VIDEO: 67ની ઉંમરે પણ PM મોદીની ફિટનેસ છે જબરદસ્ત, આ રહ્યો તેનો પુરાવો

ખેલ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરાયેલી ફિટનેસ ચેલેન્જનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર કરી લીધો અને આજે તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક ફિટનેસ વીડિયો પણ શેર કર્યો.

VIDEO: 67ની ઉંમરે પણ PM મોદીની ફિટનેસ છે જબરદસ્ત, આ રહ્યો તેનો પુરાવો

નવી દિલ્હી: ખેલ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરાયેલી ફિટનેસ ચેલેન્જનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર કરી લીધો અને આજે તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક ફિટનેસ વીડિયો પણ શેર કર્યો. વીડિયોમાં પીએમ મોદી અનેક પ્રકારનો યોગાભ્યાસ કરી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પીએમ મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી અને પીએમ મોદીએ તે વખતે આ ચેલેન્જ સ્વીકારી પણ હતી. પીએમ મોદીએ પોતાના ફિટનેસ વીડિયોની સાથે સાથે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી અને ખેલાડી મણિકા બત્રાને ફિટનેસ ચેલેન્જ આપી છે. આ ઉપરાંત તેમણે  #FitnessChallenge સાથે 40 વર્ષથી વધુ ઉંમરના IPS અધિકારીઓને પણ ફિટનેસ ચેલેન્જ આપી છે. ગત દિવસોમાં પીએમ મોદીએ વિશ્વ યોગ દિવસને ધ્યાનમાં રાખીને યોગાભ્યાસના એનિમેટેડ વીડિયો શેર કર્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વીડિયોને શેર કરતા લખ્યું છે કે હું મારી મોર્નિંગ એક્સસાઈઝનો વીડિયો જારી કરું છું. યોગથી અલગ હું પ્રકૃતિ સાથે જોડાયેલા પંચતત્વથી પણ પ્રભાવિત છું. તે ખુબ રિફ્રેશ ફીલ કરાવે છે. ટ્વિટમાં તેમણે લખ્યું છે કે તેઓ બ્રિધિંગ એક્સસાઈઝની પણ પ્રેક્ટિસ કરે છે. વીડિયોમાં પીએમ મોદી યોગ કરતા જોવા મળી રહ્યાં છે. તેઓ પથ્થરો અને પાણીમાં ચાલતા જોવા મળી રહ્યાં છે. અલગ અલગ રીતે ઘાસ પર ચાલતા જોવા મળી રહ્યાં છે. બિલકુલ સટીક રીતે યોગના અનુલોમ વિલોમ અને કપાલભાતિ સ્ટેપ કરી રહ્યાં છે.

Karnataka’s CM Shri @hd_kumaraswamy.

India’s pride and among the highest medal winners for India in the 2018 CWG, @manikabatra_TT.

The entire fraternity of brave IPS officers, especially those above 40.

— Narendra Modi (@narendramodi) June 13, 2018

અત્રે જણાવવાનું કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓલિમ્પિક રજત પદક વિજેતા રહી ચૂકેલા ખેલમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડની ફિટનેસ ચેલેન્જને સ્વીકારી પરંતુ આ સાથે જ તેણે પીએમ મોદી સહિત અનેક લોકોને આ અંગે ચેલેન્જ પણ કર્યાં હતાં. વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે પુશ અપ્સ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે પત્ની અનુષ્કા શર્મા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહેન્દ્ર સિંહ ધોનીને ચેલેન્જ ફેંકી હતી.

— Narendra Modi (@narendramodi) June 13, 2018

વિરાટે લખ્યું હતું કે "મેં રાજ્યવર્ધન સરની ફિટનેસ ચેલેન્જ સ્વીકારી છે. હવે હું ઈચ્છીશ કે મારી પત્ની અનુષ્કા શર્મા, આપણા પીએમ મોદીજી અને ધોનીભાઈ તેને સ્વીકારે." અત્રે જણાવવાનું કે દેશમાં ફિટનેસને લઈને જાગરૂકતા અભિયાન હેઠળ હાલમાં જ ખેલમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. રાઠોડે ખેલ અને સિનેમા જગતની કેટલીક મુખ્ય હસ્તીઓને ટેગ કરતા તેમને પણ આ અભિયાનમાં સામેલ થવાની અપીલ કરી હતી.

ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે શરૂ કરી છે ફિટનેસ ચેલેન્જ

વાત જાણે એમ છે કે રાઠોડે 'હમ ફિટ તો ઈન્ડિયા ફિટ' હેશ ટેગ સાથે ટ્વિટર પર આ ફિટનેસ ચેલેન્જ શરૂ કરી છે. ટ્વિટર પર અપલોડ કરાયેલા વીડિયોમાં તેઓ પોતાની ઓફિસમાં જ વ્યાયામ કરતા જોવા મળી રહ્યાં છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉર્જાથી પ્રેરણા લેવાની વાત કરતા લખ્યું કે હું જ્યારે વડાપ્રધાનજીને જોઉ છું તો તેમનાથી પ્રેરિત થાઉ છું. તેમના એક જબરદસ્ત ઉર્જા છે દિવસ રાત કામ કરવાની. તેઓ ઈચ્છે છે કે સમગ્ર ભારત ફિટ થાય. હું તેમનાથી પ્રેરિત થઈને કહેવા માંગુ છું કે તમે પોતાનો વ્યાયામ કરતો વીડિયો બનાવો અને બીજાને પ્રેરિત કરો.

રાઠોડની મુહિમ રંગ લાવી રહી છે
ખેલમંત્રી રાઠોડે પોતાની મુહિમમાં ઋતિક રોશન, સાઈના નેહવાલ અને વિરાટ કોહલીને નોમિનેટ કર્યા હતાં. સોશિયલ મીડિયા પર રાઠોડની મુહિમના ખુબ વખાણ થઈ રહ્યાં છે. લોકો ચેલેન્જના જવાબમાં ફોટા અને વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે. રાજ્યવર્ધન તરફથી શરૂ કરવામાં આવેલી આ મુહિમ આગળ જઈને આવનારા સમયમાં વધુ પ્રભાવી થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news