ગાંધીજીની પુણ્યતિથિ પર રાજઘાટ પહોંચ્યા PM મોદી, સમાધિ પર આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ પર દિલ્હીના રાજઘાટ પહોંચ્યા. અહીં તેમણે પૂજ્ય બાપુની સમાધિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ પર દિલ્હીના રાજઘાટ પહોંચ્યા. અહીં તેમણે પૂજ્ય બાપુની સમાધિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ રાજઘાટ પહોંચ્યા અને બાપુને યાદ કર્યા.
પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમના આદર્શ વિચારોને અને હજુ વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયત્ન છે. અત્રે જણાવવાનું કે મહાત્મા ગાંધીની 1948માં આજના દિવસે જ નાથુરામ ગોડસેએ ગોળી મારીને હત્યા કરી હતી. રાષ્ટ્રપિતાની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Delhi | Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on his death anniversary pic.twitter.com/u4oTZLWKgk
— ANI (@ANI) January 30, 2022
બાપુની પુણ્યતિથિ પર તેમને યાદ કરુ છું- પીએમ
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે બાપુની પુણ્યતિથિ પર તેમને યાદ કરુ છું. તેમના આદર્શ વિચારોને અને હજુ વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયત્ન છે. તેમણે કહ્યું કે આજે શહીદ દિવસ પર તે તમામ મહાન લોકોને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે વીરતાપૂર્વક આપણા દેશની રક્ષા કરી. તેમની સેવા અને બહાદુરી હંમેશા યાદ આવશે.
આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ રાજઘાટ પહોંચ્યા અને તેમણે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
30 જાન્યુઆરી 1948ના દિવસે શું થયું હતું?
અત્રે જણાવવાનું કે 30 જાન્યુઆરી 1948ના દિવસે દિલ્હીના બીરલા હાઉસમાં મહાત્મા ગાંધી હતા. આ દરમિયાન સરદાર પટેલ સાથે બેઠક કરીને તેઓ બહાર નીકળ્યા. લગભગ સાંજે સવા 5 વાગે ગાંધીજી પ્રાર્થના કરવા માટે નીકળ્યા હતા. ગાંધીજી સાથે આભા અને મનુ પણ હતા. ત્યારે અચાનક નાથુરામ ગોડસે ગાંધીજી સામે આવ્યા. નાથુરામ ગોડસેએ પહેલા મહાત્મા ગાંધીને નમસ્તે કર્યું. ત્યારબાદ ગાંધીજીને 3 ગોળીઓ મારી હતી. બે ગોળી ગાંધીજીના શરીરને પાર કરી ગઈ હતી જ્યારે એક ગોળી ફસાઈ ગઈ હતી. મહાત્મા ગાંધીનું ઘટનાસ્થળે જ નિધન થઈ ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે