નવી ટીમ બાદ PM મોદીનો ગર્વમેન્ટ ફોર ગ્રોથનો નારો, નવા મંત્રીઓને આપી શુભકામનાઓ

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યુ, 'હું આજે શપથ લેનારા બધા સાથીઓને શુભેચ્છા આપુ છું અને તેમના મંત્રી પદના કાર્યકાળ માટે શુભકામનાઓ આપુ છું.

નવી ટીમ બાદ PM મોદીનો ગર્વમેન્ટ ફોર ગ્રોથનો નારો, નવા મંત્રીઓને આપી શુભકામનાઓ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટમાં મોટા ફેરફાર અને વિસ્તાર બાદ પોતાની સરકારને વિકાસ માટે સમર્પિત ગણાવી છે. પીએમ મોદીએ #Govt4Growth હેશટેગની સાથે કરેલા બુધવારે મંત્રી પદના શપથ લેનારા નેતાઓને શુભેચ્છા આપી તો તે પણ કહ્યું કે, તેમની સરકાર લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે કામ કરતી રહેશે. 

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યુ, 'હું આજે શપથ લેનારા બધા સાથીઓને શુભેચ્છા આપુ છું અને તેમના મંત્રી પદના કાર્યકાળ માટે શુભકામનાઓ આપુ છું. આપણે લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે કામ કરતા રહીશું અને એક મજબૂત તથા સમૃદ્ધ ભારત બનાવીશું.'

— Narendra Modi (@narendramodi) July 7, 2021

ગૃહમંત્રી અમિત શાહે પણ મંત્રીઓને શુભેચ્છા આપતા #Govt4Growth નો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું- મંત્રીપદના શપથ લેનારા બધા સાથીઓને શુભેચ્છા. મને વિશ્વાસ છે કે પીએમ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં મંત્રીમંડળ પૂર્ણ નિષ્ઠા અને સમર્પણની સાથે સરકારની કલ્યાણકારી નીતિઓને જનજન સુધી પહોંચાડવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપશે. 

modi cabinet reshuffle: 35 વર્ષના નિશીથ પ્રામાણિક બન્યા મોદી મંત્રીમંડળના સૌથી યુવા મંત્ર

કુલ 43 મંત્રીઓએ આજે લીધા શપથ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે. કુલ 43 લોકોને નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. 15 લોકોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાંથી અનુરાગ ઠાકુર, પુરૂષોત્તમ રૂપાલા, કિરણ રિજિજૂ અને મનસુખ માંડવિયાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન મળ્યું છે. આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ પારસ, નારાયણ રાણે અને સર્વાનંદ સોનોવાલને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતથી કુલ પાંચ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં ત્રણ નવા નામ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news