પીએમ મોદીએ બોરિસ જોનસન સાથે ફોન પર કરી વાત, યુક્રેન સંકટ પર થઈ ચર્ચા

ભારતના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર પ્રેસ રિલીઝ પ્રમાણે પીએમ મોદીએ તમામ પક્ષોના ઇન્ટરનેશનલ કાયદાનું સન્માન કરવાનું કહ્યું છે. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની સાથે ફોન પર વાત કરી છે.

પીએમ મોદીએ બોરિસ જોનસન સાથે ફોન પર કરી વાત, યુક્રેન સંકટ પર થઈ ચર્ચા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે ફોન પર વાત કરી છે. તેમણે યુક્રેનની સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ વિવાદને સમાપ્ત કરવા અને વાતચીત તથા કૂટનીતિના રસ્તા પર પરત ફરવા માટે ભારતની સતત અપીલનું પુનરાવર્તન કર્યુ છે. 

તો બ્રિટનના પીએમે ટ્વીટ કરી કહ્યું, 'આજે નરેન્દ્ર મોદી અને મેં યુક્રેનની ગંભીર સ્થિતિ વિશે વાત કરી અને સહમતિ વ્યક્ત કરી કે તેમની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ. યુકે-ભારત સંબંધ સતત મજબૂત થઈ રહ્યાં છે અને અમે આવનારા સપ્તાહ અને મહિનામાં પોતાના વ્યાપાર, સુરક્ષા અને વ્યાવસાયિક સંબંધોને મજબૂત કરીશું.'

ભારતના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર પ્રેસ રિલીઝ પ્રમાણે પીએમ મોદીએ તમામ પક્ષોના ઇન્ટરનેશનલ કાયદાનું સન્માન કરવાનું કહ્યું છે. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ સમકાલીન વિશ્વ વ્યવસ્થાના આધારના રૂપમાં આંતરરાષ્ટ્રીય કાયદો અને તમામ રાજ્યોની પ્રાદેશિક અખંડતા અને સંપ્રભુતાના સંબંધમાં ભારતના વિશ્વાસ પર ભાર આપ્યો છે. 

— ANI (@ANI) March 22, 2022

બંને નેતાઓએ દ્વિપક્ષીય હિતોના મુદ્દા પર પણ ચર્ચા કરી અને વ્યાપાર, ટેક્નોલોજી, રોકાણ, રક્ષા અને સુરક્ષા, તથા લોકોથી લોકોના સંબંધો સહિત વિભિન્ન ક્ષેત્રોમાં સહયોગ વધુ ગાઢ કરવાની ક્ષમતા પર સહમતિ વ્યક્ત કરી છે. 

પ્રધાનમંત્રી મોદીએ દ્વિપક્ષીય મુક્ત વ્યાપાર સમજુતિ પર ચાલી રહેલી વાર્તામાં સકારાત્મક ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે પાછલા વર્ષે બંને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ સમિટ દરમિયાન અપનાવવામાં આલેલા 'ઈન્ડિયા-યુકે રોડમેપ 2030'ને લાગૂ કરવામાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી છે. 

પ્રધાનમંત્રી મોદીએ આપસી સુવિધા અનુસાર, જલદીથી જલદી ભારતમાં પીએમ જોનસનું સ્વાગત કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news