PM મોદીના 'મનની વાત': પેગમ્બર સાહેબ કહેતા હતા કે જ્ઞાન જ અહંકારને હરાવી શકે છે
શનિવારે ચીનના પ્રવાસેથી પાછા ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થયો.
Trending Photos
નવી દિલ્હી: મન કી બાતના કાર્યક્રમની 43મી શ્રેણીમાં સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા દેશવાસીઓને આગામી રમજાન માસની શુભકામનાઓ પાઠવી. આ સાથે તેમણે પેગમ્બર મોહમ્મદ સાહેબને યાદ કર્યાં. પીએમ મોદીએ કહ્યું કે તમામ દેશવાસીઓએ પેગમ્બર મોહમ્મદ સાહેબ પાસેથી શિક્ષા લેવી જોઈએ કે ત્યાગ કેવી રીતે કરાય છે. તેમણે કહ્યું કે પેગમ્બર મોહમ્મદ સાહેબ હંમેશા કહેતા હતા કે તમારી પાસે જે કોઈ વસ્તુ વધુ હોય તે તમે બીજાને દાન કરો. આમ કરવાથી અન્ય કોઈની જરૂરીયાત પૂરી થશે. તેમણે એમ પણ કહ્યું કે રોજનો સામૂહિક પહેલુ એ છે કે જ્યારે વ્યક્તિ પોતે ભૂખ્યો હોય છે ત્યારે તેને બીજાની ભૂખનો અહેસાસ થાય છે. જ્યારે તે પોતે તરસ્યો રહે છે ત્યારે તેને બીજાની પ્યાસનો અહેસાસ થાય છે.
ઈસ્લામમાં સૌથી સારું કાર્ય કયું છે?
રેડિયો પર જનતાને સંબોધનમા પીએમ મોદીએ કહ્યું કે એકવાર એક વ્યક્તિએ પેગમ્બર સાહેબને પૂછ્યું કે ઈસ્લામમાં સૌથી સારુ કાર્ય કયું છે? પેગમ્બર સાહેબે કહ્યું કે કોઈ ગરીબ અને જરૂરિયાતવાળાને ભોજન કરાવવું અને તમામ સાથે સદભાવથી મળવું પછી ભલે તમે તેને જાણતા હોવ કે ન જાણતા હોવ. તેમણે કહ્યું કે સરળતા જ સફળતાનું સૌથી મોટું સાધન છે.
જ્ઞાન જ અહંકારને હરાવી શકે છે-મોદી
પીએમ મોદીએ કહ્યું કે જો કોઈ વ્યક્તિમાં અહંકાર આવી ગયો હોય તો તેને જ્ઞાનની આવશ્યકતા છે. કારણ કે જ્ઞાન જ એકમાત્ર સાધન છે જે કોઈ વ્યક્તિમાંથી અહંકારની ભાવના ખતમ કરી શકે છે.
બુદ્ધ પૂર્ણિમાનો પણ કર્યો ઉલ્લેખ
પેગમ્બર મોહમ્મદની વાતો યાદ કર્યા બાદ પીએમ મોદીએ બુદ્ધ પૂર્ણિમાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બુદ્ધ પૂર્ણિમા દરેક ભારતીય માટે એક ખાસ દિવસ છે. દરેક ભારતીયને તેના પર ગર્વ હોવો જોઈએ. ભારત કરુણા, સેવા અને ત્યાગની શક્તિ દેખાડનારા મહામાનવી ભગવાન બુદ્ધની ધરતી છે.
કોમનવેલ્થ ગેમ્સના પદક વીજેતાના વખાણ કર્યા
વડાપ્રધાન મોદીએ કોમનવેલ્થ ગેમ્સમાં પદક જીતનારા ભારતીય ખેલાડીઓના ખુબ વખાણ કર્યાં. તેમણે કહ્યું કે 4-15 એપ્રિલ દરમિયાન યોજાયેલા ખેલોત્સવમાં હજારો ખેલાડીઓએ ભાગ લીધો. જોશ અને ઉત્સાહના માહોલ વચ્ચે ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. ભારતીય ખેલાડીઓએ 26 ગોલ્ડ , 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ જીત્યાં. દેશવાસીઓને તેમના પર ગર્વની અનુભૂતિ થઈ.
મણિકા બત્રાનો સંદેશ
કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સ પદક વિજેતા મણિકા બત્રાએ કહ્યું કે હું ખુબ ખુશ છું. પહેલીવાર ટેબલ ટેનિસ આટલું લોકપ્રિય થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મંચ ઉપલબ્ધ કરાવવા બદલ સરકારનો આભાર. બીજી બાજુ વેઈટલિફ્ટિંગમાં પદક જીતનાર મીરાબાઈ ચાનૂએ કહ્યું કે હું મણિપુર અને મારા દેશનું નામ રોશન કરવા માંગતી હતી. અનુશાસન, સમર્પણ અને આકરા પરિશ્રમથી મને સફળતા મળી.
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે CWGમાં જેટલા રેસલર હતાં તે બધાએ મેડલ જીત્યાં. સૌથી વધુ મેડલ શૂટિંગમાં મળ્યાં. તેમણે સચિન ચૌધરી, ભાનવાલાનું પણ નામ લીધું. તેમણે કહ્યું કે મહિલાઓએ કમાલ કરી બતાવી. બેડમિન્ટનમાં સિંધુ અને સાઈનાનો મુકાબલો રસપ્રદ રહ્યો. યોગ દિવસની પણ ચર્ચા કરી.
પાણીના એક એક ટીપાને બચાવવાનો સંદેશ
પીએમ મોદીએ કહ્યું કે પાણીને લઈને દુનિયામાં જંગ છેડાઈ શકે છે. આવામાં જળ સંરક્ષણ એ આપણી જવાબદારી છે. આપણે વરસાદના એક એક ટીપાને બચાવવું જોઈએ. આપણા પૂર્વજોએ આમ કર્યુ છે. તામિલનાડુમાં કેટલાક મંદિરો એવા છે કે જ્યાં સિંચાઈ અને દુષ્કાળ મેનેજમેન્ટ વિશે શિલાલેખ મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે