જનસેવામાં શિરડીનું ઉદાહરણ સૌથી આગળ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શિરડીમાં સાંઈબાબાની સમાધિના સો વર્ષ પૂરા થયાના અવસર પર આખુ વર્ષ ચાલેલા મહોત્સવના સમાપન સમારોહમાં ભાગ લેવા માટે શિરડીના સાઈ મંદિર પહોંચ્યાં.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શિરડીમાં સાંઈબાબાની સમાધિના સો વર્ષ પૂરા થયાના અવસર પર આખુ વર્ષ ચાલેલા મહોત્સવના સમાપન સમારોહમાં ભાગ લેવા માટે શિરડીના સાંઈ મંદિર પહોંચ્યાં. પીએમ મોદીએ અહીં સાઈબાબાની ખાસ પૂજા કરી. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ હાજર રહ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં મંદિરની વિઝિટર બુકમાં પોતાના વિચાર પણ લખ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિરડીમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં સાંઈબાબાની નગરી શિરડીમાં વડાપ્રધાન આવાસ યોજના (પીએમએવાય)ના કેટલાક લાભાર્થીઓને મકાનોની ચાવી પણ સોંપી. ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું કે દેશના દરેક ગરીબને ઘર આપવું એ સરકારનો લક્ષ્યાંક છે. જનસેવામાં શિરડીનું ઉદાહરણ સૌથી આગળ છે. ગરીબોના કલ્યાણ માટે શિરડીથી સારી જગ્યા કોઈ નથી.
વાત જાણે એમ છે કે શિરડીના સાઈબાબાને સમાધી લીધે 100 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આ અવસરે બાબાના દરબારમાં ખાસ આયોજન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આયોજનમાં સામેલ થવા માટે આજે સવારે શિરડી પહોંચ્યાં હતાં.
Maharashtra: Prime Minister Narendra Modi offers prayers at Shri Saibaba Samadhi Temple Complex in Shirdi. pic.twitter.com/WquG1JGQfS
— ANI (@ANI) October 19, 2018
પીએમ મોદીએ ખાસ ધ્વજા ફરકાવી
પીએમ મોદીએ અહીં એક ખાસ પૂજા કરી તથા મંદિરમાં વિશેષ ધ્વજા પણ ફરકાવી. રાષ્ટ્રપતિ કોવિંદે ગત વર્ષ ઓક્ટોબરમાં શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કર્યુ હતું. વડાપ્રધાને એક ખાસ વિમાન દ્વારા શિરડીના નવા એરપોર્ટ પર ઉતરણ કર્યું અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા શ્રી સાંઈબાબા સંસ્થાન ન્યાસ (એસએસએસટી) પહોંચ્યા હતાં. ત્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના અન્ય નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
તમામ સમુદાયોમાં પૂજનીય એવા સાઈબાબાનું દેહાવસાન 1918માં દશેરાના દિવસ અહેમદનગર જિલ્લાના શિરડી ગામમાં થયું હતું. તેમની સમાધિની શતાબ્દી પર ન્યાસ દ્વારા સમગ્ર વર્ષ ઉત્સવ મનાવવામાં આવ્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પહેલી ઓક્ટોબર 2019ના રોજ શતાબ્દી મહોત્વનું ઉદ્ઘાટન કર્યું હતું.
Maharashtra: Prime Minister Narendra Modi arrives in Shirdi. He will participate in the Sai Baba Samadhi centenary celebrations today. pic.twitter.com/MrJjpbdbXB
— ANI (@ANI) October 19, 2018
ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ડિસેમ્બર 2017માં વૈશ્વિક સાંઈ મંદિર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું અને આખુ વર્ષ નાના મોટા ઉત્સવોનું આયોજન થતું રહ્યું. સમારોહના સમાપન અવસરે પીએમ મોદી પહોંચી રહ્યાં છે. સમારોહમાં દેશવિદેશથી એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો.
આ 4 મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ
1) 40 કરોડ રૂપિયાના ખર્ચવાળા 10 મેગાવોટ ક્ષમતાના સોલર પાવર સિસ્ટમનું ભૂમિપૂજન. શિરડી મંદિરની હાલની જરૂરીયાત 12 મેગાવોટ વીજળી છે જેમાંથી 2 મેગાવોટ વીજળી પવનચક્કીથી ઉત્પન્ન કરાય છે જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થવાથી બાકીની 10 મેગાવોટ વીજળીની આપૂર્તિ પણ શિરડી પોતે જ કરશે.
2) 158 કરોડ રૂપિયાના ખર્ચથી બનનારા હાઈટેક એજ્યુકેશનલ કોમ્પલેક્સનું ઉદ્ધાટન થશે. જેમાં શાળા, કોલેજ, ઓડિટોરિયમ, પ્લેગ્રાઉન્ડ, લાઈબ્રેરી, લેબોરેટરી સહિત અન્ય સ્ટેટ ઓફ ધી આર્ટ સુવિધાઓ હશે.
3) 166 કરોડ રૂપિયાના ખર્ચથી બનશે સાઈ નોલેજ પાર્ક. જેમાં સાઈના જીવન સંબંધિત જાણકારીઓ, મ્યુઝિયમ, થીમ પાર્ક વગેરે સામેલ છે.
4) શિરડી આવનારા સાંઈ ભક્તો માટે માત્ર 1 જ કલાકમાં સાઈ દર્શન થઈ શકે તે માટે 112 કરોડ રૂપિયાના ખર્ચથી ગ્રાઉન્ડ પ્લસ ટુ દર્શન હોલનું નિર્માણ કરવામાં આવશે. તેની મદદથી એક જ સમયે લગભગ 18000 સાંઈ ભક્તો લાઈનમાં ઊભા રહીને સરળતાથી દર્શન કરી શકશે અને ટર્મિનલને સ્કાઈવોકથી સીધો જ સમાધિ મંદિર સુધી જોડાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે