્ઘટનાનું શિકાર થયું હતું. આ વિસ્તાર તાલિબાનના નિયંત્રણમાં છે. દુર્ઘટનાના કારણથી જાણકારી મળી શકી નથી. આ ગજની પ્રાંત પહાડી વિસ્તાર છે, જે હિન્દુકુશની તળેટીમાં વસ્યું છે. શિયાળામાં અહીં ખુબ ઠંડી પડે છે અને હવામાન પણ મોટા ભાગે ખરાબ રહે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે