'પરીક્ષા પે ચર્ચા' : વિદ્યાર્થીઓને મોદીનો મંત્ર- 'ટેક્નોલોજી મિત્ર છે, તેના ગુલામ ન બની જાવ'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરી રહ્યા છે. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષા પે ચર્ચાની આ ત્રીજી એડિશન છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી પાસે એ સુવિધા હોય છે કે તે પોતાના પ્રશ્નો સીધા વડાપ્રધાનને મોકલી શકે છે.

Updated By: Jan 20, 2020, 01:20 PM IST
 'પરીક્ષા પે ચર્ચા' : વિદ્યાર્થીઓને મોદીનો મંત્ર- 'ટેક્નોલોજી મિત્ર છે, તેના ગુલામ ન બની જાવ'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરી રહ્યા છે. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષા પે ચર્ચાની આ ત્રીજી એડિશન છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી પાસે એ સુવિધા હોય છે કે તે પોતાના પ્રશ્નો સીધા વડાપ્રધાનને મોકલી શકે છે. આ કાર્યક્રમ એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઇને પરીક્ષા આપી શકે.

પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે 'ફરી એકવાર આ મિત્ર તમારી વચ્ચે છે. સૌથી પહેલાં તમને નવા વર્ષ 2020ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તેમણે કહ્યું કે 'મને લાગે છે કે તમારા માતા-પિતાનો ભાર થોડો હળવો કરવો જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે 'વિદ્યાર્થી સાથે સંવાદ કરીને મને ખૂબ આનંદ આવે છે. આ કાર્યક્રમ દિલને સ્પર્શી જનાર છે.'

આંધ્ર પ્રદેશથી પ્રશ્ન... પરીક્ષામાં અધ્યાપક અને માતા-પિતા દ્વારા બનાવવામાં આવેલા દબાણથી કેવી રીતે નિજાત મેળવી શકાય?
PM મોદીનો  જવાબ: જ્યારે બાળક નાનું હોય છે ત્યારે માતા-પિતા તેને ઉત્સાહિત કરે છે, પરંતુ અત્યારે પણ એવું હોવું ન જોઇએ. બાળકો પ્રેશર ન બનાવવું જોઇએ, જેની સાથે બાળકો કમ્ફર્ટ હોય છે તેને વાત કરવી જરૂરી છે. ભારતના દરેક બાળક સારા પોલિટિશયન હોય છે, તેને ખબર છે કે ઘરમાં કોની પાસેથી શું કામ કરાવવું છે.

અરૂણાચલ પ્રદેશથી પ્રશ્ન: દેશના નાગરિકોને અધિકારો અને કર્તવ્યને લઇને કેવી રીતે જાગૃત બનાવી શકાય. વિદ્યાર્થીના શું અધિકાર હોય છે?
પીએમ મોદીનો જવાબ: આ દેશમાં અરૂણાચલ એવો પ્રદેશ છે જે એકબીજાને મળે છે તો જયહિંદ કરીને મળે છે. આવું દેશના બીજા ભાગમાં ખૂબ ઓછું બને છે, 1962ની જંગ બાદ અરૂણાચલમાં આવું જ થાય છે. સિંગાપુર-દુબઇ નહી પહેલાં અરૂણાચલ પ્રદેશ જાવ.

વિદ્યાર્થીના અધિકાર અને કર્તવ્યમાં અંતર છે, આપણા કર્તવ્યમાં જ બધા અધિકાર સમાહિત છે. જો હું શિક્ષકના નાતે મારું કર્તવ્ય નિભાવું છું તો વિદ્યાર્થીના અધિકારની રક્ષા થાય છે. અધિકાર મૂળભૂત હોતા નથી. કર્તવ્ય મૂળભૂત હોય છે. જો કર્તવ્યોનું પાલન કરીએ તો કોઇને પોતાનો ન માનવો પડે. 

દેશના રાષ્ટ્રના રૂપમાં કેટલાક કર્તવ્ય નિભાવવા જોઇએ, 2022માં આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે, 2047માં જ્યારે આઝાદીને સો વર્ષ વર્ષ પુરા થશે તો તમારે વિચારવું જોઇએ કે તમે ક્યાં હશો. જો દેશ મજબૂત હશે તો યુવાનોને જ કામ આવશે. 

2022માં આઝાદીને 75 વર્ષ થશે. આઝાદી માટે લોકોએ જીવની બાજી લગાવી દીધી હતી, અંડમાન નિકોબારની જેલમાં જીંદગી પસાર કરી હતી. આઝાદીનો અર્થ ઝંડો બદલવાથી થોડો છે, આપણે આત્મનિર્ભર બનીએ. આપણે પોતાને ટાર્ગેટ નક્કી કરવા પડશે, પરિવારને નક્કી કરવો પડશે કે આપણે દેસી વસ્તુઓ ખરીદીએ. જો ક્રેકર પણ બહારથી લાવીને ધમાકા કરીશું તો શું થશે? આપણે આપણા ઘરનો કચરો બીજાના ઘરની સામે રાખી દઇએ છીએ.

ટેક્નોલોજીને પોતાનો મિત્ર બનાવો- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ગત શતાબ્દીના અંતિમ કાલખંડ અને આ શતાબ્દીના આરંભ કાલખંડમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીએ જીવનને બદલી નાખ્યું છે. એટલા માટે ટેક્નોલોજીનો ભય ક્યારેય પોતાના જીવનમાં આવવા દેવો ન જોઇએ. ટેક્નોલોજીને આપણે આપણો મિત્ર ગણીએ, બદલાતી ટેક્નોલોજીની આપણે પહેલાંથી જાણકારી મેળવીએ તે જરૂરી છે.  

તેમણે આગળ કહ્યું કે સ્માર્ટફોન જેટલો તમારો સમય ચોરી કરે છે, તેમાંથી 10 ટકાથી ઓછો સમય તમે તમારા માતા-પિતા, દાદા-દાદી સાથે વિતાવો. ટેક્નોલોજી આપણને ખેંચીને લઇ જાય, તેનાથી આપણે બચીને રહેવું જોઇએ. આપણી અંદર ભાવના હોવી જોઇએ કે હું ટેક્નોલોજીને મારી મરજી અનુસાર ઉપયોગ કરીશ.  

- ફક્ત પરીક્ષાના માર્ક્સ જ જીંદગી નથી, બસ પડાવ છે-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ફક્ત પરીક્ષાના માર્ક્સ જ જીંદગી નથી. કોઇ એક પરીક્ષા આખી જીંદગી નથી. આ એક મહત્વપૂર્ણ પડાવ છે. પરંતુ આ બધું જ છે, એવું ન માનવું જોઇએ. હું માતા-પિતાને પણ આગ્રહ કરીશ કે બાળકોને એવી વાતો ન કરે કે પરીક્ષા જ બધુ જ છે. 

પરીક્ષા પે ચર્ચામાં મોદીએ ક્રિકેટનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ ક્રિકેટ સાથ પણ વિદ્યાર્થીને ઉદાહરણ આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે 2002માં ભારત વેસ્ટઇંડીઝમાં રમવા ગઇ હતી. અનિલ કુંબલેને ઇજા પહોંચી. લોકો વિચારવા લાગ્યા. તે બોલિંગ કરી શકશે કે નહી. પરંતુ તેમણે કહ્યું કે તે રમશે. પટ્ટી લગાવીને રમ્યા. ત્યારબાદ લારાની વિકેટ લીધે. ઇમોશનને મેનેજ કરવાની રીત શીખવી પડશે. 

જબલપુર અને દિલ્હીથી પ્રશ્ન
પ્રશ્ન: જે વિદ્યાર્થીઓ ભણવામાં સારા નથી પરંતુ રમત-ગમત અને સંગીતમાં સારા છે તો તેમનું ભવિષ્ય શું હ અશે. અભ્યાસ દરમિયાન કઇ રીતે એક્ટિવિટી વચ્ચે બેલેન્સ બનાવી શકાય.
પીએમ મોદીનો જવાબ: શિક્ષણ દ્વારા મોટા રસ્તાનો દરવાજો ખોલે છે. સા રે ગા મા થી ફક્ત સંગીતની દુનિયામાં એન્ટ્રી મળે છે, પરંતુ તેનાથી સંગીત પુરૂ થતું નથી. જે આપણે સીખી રહ્યા છીએ તેને જીંદગીની પરીક્ષા પર કસવું જરૂરી. સ્કૂલમાં ભણાવવામાં આવે છે કે ઓછું બોલવામાં ફાયદો થાય છે તો આપણે જીંદગીમાં તેને ઉતારવું જોઇએ. પરંતુ તમે રોબોટની માફક કામ કરતા રહેશે, તો ફક્ત રોબોટ બનીને જ રહી જશો. એટલા માટે અભ્યાસથી અલગ પણ એક્ટિવિટી કરવી જોઇએ. જોકે ટાઇમ મેનેજમેન્ટ જરૂરી છે. 

કોટદ્વારથી મયંકનો પ્રશ્ન
પ્રશ્ન: પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે આપણે કેટલું ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. શું ફક્ત માર્ક્સથી સફળતા પ્રાપ્ત થાય થશે?
પીએમ મોદી: આપણે લોકો હવે તે દિશામાં ચાલી નિકળ્યા છીએ જ્યાં નંબરને જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. હવે બાળકોના મગજમાં રહે છે કે પ્રથમ નંબર લાવું, પછી વિચારશે. પરંતુ આજે દુનિયા ખૂબ જ બદલાઇ ગઇ છે. ફક્ત પરીક્ષાના માર્ક્સ જ જીંદગી નથી એક પડાવ છે. નંબર જ બધુ નથી. બાળકો માટે 'આ નહી તો કંઇ નહી'નો માહોલ ન બનાવો. ખેડૂતનું શિક્ષણ ઓછું હોય છે પરંતુ તો પણ નવી વાતો શીખે છે. પરીક્ષાનું મહત્વ છે, પરંતુ ફક્ત પરીક્ષા જ જીંદગી નથી. 

