Video : મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર પ્રાર્થના સભામાં સામેલ થયા PM, કહ્યું- લાખો લોકોને પ્રેરિત કરે છે બાપુના આદર્શ

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ.. આજ શહીદ દિવસ પર અમે તે બધા મહાપુરૂષો અને મહાન મહિલાઓના બલિદાનને યાદ કરીએ છીએ, જેણે ભારતની આઝાદી અને પ્રત્યેક ભારતીયની કુશલતા માટે ખુદને સમર્પિત કરી દીધા. 

 Video : મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર પ્રાર્થના સભામાં સામેલ થયા PM, કહ્યું- લાખો લોકોને પ્રેરિત કરે છે બાપુના આદર્શ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગાંધી સ્મૃતિમાં મહાત્મા ગાંધી (Mahatma gandhi) ની પુણ્યતિથિ પર આયોજીત પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ પહેલા તેમણે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરીને કહ્યુ- મહાન બાપુની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ. બાપુના આદર્શ આજે પણ લાખો લોકોને પ્રેરિત કરે છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ.. આજ શહીદ દિવસ પર અમે તે બધા મહાપુરૂષો અને મહાન મહિલાઓના બલિદાનને યાદ કરીએ છીએ, જેણે ભારતની આઝાદી અને પ્રત્યેક ભારતીયની કુશલતા માટે ખુદને સમર્પિત કરી દીધા. 

— ANI (@ANI) January 30, 2021

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ (Ramnath Kovind), ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને પ્રધાનમંત્રી મોદી તથા રક્ષામંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં રાજઘાટ પહોંચી બાપુને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. 

— ANI (@ANI) January 30, 2021

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે, લોકોને શાંતિ, અહિંસા, સાદગી અને વિનમ્રતાના બાપુના આદર્શોનું પાલન કરવુ જોઈએ. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અમર-બલિદાન માટે કૃતજ્ઞ રાષ્ટ્ર તરફતી તેમની પુણ્ય સ્મૃતિને નમન કરુ છું. આવો આપણે મહાત્મા ગાંધીએ દેખાડેલા સત્ય અને પ્રેમના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરીએ. 

તો ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ એ કહ્યુ કે, અહિંસા જ સૌથી મોટો ધર્મ છે. જો આપણે તેનું સંપૂર્ણ રીતે પાલન ન કરી શકીએ તો આપણે તેની ભાવનાને સમજવી જોઈએ. તેમણે કહ્યુ કે, જ્યાં સુધી સંભવ હોય હિંસાનો ત્યાગ કરવો જોઈએ. ગાંધીજીના સિદ્ધાંત આજે પણ વિશ્વને કલ્યાણનો માર્ગ દેખાડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news