અમિત શાહને કો-ઓપરેશન મંત્રાલયનો પ્રભાર, મનસુખ માંડવિયા બન્યા નવા સ્વાસ્થ્ય મંત્રી

કેબિનેટ વિસ્તાર બાદ નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી છે. અશ્વિની વૈષ્ણવ નવા રેલ મંત્રી બન્યા છે. 

અમિત શાહને કો-ઓપરેશન મંત્રાલયનો પ્રભાર, મનસુખ માંડવિયા બન્યા નવા સ્વાસ્થ્ય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારનો આજે વિસ્તાર થઈ ગયો છે. નવા 43 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં 15 કેબિનેટ અને 28 રાજ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. આ પહેલા 12 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. હવે પ્રધાનંત્રીએ ખાતાઓની ફાળવણી શરૂ કરી દીધી છે. અમિત શાહને નવા બનાવેલા કો-ઓપરેશન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તો ગુજરાતથી રાજ્યસભા સાંસદ મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલયની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તો કિરણ રિજિજૂને દેશના નવા કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે. 

કોરોના વાયરસ સંક્રમણને કારણે બીજી લહેરમાં આવેલી તબાહીને કારણે હર્ષવર્ધન પાસેથી છીનવી મનસુખ માંડવિયાને દેશના નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતના સાંસદ મનસુખ માંડવિયાની પાસે કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલયનો પણ પ્રભાર રહેશે. તો અશ્વિની વૈષ્ણવને દેશના નવા રેલ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય તેમની પાસે આઈટી મંત્રાલયનો પ્રભાર રહેશે. રેલ મંત્રીની જવાબદારી પીયુષ ગોયલની પાસે હતી હવે તેમને કપડા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તો કપડા મંત્રાલય સંભાલી રહેલા સ્મૃતિ ઇરાની મહિલા તથા બાળ વિકાસ મંત્રી રહેશે. શિક્ષણ મંત્રાલયની જવાબદારી ધર્મેન્દ્ર પ્રધાનને આપવામાં આવી છે. હરદીપ પુરીને પેટ્રોલિયમ મંત્રી બનાવવામાં આવ્યા છે. 
 

— ANI (@ANI) July 7, 2021

— ANI (@ANI) July 7, 2021

ક્યા મંત્રીને કઈ જવાબદારી

કેબિનેટ મંત્રી
રાજનાથ સિંહ- ડિફેન્સ મિનિસ્ટર
અમિત શાહ- ગૃહ મંત્રાલય અને મિનિસ્ટર ઓફ કો-ઓપરેશન
નિતિન ગડકરી- મિનિસ્ટર ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે
નિર્મલા સીતારમન- નાણામંત્રી અને કોર્પોરેટ અફેર
નરેન્દ્ર સિંહ તોમર- કૃષિ મંત્રી અને ફાર્મર વેલફેર
ડો. એસ જયસંકર- વિદેશ મંત્રાલય
અર્જુન મુંડા- આદિવાસી મંત્રાલય
સ્મૃતિ ઇરાની- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
પીયુષ ગોયલ- કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કન્ઝ્યુમર અફેયર્સ, ફુડ, ટેક્સટાઇલ
ધર્મેન્દ્ર પ્રધાન- શિક્ષણ મંત્રાલય
પ્રહલાદ જોશી- પાર્લામેન્ટ્રી અફેયર્સ, કોલ અને મિનિસ્ટર ઓફ માઇન્સ
નારાયણ રાણે- માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ
સર્વાનંદ સોનોવાલ- પોર્ટ, શિપિંગ અને વોટરવે તથા આયુષ મંત્રાલય
મુખ્તાર અબ્બાસ નકવી- માઇનોરિટી મિનિસ્ટ્રી
ડો. વિરેન્દ્ર કુમાર- મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ
ગિરિરાજ સિંહ- રૂરલ ડેવલોપમેન્ટ અને પંચાયતી રાજ
જ્યોતિરાદિત્ય સિંધિયા- મિનિસ્ટર ઓફ સિવિલ એવિએશન
રામચંદ્ર પ્રસાદ સિંહ- મિનિસ્ટર ઓફ સ્ટીલ
અશ્વિની વૈષ્ણવ- રેલવે, આઈટી અને કોમ્યુનિકેશન
પશુપતિ કુમાર પારસ- ફુડ પ્રોસેસિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ
ગજેન્દ્ર સિંહ શેખાવત- જલશક્તિ મંત્રાલય
કિરણ રિજિજૂ- કાયદા મંત્રી
રાજકુમાર સિંહ- મિનિસ્ટર ઓફ પાવર
હરદીપ સિંહ પુરી- પેટ્રોલિયમ મંત્રી અને શહેરી વિકાસ મંત્રાલય
મનસુખ માંડવિયા- સ્વાસ્થ્ય અને કેમિકલ તથા ફર્ટિલાઇઝર
ભૂપેન્દ્ર યાદવ- વન પર્યાવરણ, શ્રમ મંત્રી
મહેન્દ્ર નાથ પાંડે- મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી
પુરૂષોત્તમ રૂપાલા- ડેરી અને ફિશર મંત્રાલય
જી કિશન રેડ્ડી- કલ્ચર, ટૂરિઝમ અને નોર્થ ઇસ્ટ ડેવલોપમેન્ટ
અનુરાગ ઠાકુર- આઈટી અને સ્પોર્ટ્સ મિનિસ્ટર

મિનિસ્ટર ઓફ સ્ટેટ (સ્વતંત્ર પ્રભાર)
રાવ ઇન્દ્રજીત સિંહ- આંકડા અને શાંખિયાકી મંત્રાલય, પ્લાનિંગ.
ડો. જીતેન્દ્ર સિંહ- સાયન્સ ટેક્નોલોજી, અર્થ સાયન્સ, પ્રધાનમંત્રી ઓફિસ.

રાજ્ય મંત્રી

1. શ્રીપદ યેસો નાઈક- બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન; પર્યટન મંત્રાલયમાં રાજ્યમંત્રી

2. ફગ્ગન સિંહ કુલસ્ટે- સ્ટીલ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન;
ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી

3. પ્રહલાદસિંહ પટેલ- જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન; ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન

4. અશ્વિનીકુમાર ચૌબે- ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન; પર્યાવરણ, વન અને હવામાન પલટા મંત્રાલયમાં રાજ્ય પ્રધાન

5.  અર્જુનરામ મેઘવાલ- સંસદીય કાર્ય મંત્રાલયમાં રાજ્ય પ્રધાન; સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્યમંત્રી

6. જનરલ (નિવૃત્ત) વી.કે. સિંઘ- માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયમાં રાજ્ય પ્રધાન; નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્ય પ્રધાન

7. કૃષ્ણ પાલ- ઉર્જા મંત્રાલયમાં રાજ્ય પ્રધાન;
ભારે ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રી

8. દનવે રાઉસાહેબ દાદરાવ - રેલવે મંત્રાલયમાં રાજ્ય પ્રધાન;કોલસા મંત્રાલયમાં રાજ્ય પ્રધાન; ખાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી

9. રામદાસ આઠવલે - સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયમાં રાજ્ય પ્રધાન

10. સાધ્વી નિરંજન જ્યોતિ- ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન; ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી

ડ Dr.. સંજીવકુમાર બલ્યાન - મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્યમંત્રી

12. નિત્યાનંદ રાય- ગૃહ મંત્રાલયમાં રાજ્યમંત્રી

13. પંકજ ચૌધરી- નાણાં મંત્રાલયમાં રાજ્યમંત્રી

14. અનુપ્રિયા સિંહ પટેલ- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રી

15. પ્રો. એસપી. સિંઘ બગેલ- કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્યમંત્રી

16. રાજીવ ચંદ્રશેખર- કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન; ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયમાં રાજ્ય પ્રધાન

17. શોભા કરંડલાજે- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી

18. ભાનુ પ્રતાપસિંહ વર્મા- સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયમાં રાજ્ય પ્રધાન

19. દર્શન વિક્રમ જર્દોષ - કાપડ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને રેલ્વે મંત્રાલયમાં રાજ્યમંત્રી

20. વી. મુરલીધરન- વિદેશ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન;
સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય પ્રધાન

21. મીનાક્ષી લેખી- વિદેશ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન;
સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્યમંત્રી

22. સોમ પ્રકાશ- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન

23. રેણુકાસિંહ સરુતા- આદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્યમંત્રી

24. રામેશ્વર તેલી- પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન; શ્રમ અને રોજગાર મંત્રાલયમાં રાજ્યમંત્રી

25. કૈલાસ ચૌધરી- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

26. અન્નપૂર્ણા દેવી- શિક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રી

27. એ. નારાયણસ્વામી- સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયમાં રાજ્ય પ્રધાન

28. કૌશલ કિશોર - આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં રાજ્ય પ્રધાન

29. અજય ભટ્ટ - સંરક્ષણ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન;
પર્યટન મંત્રાલયમાં રાજ્યમંત્રી

30. બી.એલ. વર્મા- ઉત્તર પૂર્વી ક્ષેત્રના વિકાસ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન; સહકાર મંત્રાલયમાં રાજ્યમંત્રી

31. અજયકુમાર- ગૃહ મંત્રાલયમાં રાજ્યમંત્રી

32. દેવુસિંહ ચૌહાણ - સંચાર મંત્રાલયમાં રાજ્યમંત્રી

33. ભગવંત ખુબા - નવા અને નવીનીકરણીય Energyર્જા મંત્રાલયમાં રાજ્ય પ્રધાન; કેમિકલ અને ખાતર મંત્રાલયમાં રાજ્ય પ્રધાન

34. કપિલ મોરેશ્વર પાટિલ - પંચાયતી રાજ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન

35. પ્રતિમા ભૌમિક - સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયમાં રાજ્ય પ્રધાન

36. ડો. સુભાષ સરકાર- શિક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રી

37. ડો. ભાગવત કિશનરાવ કરાડ - નાણાં મંત્રાલયમાં રાજ્યમંત્રી

38. ડો. રાજકુમાર રંજન સિંહ વિદેશ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news