-રાજસ્થાનની 10મા ધોરણની વિદ્યાર્થીનીનો પ્રશ્ન: હું આ વર્ષે બોર્ડની પરીક્ષા આપીશ, તણાવ વિના કેવી રીતે તૈયારી કરું
પીએમ મોદીનો જવાબ: મારું માનવું છે કે યુવાનોનો મુડ ઓફ થવો જ ન જોઇએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૂડ ઓફ કેમ થાય છે- તમારા લીધે અથવા બહારની પરિસ્થિતિના લીધે. મોટાભાગના કેસોમાં બહારની પરિસ્થિતિઓ વધુ જવાબદાર હોય છે. જેમકે માતાને કહ્યું કે હું વાંચી રહ્યો છું. માતા છ વાગે ચા માટે બોલાવી લીધા. પરંતુ તમે વચ્ચે-વચ્ચે ઘડીયાળ જુઓ છુ અને ચાની રાહ જુઓ છો. આ દરમિયાન તમારી અંદર તોફાન સર્જાય છે. તમારી 15 મિનિટનો સમય બરબાદ થઇ જાય છે. તમારી માતા પર ગુસ્સો કરવા લાગો છો. તમે એમ વિચારવા લાગો છો કે મા કેમ સમજતી નથી કે મારો સમય બરબાદ થઇ રહ્યો છે. ફરી તમારા મનમાં વિચાર આવે છે કે શું માને કંઇ થઇ તો ગયું નથી ને, જેના લીધે મોડું થઇ ગયું. આવી વાતોથી તમારો મૂડ ખરાબ થઇ જાય છે. અપેક્ષા રાખવાનું છોડી દો. અપેક્ષા પુરી ન થતાં તમારો મૂડ ખરાબ થઇ જાય છે. 

પીએમ મોદીએ કહ્યું કે 'આપણે નિષ્ફળતાઓ વડે પણ સફળતાનું શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. દરેક પ્રયત્નમાં આપણે ઉત્સાહભરી શકીએ છીએ અને કોઇ વસ્તુઓમાં તમે નિષ્ફળ થઇ જાવ છો તો તેનો અર્થ એ છે કે હવે તમે સફળતા તરફ ચાલવા લાગ્યા છો. આ કાર્યક્રમ દરમિયાન દેશભરના વિદ્યાર્થી પીએમ મોદીને પ્રશ્ન પૂછી રહ્યા છે. 

પીએમ મોદીએ કહ્યું કે 'ચંદ્વયાનના સમયે તમે બધા રાત્રે જાગતા હતા, ચંદ્વયાનને મોકલવામાં તમારું કોઇ યોગદાન હતું કે ન હતું પરંતુ તમે એવું મન લગાવીને બેઠા હતા કે જેમ કે તમે જ કર્યું છે અને જ્યારે ન થયું તો આખું ભારત નિરાશ થઇ ગયું. તે દિવસે હું પણ હાજર હતો, હું આજે સિક્રેટ જણાવું છું, મને કેટલાક લોકોએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં ન જવું જોઇએ તેમાં કોઇ ગેરેન્ટી નથી, સફળ થાય કે નહી, પરંતુ હું ગયો. 

પીએમ મોદીએ કહ્યું કે 'હું મારી હોટલ પર ગયો હું આરામ બેસી ન શક્યો, ઉંઘવાનું મન કરતું ન હતું, અમારી પીએમઓની ટીમ પોતાના રૂમમાં જતી રહી હતી. મેં કહ્યું બધાને બોલાવો. સવારે આપણે જલદી જઇશું નહી મોડા જઇશું. મેં કહ્યું કે વૈજ્ઞાનિકોને મળવા માંગુ છું. મેં વૈજ્ઞાનિકોને ફરીથી એકઠા કર્યા, તેમની મહેનતની પ્રશંસા કરી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં આ વખતે ભારતીય વિદ્યાર્થીઓ ઉપરાંત મોટી સંખ્યામાં દુનિયાના અલગ-અલગ દેશોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ પણ જોડાઇ રહ્યા છે. પરીક્ષા પે ચર્ચાની પહેલી આવૃતિ 16 ફેબ્રુઆરી 2018ના રોજ આયોજિત થઇ હતી અને તેની બીજી એડિશન 29 ફેબ્રુઆરી 2019ના રોજ થઇ હતી. 

વિદ્યાર્થી વચ્ચે વડાપ્રધાનમંત્રીની આ ચર્ચા લોકપ્રિય રહી છે અને આ જ કારણ છે કે ગત વર્ષના મુકાબલે 250 વધુ વિદ્યાર્થીઓએ આ વર્ષે પરીક્ષા પે ચર્ચા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 

આ કાર્યક્રમમાં આ વખતે ખાસકરીને દિવ્યાંગ વિદ્યાર્થીઓને વડાપ્રધાન સાથે પોતાના મનની વાત કહેવાનો અને પ્રશ્ન પુછવાનો અવસર મળવાનો છે. વડાપ્રધાનમંત્રી અહીં દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે ખાસ ચર્ચા કરશે. તેમને અહીં લાવવા માટ અને તેમને બેસવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube