TIME એ પીએમ મોદીને ગણાવ્યા 'કટ્ટર', જ્યારે તાલિબાની નેતા મુલ્લા બરાદર 'ઉદાર'

ટાઈમ મેગેઝીને 100 પ્રભાવશાળી લોકોની એક યાદી જાહેર કરી છે જેમાં પીએમ મોદીની સાથે સાથે મમતા બેનર્જીનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત લિસ્ટમાં તાલિબાનના સહ સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર પણ સામેલ છે. ટાઈમે મોદીને હિન્દુ રાષ્ટ્ર તરફ લઈ જનારા એટલે કે 'કટ્ટર' ગણાવ્યાં છે. જ્યારે તાલિબાનના મુલ્લા બરાદરને મોડરેટ ચહેરો એટલે કે 'ઉદાર' દર્શાવીને તેમનું બ્રાન્ડિંગ કર્યું છે. 
TIME એ પીએમ મોદીને ગણાવ્યા 'કટ્ટર', જ્યારે તાલિબાની નેતા મુલ્લા બરાદર 'ઉદાર'

નવી દિલ્હી: ટાઈમ મેગેઝીને 100 પ્રભાવશાળી લોકોની એક યાદી જાહેર કરી છે જેમાં પીએમ મોદીની સાથે સાથે મમતા બેનર્જીનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત લિસ્ટમાં તાલિબાનના સહ સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર પણ સામેલ છે. ટાઈમે મોદીને હિન્દુ રાષ્ટ્ર તરફ લઈ જનારા એટલે કે 'કટ્ટર' ગણાવ્યાં છે. જ્યારે તાલિબાનના મુલ્લા બરાદરને મોડરેટ ચહેરો એટલે કે 'ઉદાર' દર્શાવીને તેમનું બ્રાન્ડિંગ કર્યું છે. 

પીએમ મોદી વિરુદ્ધ ઈન્ટરનેશનલ એજન્ડા?
ટાઈમના ટાઈમિંગ ઉપર પણ સવાલ છે કારણ કે આ યાદી એવા સમયે બહાર પાડવામાં આવી કે જ્યારે પીએમ મોદી યુનાઈટેડ નેશન્સને સંબોધિત કરવા માટે અમેરિકા જવાના છે. સપ્ટેમ્બર 2019માં પીએમ મોદી અમેરિકા ગયા ત્યારે પણ તે સમયે પણ ટાઈમે મોદીને 'India's Divider In Chief' ગણાવ્યા હતા. તો શું આ પીએમ મોદી વિરુદ્ધ ઈન્ટરનેશનલ એજન્ડા છે?

મોદી 'કટ્ટર' અને બરાદર 'ઉદાર?
ટાઈમ મેગેઝિને પીએમ મોદી પર મુસ્લિમોના અધિકારો ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે તેમણે દેશને ધર્મનિરપેક્ષતાથી હિન્દુ રાષ્ટ્રવાદ તરફ ધકેલ્યો છે. આ ઉપરાંત પત્રકારોને કેદ કરવાનો અને ડરાવવા ધમકાવવાનો પણ આરોપ છે. જ્યારે મુલ્લા અબ્દુલ ગની બરાદરને 'શાંત અને ગુપ્ત' નેતા ગણાવ્યા છે. મેગેઝીને એમ પણ કહ્યું છે કે બરાદર તાલિબાનની અંદર એક ઉદારવાદી નેતા છે. 

દુનિયામાં પીએમ મોદીની ઓળખ
નરેન્દ્ર દામોદારદાસ મોદીની ઓળખ દુનિયાના સૌથી મોટા લોકતંત્રના પ્રધાનમંત્રી તરીકે છે. જે આતંક વિરુદ્ધ લડતમાં સક્રિય છે. પીએમ મોદીનું દુનિયામાં વર્લ્ડ લીડર તરીકે પણ સન્માન છે અને દુનિયાને આતંક વિરુદ્ધ એકજૂથ કર્યા છે. સતત બીજીવાર ભારતના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી તરીકે તેઓ જાણીતા છે. 

અબ્દુલ ગનીની ઓળખ
મુલ્લા અબ્દુલ ગની બરાદર તાલિબાન સરકારમાં ડેપ્યુટી પીએમ છે અને અફઘાનિસ્તાનમાં આતંકના દમ પર સરકાર બનાવી છે. દુનિયાભરમાં ખૂંખાર આતંકી તીરેક ઓળખ છે અને પાકિસ્તાનની જેલમાં 8 વર્ષ કેદ રહી ચૂક્યા છે. અબ્દુલ ગની બરાદરનો હેતુ દુનિયામાં ઈસ્લામિક રાજ સ્થાપવાનું છે. 

યાદીમાં આ નામ સામેલ
ટાઇમ પત્રિકા દ્વારા જાહેર 2021ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલા સામેલ છે. નેતાઓની આ વૈશ્વિક યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિંસ હેરી અને મેગન અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ છે. આ યાદીમાં તાલિબાનના સહ-સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદરનું નામ પણ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news