NITI Aayog ની બેઠકની અધ્યક્ષતા કરશે PM મોદી, સામેલ નહી થાય મમતા અને અમરિંદર

આ બેઠકમાં સંચાલન સમિતિના સભ્યો, કેન્દ્રીય મંત્રીઓ, નીતિ આયોગના વાઇસ ચેરમેન, સભ્યો અને CEO તેમજ ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.

NITI Aayog ની બેઠકની અધ્યક્ષતા કરશે PM મોદી, સામેલ નહી થાય મમતા અને અમરિંદર

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નીતિ આયોગની સંચાલન સમિતિની છઠ્ઠી બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકના એજન્ડામાં કૃષિ, માળખગત સુવિધાઓ, વિનિર્માણ, માનવ સંસાધન વિકાસ, પાયાના સ્તરે સેવાઓ પહોંચાડવી તેમજ આરોગ્ય અને પોષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા સમાવવામાં આવી છે.

સંચાલન સમિતિ આંતર-ક્ષેત્રીય, આંતર-વિભાગીય અને સંઘીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડે છે. તેમાં પ્રધાનમંત્રી, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો (UT)ના મુખ્યમંત્રીઓ તેમજ ધારાસભ્યો અને અન્ય UTના લેફ્ટેનન્ટ ગવર્નરો સામેલ હોય છે. છઠ્ઠી બેઠકમાં પ્રથમ વખત લદાખનો પ્રવેશ થઇ રહ્યો છે જ્યારે જમ્મુ અને કાશ્મીર પ્રથમ વખત કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ભાગ લેશે. 

આ વખતે, પ્રશાસકોના સંચાલન હેઠળના અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોને પણ જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં સંચાલન સમિતિના સભ્યો, કેન્દ્રીય મંત્રીઓ, નીતિ આયોગના વાઇસ ચેરમેન, સભ્યો અને CEO તેમજ ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.

નીતિ આયોગની આ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવાની છે, પરંતુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ બેઠકમાં ભાગ લેશે નહી. સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે નીતિ આયોગની બેઠકમાં જોડાશે નહી. તે અસ્વસ્થ્ય છે. તેમની જગ્યાએ પંજાબના નાણામંત્રી બેઠકમાં ભાગ લેશે. રાજ્યના નાણામંત્રી મનપ્રીત સિંહ બાદલ તેમના સ્થાને બેઠકમાં ભાગ લેશે. 

તો બીજી તરફ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે નહી. એક સમાચાર એજન્સીના અનુસાર પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ બેઠકમાં જોડાવવાની સંભાવના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news