પીએમ મોદીના 'મનની વાત', 'નારી શક્તિ માટે કશું જ અસંભવ નથી'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જાન્યુઆરીના છેલ્લા રવિવારે રેડિયો પર મન કી બાત દ્વારા દેશને સંબોધન કરી રહ્યાં છે. રેડિયો પર પોતાના માસિક કાર્યક્રમમાં વડાપ્રધાન દેશવાસીઓ સાથે પોતાના વિચારો શેર કરે છે. આ કાર્યક્રમની આજે 40મી શ્રેણી છેં. નવા વર્ષમાં આ તેમનો પહેલો કાર્યક્રમ છે.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાન્યુઆરીના છેલ્લા રવિવારે રેડિયો પર મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું. રેડિયો પર પોતાના માસિક કાર્યક્રમમાં વડાપ્રધાન દેશવાસીઓ સાથે પોતાના વિચારો શેર કરે છે અને જનતા પાસે સૂચનો પણ માંગે છે. આ કાર્યક્રમની આજે 40મી શ્રેણી હતી. નવા વર્ષમાં આ તેમનો પહેલો કાર્યક્રમ હતો. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે ગણતંત્ર દિવસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે નવા વર્ષની આ પહેલી મનની વાત છે. અને બે દિવસ પૂર્વે જ આપણે ગણતંત્ર પર્વને ખુબ જ ઉત્સાહથી ઉજવ્યો અને ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે 10 દેશોના ટોચના નેતાઓ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં.
કલ્પના ચાવલાને કરી યાદ
પીએમ મોદીએ પ્રકાશ ત્રિપાઠી દ્વારા લખાયેલા પત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે પહેલી ફ્રેબ્રુઆરીના રોજ કલ્પના ચાવલાની પુણ્યતિથિ છે. કોલંબિયા અંતરિક્ષયાન દુર્ઘટનામાં તે આપણને છોડીને જતી રહ્યાં પીએમ મોદીએ કહ્યું કે હું પ્રકાશભાઈનો આભારી છું કે તેમણે પોતાના લાંબા પત્રની શરૂઆત કલ્પના ચાવલાની વિદાય સાથે કરી છે. આ ખુબ દુખની વાત છે કે આપણે કલ્પના ચાવલાને આટલી નાની ઉંમરમાં ગુમાવી દીધી. પરંતુ પોતાના જીવનથી તેમણે સમગ્ર વિશ્વને અને ખાસ કરીને હજારો છોકરીઓને સંદેશો આપ્યો કે નારી શક્તિની કોઈ સીમા નથી. ઈચ્છા અને દ્રઢસંકલ્પ હોય, કઈ પણ કરી છૂટવાનો જુસ્સો હોય તો કશું જ અશક્ય નથી.
વૈદિક કાળથી નારી શક્તિ આપણને પ્રેરણા આપતી આવી છે
પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે #BetiBachaoBetiPadhao ની વાતો કરીએ છીએ પરંતુ સદીઓ પહેલા આપણા શાસ્ત્રોમાં સ્કન્દ પુરાણમાં કહેવાયું છે. એક બેટી દસ બેટાઓ બરાબર છે. દસ બેટાઓથી જેટલુ પુણ્ય મળશે તેટલું એક બેટીથી મળશે. પીએમ મોદીએ પ્રકાશ ત્રિપાઠીના પત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે નારી શક્તિ હંમેશા આપણને પ્રેરિત કરતી આવી છે. આજે નારી દરેક ક્ષેત્રમાં આગળ તો વધી જ રહી છે પરંતુ આપણને પ્રેરિત પણ કરતી રહી છે.
રાષ્ટ્રપતિની પહેલનો પણ કર્યો ઉલ્લેખ
તેમણે કહ્યું કે ત્રણ બહાદુર મહિલાઓ ભાવના કંઠ, મોહના સિંહ અને અવની ચતુર્વેદી ફાઈટર પાઈલટ્સ બની છે. અને સુખોઈ 30માં તાલિમ લઈ રહી છે. દરેક ક્ષેત્રમાં #FirstLadies - આપણી નારી શક્તિઓએ સમાજની રૂઢિચુસ્તતાને તોડીને અસાધારણ ઉપલબ્ધિઓ હાંસલ કરી. એક કિર્તિમાન સ્થાપિત કર્યો. હાલના દિવસોમાં રાષ્ટ્રપતિજીએ એક નવી પહેલ કરી છે. રાષ્ટ્રપતિજીએ તે મહિલાઓની મુલાકાત કરી જેઓએ પોત પોતાના ક્ષેત્રોમાં પહેલ કરવાનું કામ કર્યું છે. જેમ કે પહેલી મહિલા મર્ચન્ટ નેવી કેપ્ટન, પહેલી પેસેન્જર ટ્રેન ડ્રાઈવર, પહેલી ફાયર ફાઈટર, પહેલી મહિલા બસ કન્ડક્ટર ઉપરાંત એન્ટાર્કટિકા અને માઉન્ટ એવરેસ્ટ પર જનારી મહિલાઓ પણ સામેલ હતી.
પીએમ મોદીએ કહ્યું કે મુંબઈનું માટુંગા રેલ્વે સ્ટેશન ભારતનું પહેલુ એવું સ્ટેશન છે જ્યાં તમામ મહિલા કર્માચારીઓ છે. છત્તીસગઢનો દાંતેવાડા વિસ્તાર કે જે માઓવાદી પ્રભાવિત છે. હિંસા, અત્યાચાર, બોમ્બ, બંદૂકો, પિસ્તોલ માઓવાદીઓએ એક ભયનું વાતાવરણ પેદા કર્યું છે. આવા ખતરનાક વિસ્તારમાં આદિવાસી મહિલાઓ ઈ રિક્ષા ચલાવીને આત્મનિર્ભર બની રહી છે.
સામાજિક કુરિવાજો વિરુદ્ધ બિહારની પહેલને બિરદાવી
પીએમ મોદીએ કહ્યું કે આપણે વારંવાર સાંભળતા આવ્યાં છીએ અને લોકો કહે છે- કઈંક વાત એવી છે કે હસ્તી મટી નથી જતી અમારી. તે વાત કઈ છે, તે વાત છે ફ્લેક્સિબ્લિટી - લચીલાપણું. તેમણે કહ્યું કે સામાજિક કુપ્રથાઓ વિરુદ્ધ આપણા દેશમાં સતત પ્રયત્નો થતા રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે કોઈ પણ જીવંત સમાજની ઓળખ છે તેનો Self Correcting Mechanism એટલે કે આત્મસુધાર મંત્ર. તેમણે બિહારનું ઉદાહરણ આપતા કહ્યું કે બિહારની જનતાએ દહેજ અને બાળ વિવાહ જેવા કુરિવાજો સામે મોટી પહેલ કરી છે. રાજ્યે સામાજિક કુરિવાજોને જડમૂળથી ઉખેડવા માટે 13000 કિમીથી વધુની વિશ્વની સૌથી મોટી માનવસાંકળ બનાવવામાં આવી.
જન ઔષધિ યોજનાઓ પાછળનો ઉદ્દેશ્ય
પીએમ મોદીએ કહ્યુ કે વડાપ્રધાન જન ઔષધિ યોજના પાછળનો હેતુ છે હેલ્થ કેરને એફોર્ડેબલ બનાવવાનો. જન ઔષધિ કેન્દ્રો પર મળનારી દવાઓ દવા બજારમાં મળતી દવાઓથી લગભગ 50-90 ટકા સસ્તી છે. સસ્તી દવાઓ વડાપ્રધાન જન ઔષધિ કેન્દ્રો, હોસ્પિટલોના અમૃત સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.
સ્વચ્છતા અભિયાનમાં નાગરિક પહેલ
પીએમ મોદીએ સ્વચ્છતા અભિયાનમાં જન ભાગીદારી વિશે કહ્યું કે મને ખબર પડી છે કે અકોલાના નાગરિકોએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરના નદીને સ્વચ્છ કરવા માટે સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યુ હતું. ‘Mission Clean Morna’ ના આ નેક કાર્યમાં અકોલાના 6000થી વધુ નાગરિકો, સોથી વધુ એનજીઓ, કોલેજો, વિદ્યાર્થીઓ, બાળકો, વૃદ્ધો માતાઓ-બહેનો.. દરેકે તેમાં ભાગ લીધો.
પદ્મ પુરસ્કારોની પસંદગીની પ્રક્રિયામાં ફેરફાર
પદ્મ પુરસ્કારોની પ્રક્રિયાને ઓનલાઈન કરવામાં આવી છે. જેનાથી પસંદગીમાં પારદર્શકતા આવી છે. તમને પણ અહેસાસ થશે કે સામાન્ય લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવી રહ્યાં છે. શ્રીમાન અરવિંદ ગુપ્તા અંગે તમે સાંભળ્યુ હશે. આઈઆઈટી કાનપુરના વિદ્યાર્થી રહી ચૂકેલા અરવિંદ ગુપ્તા કચરામાંથી બાળકો માટે રમકડાં બનાવી રહ્યાં છે. આ માટે તેઓ દેશના 3000 સ્કૂલોમાં જઈને 18000 ભાષાઓમાં ફિલ્મો બતાવી રહ્યાં છે. કર્ણાટકના સિતવા જોદાત્તિએ પોતાને દેવદાસી તરીકે સમર્પિત કરી દીધા હતાં.
(બિહારમાં માનવસાંકળ)
ભાષણના અંતમાં તેમણે રાષ્ટ્રપતિ બાપૂને યાદ કરતા કહ્યું કે 30 જાન્યુઆરીના રોજ પૂજ્ય બાપૂની પુણ્યતિથિ છે. જેમણે આપણને બધાને એક નવો રસ્તો દેખાડ્યો છે. આ દિવસ આપણે શહીદ દિવસ તરીકે મનાવીએ છીએ. આપણે જો સંકલ્પ કરીએ કે બાપૂના રસ્તે ચાલીએ, જેટલું ચાલી શકીએ તેટલું ચાલીએ.. તો તેનાથી મોટી શ્રદ્ધાંજલિ તેમને બીજી કઈ હોઈ શકે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે