Pitru Paksha 2021: આજથી શ્રાદ્ધ શરૂ, આ 15 દિવસ ન કરો ભૂલથી પણ આ કામ

પૂર્વજો(Ancestors)ને યાદ કરીને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ (Shradh 2021) કરવાનું આજથી શરૂ થઈ ગયું છે. ત્યારે શ્રાદ્ધ દરમિયાન તમે ભૂલથી પણ આ ભૂલ ન કરતાં, નહીં તો પિતૃ નારાજ થઈ જશે. આજે 20 સપ્ટેમ્બર 2021થી પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યું છે. હિન્દૂ ધર્મમાં પિતૃ પક્ષ ખુબ જ મહત્વનું મનાઈ છે.

Updated By: Sep 20, 2021, 09:54 AM IST
Pitru Paksha 2021: આજથી શ્રાદ્ધ શરૂ, આ 15 દિવસ ન કરો ભૂલથી પણ આ કામ

નવી દિલ્હીઃ પૂર્વજો(Ancestors)ને યાદ કરીને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ (Shradh 2021) કરવાનું આજથી શરૂ થઈ ગયું છે. ત્યારે શ્રાદ્ધ દરમિયાન તમે ભૂલથી પણ આ ભૂલ ન કરતાં, નહીં તો પિતૃ નારાજ થઈ જશે. આજે 20 સપ્ટેમ્બર 2021થી પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યું છે. હિન્દૂ ધર્મમાં પિતૃ પક્ષ ખુબ જ મહત્વનું મનાઈ છે. 15 દિવસના આ સમયમાં લોકો પોતાના પૂર્વજોને યાદ કરીને તેમની આત્માની શાંતિ માટે પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ કર્મ કરે છે. જેથી કરીને પૂર્વજોને આશીર્વાદ મળે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય. તો બીજી તરફ પૂર્વજોની નારાજગી અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે. ધર્મ પુરાણોમાં પિતૃ પક્ષ(Pitru Paksha Rules)ને લઈને અમુક નિયમો બતાવ્યા છે. જેનું પાલન કરવું જરૂરી છે. 

શ્રાદ્ધમાં ન કરો આ કામ-
એવું માનવામાં આવે છે કે, શ્રાદ્ધના 15 દિવસ દરમિયાન પૂર્વજો તેમના પરિવાર સાથે રહેવા માટે પૃથ્વી પર આવે છે, તેથી વ્યક્તિએ એવા કાર્યો કરવા જોઈએ જેનાથી પૂર્વજો ખુશ થાય.

-ભૂલથી પણ સૂર્યાસ્ત પછી શ્રાદ્ધ ન કરો. આવું કરવું અશુભ મનાઈ છે. 
 
-આ દરમિયાન ખરાબ ટેવો, નશો, તામસિક ખોરાકથી દૂર રહો. શ્રાદ્ધમાં દારૂ, નોનવેજ, લસણ-ડુંગળીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. ખાખરા, કાકડી, સરસવની શાકભાજી અને જીરું ખાવા જોઈએ નહીં.

-આ દરમિયાન તમારા પૂર્વજો પ્રત્યે આદર દર્શાવતું સરળ જીવન જીવો. કોઈ પણ શુભ કાર્ય ન કરો.

-જે વ્યક્તિ પિંડ દાન, તર્પણ વગેરે કરી રહ્યો છે તેણે વાળ અને નખ કાપવા જોઈએ નહીં. વળી, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

-પિતૃ પક્ષ દરમિયાન કોઈપણ પ્રાણી અને પક્ષીને હેરાન ન કરો. આમ કરવું મુશ્કેલીને આમંત્રણ આપવાનું છે. આ સમય દરમિયાન ઘરે આવતા પ્રાણીઓ અને પક્ષીઓને ખોરાક આપો. એવું માનવામાં આવે છે કે, પૂર્વજો પ્રાણીઓ અને પક્ષીઓના રૂપમાં તેમના પરિવારોની મુલાકાત લેવા આવે છે.

-આ દરમિયાન બ્રાહ્મણોને પાનમાં ખવડાવો અને પાનમાં જ ખાઓ.

(નોંધ: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય માહિતી અને ધારણાઓ પર આધારિત છે. ઝી ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.)