ચન્નીના 'યુપી-બિહારના ભૈયા'વાળા નિવેદન પર PM મોદીએ કર્યો પલટવાર, કરી આ વાત

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીના રોજ થનારા મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાઝિલ્કામાં ચૂંટણી રેલી સંબોધી.

ચન્નીના 'યુપી-બિહારના ભૈયા'વાળા નિવેદન પર PM મોદીએ કર્યો પલટવાર, કરી આ વાત

ફાઝિલ્કા: પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીના રોજ થનારા મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાઝિલ્કામાં ચૂંટણી રેલી સંબોધી. આ દરમિયાન પીએમ મોદીએ સત્તાધારી કોંગ્રેસ અને સીએમ ચરણજીત સિંહ ચન્ની પર નિશાન સાધ્યું. પ્રધાનમંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ઉપર પણ આકરા પ્રહારો કર્યા. 

CM ચન્નીના યુપી-બિહારના ભૈયા વાળા નિવેદન પર પલટવાર
પીએમ મોદીએ પંજાબના સીએમ ચન્નીના યુપી-બિહારના ભૈયાવાળા નિવેદન પર પલટવાર કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ હંમેશાથી એક ક્ષેત્રના લોકોને બીજા સાથે લડાવતી આવી છે. અહીં કોંગ્રેસના મુખ્યમંત્રીએ જે નિવેદન આપ્યું, જેના પર દિલ્હીનો પરિવાર તેમની સાથે ઊભા રહીને તાળીઓ પાડી રહ્યો હતો તે આખા દેશે જોયું. પોતાના આ નિવેદનોથી  આ લોકો કોનું અપમાન કરી રહ્યા છે. અહીં એવું કોઈ ગામ નહીં હોય, જ્યાં આપણા ઉત્તર પ્રદેશ કે બિહારના ભાઈ બહેન મહેનત ન કરતા હોય. 

પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે ગઈ કાલે જ આપણે સંત રવિદાસજીની જયંતી ઉજવી છે. તેઓ ક્યાં પેદા થયા? ઉત્તર પ્રદેશમાં, બનારસમાં. શું તમે સંત રવિદાજીને પણ પંજાબથી કાઢી મૂકશો? ગુરુ ગોવિંદ સિંહજીનો જન્મ ક્યાં થયો હતો? પટણા સાહિબ બિહારમાં. શું તમે ગુરુ ગોવિંદ સિંહજીને પણ પંજાબમાંથી કાઢી મૂકશો?

— ANI (@ANI) February 17, 2022

જે દિલ્હીમાં ઘૂસવા નથી દેવા માંગતા તેઓ માંગે છે મત
પીએમ મોદીએ કહ્યું કે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ દેશના 50 કરોડ લોકોને મળી રહ્યો છે. આયુષ્યમાન ભારતકાર્ડથી પંજાબના નાગરિકો હિન્દુસ્તાનમાં ક્યાંય પણ જશે તો તેમને વિનામૂલ્યે ઈલાજ મળશે. તેમણે વધુમાં કહ્યું કે એક વધુ દુખની વાત છે કે જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હશે તો ભોપાલ, અમદાવાદ, લખનૌ જશો તો તમારી સારવાર થઈ જશે પરંતુ દિલ્હી જશો તો ત્યાં જે મુખ્યમંત્રી બેઠા છે તેઓ દિલ્હીની હોસ્પિટલમાં સારવાર માટે ના પાડી દેશે. કારણ કે આ યોજના સાથે તેઓ જોડાવવા માટે તૈયાર નથી. જે લોકો દિલ્હીમાં તમને ઘૂસવા દેવા માંગતા નથી તેઓ તમારી પાસે મત માંગી રહ્યા છે. શું આવા લોકોને પંજાબમાં કઈ પણ કરવાનો હક છે?

— ANI (@ANI) February 17, 2022

NDA ને જીતાડવા માંગે છે પંજાબ-પીએમ મોદી
જનસભાને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ચૂંટણીમાં પંજાબમાં આ મારી છેલ્લી સભા છે. હું છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબના અલગ અલગ ક્ષેત્રોમાં ગયો છું. સમગ્ર પંજાબમાં એક જ અવાજ ઉઠી રહ્યો છે કે ભાજપને જીતાડવાનું છે. એનડીએને જીતાડવાનું છે. પંજાબમાં ડબલ એન્જિનની સરકાર બનાવવાની છે. તેમણે વધુમાં કહ્યું કે ડબલ એન્જિનની સરકાર એટલે પંજાબમાં આ દાયકાનો સૌથી ઝડપી વિકાસ. પંજાબથી રેત માફિયા, ડ્રગ માફિયાની વિદાય. પંજાબના ઔદ્યોગિક એકમોમાં નવી ઉર્જા. પંજાબના યુવાઓને રોજગાર, સ્વરોજગારની નવી તકો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news