PM  Modi એ Mann Ki Baat માં કારગિલના વીરોને કર્યા નમન, આ મુદ્દાઓ પર કરી ચર્ચા 

પીએમ મોદીએ કહ્યું કે 15 ઓગસ્તના રોજ રાષ્ટ્રગીત સાથે જોડાયેલા એક આયોજન થઇ રહ્યું છે. સાંસ્કૃતિક મંત્રાલયનો પ્રયત્ન છે કે આ દિવસે વધુમાં વધુ ભારતવાસીઓ મળીને રાષ્ટ્રગાન ગાય. તેના માટે એક વેબસાઇટ પણ બનાવી છે.-

PM  Modi એ Mann Ki Baat માં કારગિલના વીરોને કર્યા નમન, આ મુદ્દાઓ પર કરી ચર્ચા 

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે (રવિવારે) રેડિયો પોગ્રામ મન કી વાત (Mann Ki Baat) ના માધ્યમથી 79મી વાર દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદી મન કી બાતમાં દેશના વિભિન્ન રાજ્યોમાં આવેલા પૂર, ઓલમ્પિક અને દેશમાં વધતા જતા કોરોના વાયરસના કેસ પર વાત કરી રહ્યા છે. મન કી બાત કાર્યક્રમ સવારે 11 વાગે શરૂ થયો. 

પીએમ મોદીએ કહ્યું કે 15 ઓગસ્તના રોજ રાષ્ટ્રગીત સાથે જોડાયેલા એક આયોજન થઇ રહ્યું છે. સાંસ્કૃતિક મંત્રાલયનો પ્રયત્ન છે કે આ દિવસે વધુમાં વધુ ભારતવાસીઓ મળીને રાષ્ટ્રગાન ગાય. તેના માટે એક વેબસાઇટ પણ બનાવી છે.- રાષ્ટ્રગાન ડોટ.ઇન. આ વેબસાઇટની મદદથી તમે રાષ્ટ્રગાન ગાઇને, તેને રેકોર્ડ કરી શકશે. આ અભિયાન સાથે જોડી શકાશે. મને આશા છે કે કે તમે, આ અનોખી પહેલથી જરૂર જોડાવ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બે દિવસ પહેલાં કેટલીક અદભૂત તસવીરો, કેટલીક યાદગાર પળ હજુ પણ મારી આંખો સમક્ષ છે. એટલા માટે આ વખતે 'મન કી બાત' ની શરૂઆત તે પળોથી કરીએ. ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય ખેલાડેઓને તિરંગો લઇને ચાલતાં જોઇને હું નહી આખો દેશ રોમાંચિત થઇ ઉઠ્યો. આખા દેશે જાણે એક થઇને પોતાના આ યોદ્ધાઓને કહ્યું- વિજયી ભવ, વિજયી ભવ. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે આ ખેલાડી ભારતથી ગયા હતા તો મને તેમની સાથે ગપશપ કરવાની, અને તેમના વિશે જાણવા અને દેશને જણાવવાનો અવસર મળ્યો હતો. આ ખેલાડી જીવનના અનેક પડકારોને પાર કરીને અહીં પહોંચ્યા છે. આજે તેમની પાસે તમારા પ્રેમ અને સપોર્ટની તાકાત છે. એટલા માટે આવો મળીને આપણા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમનો આત્મવિશ્વાસ વધારીએ.  

પીએમ મોદીએ કહ્યું કે 26 જુલાઇના રોજ 'કારગિલ વિજય દિવસ' છે. કારગિલનું યુદ્ધ ભારતની સેનાઓના શૌર્ય અને સંયમનું એવું પ્રતિક છે, જેને આખી દુનિયાએ જોયું છે. આ વખતે આ ગૌરવશાળી દિવસ પણ 'અમૃત મહોત્સવ' વચ્ચે ઉજવવામાં આવશે. એટલા માટે આ વધુ ખાસ બની જાય છે. હું ઇચ્છીશ કે તમે કારગિલની રોમાંચિત કરી દેનાર ગાથા જરૂર વાંચો, કારગિલના વીરોને આપણે બધા નમન કરીએ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મણિપુરના નાનાકડા કસ્બા મોઇરાંગ, એક સમયે નેતાજી સુભાષચંદ્ર બોસની ઇન્ડીયન નેશનલ આર્મી (Indian National Army) એટલે કે આઇએનએસ (INA) નું એક પ્રમુખ ઠેકાણું હતું. અહીં આઝાદીના પહેલાં જ આઇએનએના કર્નલ શૌકત મલિકજીએ ધ્વજ ફરકાવ્યો હતો. અમૃત મહોત્સવ દરમિયાન 14 એપ્રિલના રોજ તે મોઇરાંગમાં ફરી એકવાર તિરંગો લહેરાવ્યો.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news