Viral Fact Check: ચૂંટણીમાં મત નહીં આપો તો એકાઉન્ટમાંથી 350 રૂપિયા કપાઈ જશે? જાણો વાયરલ મેસેજનું સત્ય

PIB Fact Check: હાલમાં સોશિયલ મીડિયા પર એક ખબર ખુબ વાયરલ થઈ રહી છે. ખબરમાં કહેવાયું છે કે જે પણ વ્યક્તિ લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે તેના એકાઉન્ટમાંથી 350  રૂપિયા કપાઈ જશે. ચૂંટણીમાં મત આપવાનો અધિકાર દરેકને હોય છે. પરંતુ શું એવું કોઈ શકે કે મતદાન ન કરો તો પૈસા કપાઈ જાય? આ વાયરલ મેસેજનું સત્ય દરેકે જાણવું ખુબ જરૂરી છે. 

Viral Fact Check: ચૂંટણીમાં મત નહીં આપો તો એકાઉન્ટમાંથી 350 રૂપિયા કપાઈ જશે? જાણો વાયરલ મેસેજનું સત્ય

PIB Fact Check: સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ પણ જાણકારી લોકો સુદી પહોંચવી હવે ખુબ સરળ બની ગઈ છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ખબર ખુબ વાયરલ થઈ રહી છે. ખબરમાં કહેવાયું છે કે જે પણ વ્યક્તિ લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે તેના એકાઉન્ટમાંથી 350  રૂપિયા કપાઈ જશે. ચૂંટણીમાં મત આપવાનો અધિકાર દરેકને હોય છે. પરંતુ શું એવું કોઈ શકે કે મતદાન ન કરો તો પૈસા કપાઈ જાય? આ વાયરલ મેસેજનું સત્ય દરેકે જાણવું ખુબ જરૂરી છે. 

PIB ફેક્ટ ચેકમાં સામે આવ્યું સત્ય
સોશિયલ મીડિયા પર એક અખબર કટિંગ ખુબ વાયરલ કરાયું છે. જેમાં લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ આ લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે તો તેના બેંક એકાઉન્ટમાંથી 350 રૂપિયા કપાઈ જશે. PIB એ આ વાયરલ થઈ રહેલી ખબરનું ફેક્ટ ચેક જણાવતા કહ્યું કે આ ફેક ન્યૂઝ છે અને તેમાં કરાયેલા તમામ દાવા ખોટા છે. ચૂંટણી પંચ દ્વારા ક્યારેય આવો કોઈ નિર્ણય લેવાયો નથી. PIB એ વધુમાં કહ્યું કે આવી ખબરો જરાય શેર કરવી નહીં. ત્યારબાદ ચૂંટણી પંચે એક ટ્વીટ કરીને આ વાયરલ ખબરને ખોટી ગણાવી છે અને લોકોને આવા સમાચારથી સાવધ રહેવા જણાવ્યું છે. 

➡️यह दावा फर्जी है।

➡️@ECISVEEP द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है।

➡️ऐसी भ्रामक खबरों को शेयर न करें।

— PIB Fact Check (@PIBFactCheck) September 16, 2022

— Spokesperson ECI (@SpokespersonECI) November 29, 2021

2019 માં પણ થઈ રહી વાયરલ

ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું કે જે ફેક ન્યૂઝ 2019માં વાયરલ થઈ રહ્યા હતા તેને ફરીથી કેટલાક વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે એક ટ્વીટ કરીને કહ્યું કે ખબરમાં કરાયેલા દાવા સંપૂર્ણ રીતે ફેક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news