પીએમ મોદીએ 20 રૂપિયાનો સિક્કો લોન્ચ કર્યો, 5 અને 10 રૂપિયાના પણ નવા સિક્કા બહાર પડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી અરુણ જેટલીએ ગુરુવારે 20 રૂપિયાનો સિક્કો લોન્ચ કર્યો. આ સિક્કો 10 રૂપિયાનો સિક્કો બહાર પડ્યો તેના બરાબર 10 વર્ષ બાદ લોન્ચ કરવામાં આવ્યો છે.

 પીએમ મોદીએ 20 રૂપિયાનો સિક્કો લોન્ચ કર્યો, 5 અને 10 રૂપિયાના પણ નવા સિક્કા બહાર પડ્યા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી અરુણ જેટલીએ ગુરુવારે 20 રૂપિયાનો સિક્કો લોન્ચ કર્યો. આ સિક્કો 10 રૂપિયાનો સિક્કો બહાર પડ્યો તેના બરાબર 10 વર્ષ બાદ લોન્ચ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ આ ઉપરાંત એક રૂપિયો, 2 રૂપિયો, 5 રૂપિયા અને 10 રૂપિયાનો નવો સિક્કો પણ લોન્ચ કર્યો. આ સિક્કા દિવ્યાંગો માટે ખાસ છે. આ સિક્કાને તેઓ સરળતાથી ઓળખી શકે તેમ છે. નવા સિક્કાની સિરિઝને વડાપ્રધાનના 7 લોકકલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાન પર લોન્ચ કરાયા. આ અવસરે ખાસ દિવ્યાંગ બાળકોને બોલાવવામાં આવ્યાં હતાં. 

20  રૂપિયાના નવા સિક્કાની ખાસિયત
નાણા મંત્રાલય તરફથી ભારતના રાજપત્રમાં પ્રકાશિત જાણકારી મુજબ 20 રૂપિયાના નવા સિક્કાનો આકાર 20 મિમી અને તેનું વજન 8.54 ગ્રામ છે. આ સિક્કાની અંદર અને બહારનો ભાગ તાંબું (65 ટકા) જસત (15 ટકા) અને નિકલ (20 ટકા)નો બનેલો છે. જ્યારે અંદરના ભાગમાં 75 ટકા તાંબુ, 20 ટકા જસત અને 5 ટકા નિકલ છે. 

पीएम मोदी ने जारी किया ₹ 20 का सिक्का, 5 और 10 का भी नया सिक्का आया

સિક્કાની ફ્રન્ટ સાઈડમાં અશોક સ્તંભ
20 રૂપિયાના નવા સિક્કાની ફ્રન્ટ સાઈડમાં અશોક સ્તંભનું પ્રતિક સિંહ છે. તેની બરાબર નીચે સત્યમેવ જયતે ઉભરી આવે છે. સિક્કાની જમણી બાજુમાં હિન્દીમાં ભારત લખ્યું છે. જ્યારે ડાબી બાજુમાં અંગ્રેજીમાં ઈન્ડિયા લખ્યું છે. બીજા બાજુ મૂલ્ય 20 રૂપિયા લખ્યું છે. આ ઉપરાંત તેના ઉપર રૂપિયાનું પ્રતિક પણ બનેલુ છે. આ સાથે જ દેશ કૃષિ પ્રધાન હોવાના કારણે અનાજની ડિઝાઈન રાખવામાં આવી છે. તેની નીચે હિન્દી અને અંગ્રેજીમાં 20 રૂપિયા લખ્યું ચે. 

10 રૂપિયાના સિક્કા કરતા અલગ ડિઝાઈન
10 રૂપિયાના સિક્કાની ધારો પર જે પ્રકારે ડિઝાઈન છે તે રીતે 20 રૂપિયાના નવા સિક્કામાં જોવા નથી મળતી. 20 રૂપિયાના નવા સિક્કાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કા પણ બહાર પાડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવા સિક્કા દ્રષ્ટિ દિવ્યાંગો માટે મદદગાર સાબિત થશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news