સ્ટાર્ટઅપ દુનિયાના લોકો પાણી બચાવવા માટે આગળ આવો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ની જયંતિના અવસર પર આજે કેન્દ્ર સરકાર અટલ ભૂજલ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.

સ્ટાર્ટઅપ દુનિયાના લોકો પાણી બચાવવા માટે આગળ આવો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી  (Atal Bihari Vajpayee)ની જયંતિના અવસર પર આજે કેન્દ્ર સરકાર અટલ ભૂજલ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી , જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રોહતાંગ ટનલનું નામ અટલ ટનલ રાખવાની શરૂઆત કરવામાં આવી છે. 

અટલ ભૂજલ યોજના
અટલ ભૂજલ યોજના સિંચાઇ અને પાણીને લઇને છે. પાણીની સમસ્યાના નિવારણ માટે અટલ ભૂજલ યોજના પર સરકાર પાંચ વર્ષમાં 6000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. 

પીએમ નરેન્દ્ર મોદી એ આ અવસર પર કહ્યું કે 'આજના આ અવસર દેશના ખૂણે ખૂણેથી ગામના સરપંચ અને તમામ મહાનુભવ આ કાર્યક્રમમાં અમારી સાથે સામેલ છે. તેમની સાથે-સાથે મનાલીમાં અટલજીના પ્રિય ગામ પ્રિણીથી આ સમારોહમાં લોકો ટેક્નોલોજીના માધ્યમથી જોડાયેલા છે. આજે સૌથી પહેલાં દેશવાસીઓને ક્રિસમસની શુભેચ્છા પાઠવી. આ દેશને બે રત્નોનો જન્મદિવસ છે. અટલ બિહારી વાજપેયી જી અને મહામના મદન મોહન માલવીયજીને હું કોટિ કોટિ નમન કરું છું. 

પીએમ નરેન્દ્ર મોદી એ કહ્યું કે મનાલીના પ્રિણીના લોકોને અટલજીના જન્મદિવસ પર મોટી ભેટ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. આજે હિમાચલને જમ્મૂ કાશ્મીર અને લેહ લદ્દાખથી જોડનાર રોહતાંગ ટનલ અટલજીના નામથી ઓળખવામાં આવશે. આ અટલજી જ હતા જેમણે આ માર્ગનું મહત્વ સમજ્યું અને વિકાસ માટે કાર્ય કર્યું. મારા માટે ખુશીની વાત છે કે જ્યારે સંગઠનનું કામ કરતો હતો ત્યારે અટલજીને હિમાચલના પ્રિણી આવતાં ઘણા કામ કરવાની તક મળી. તે સમયે મેં ક્યારે વિચાર્યું ન હતું કે આજે મને અટલજીના સપનાને નામ સાથે જોડવાનું સૌભાગ્ય મળશે. કારગિલ યુદ્ધ બાદ દ્રષ્ટિથી આ ખૂબ મહત્વપૂર્ણ થઇ ગયું હતું કે આપણે નવી વ્યવસ્થાઓને વિકસિત કરવી જોઇએ. 

પાણીનો વિષય અટલજીના હદયની ખૂબ નજીક હતો. શાંત કુમારજીના નેતૃત્વમાં પાણીને લઇને એક મોટી યોજનાને આકાર આપવામાં આવ્યો હતો. પરંતુ પછી અટલજીની સરકાર ન રહી અને પાણી યોજના વહી ગઇ. અમે ગત સરકાર દરમિયાન પણ આ કામને બળ આપ્યું અને હવે મિશન મોડ પર આ કામને વધારવા માટે બળ આપ્યું. અટલ ભૂજલ યોજના અથવા જલ જીવન મિશન સાથે જોડાયેલી ગાઇડલાઇન 2024 સુધી દેશના દરેક ઘર સુધી જળ પહોંચાડવાનું મિશન એક મોટું પગલું છે. 

આ પાણી જ છે જે બધાને પ્રભાવિત કરે છે. અમે પાંચ સ્તર પર એકસાથે કામ કરી રહ્યા છીએ. 

- પાણી સાથે જોડાયેલા વિભાગોને સાઇલોસને તોડ્યા છે. 

- અમે દરેક ક્ષેત્રની સ્થિતિઓને જોતાં યોજનાઓને બનાવવા પર ભાર મુકવામાં આવ્યું છે. 

- પાણીના યોગ્ય સંગ્રહ અને વિતરણ પર ધ્યાન આપ્યું. 

- પાણીનું રિસાઇક્લિંગ થાય તેને યોજનાઓમાં પ્રાથમિકતા આપી.

- જાગૃતતા અને જનભાગીદારીને વધારી

પીએમ મોદીએ કહ્યું કે ભૂજલ યોજના ત્યાં કામ કરશે જ્યાં પાણીનું સ્તર ખૂબ ઓછું થઇ ગયું છે. આ યોજનાથી સાત રાજ્યોમાં ભૂજલના સ્તરને ઉપર ઉઠાવવામાં મદદ મળશે. આ સાત રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સામેલ છે. આ રાજ્યોમાં 78 જિલ્લાઓમાં ઘણા ગ્રામ પંચાયતોમાં ભૂજલની સ્થિતિ ખૂબ વિકટ છે. આપણે જળ રક્ષણ અને જલ સંવર્ધન પર ભાર મુકવામાં આવશે. 

હું સ્ટાર્ટઅપ દુનિયાના લોકો પાણી બચાવવા માટે આગળ આવી શકીએ છીએ. તે એવી વ્યવસ્થા વિકસિત કરી શકે છે જેના કારણે ઓછામાં ઓછા પાણીમાં ગુજરાન કરવાની આદત પડે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે રોહતાંગ ટનલ માટે 400 કરોડ રૂપિયા રૂપિયાની રકમની મંજૂરી આપી હતી. પરંતુ બીઆરઓ એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને તેને 1000 કરોડ ઓછામાં પુરું કર્યું. રક્ષાએ મંત્રીએ કહ્યું કે આજે પીએમ મોદી દ્વારા રોહતાંગ ટનલના શુભારંભ બાદ આ અટલ ટનલના નામથી ઓળખવામાં આવશે. આ દેશવાસીઓ દ્વારા અટલજીને વિનમ્ર શ્રદ્ધાંજલિ છે. 

અટલ ટનલનું લગભગ 80 ટકા કામ પુરૂ થઇ ચૂક્યું છે. દાવા કરવામાં આવ્યો છે કે આ વિશ્વની સૌથી ઉંચી ટનલ થશે. મે 2020માં તેનું ઉદઘાટન પ્રસ્તાવિત છે. અટલ ટનલ બનવાથી મનાલી અને કેલાંગ વચ્ચે અંતર 45 કિલોમીટર ઓછું થઇ જશે. 

રોહતાંગ ટનલ બનાવતાં મનાલી અને કેલાંગ વચ્ચેનું અંતર લગભગ 45 કિલોમીટર ઓછું થઇ જશે. ટનલ બનતાં હિમવર્ષાના લીધે 6 મહિના દેશ અને દુનિયાથી કપાઇ જનાર જનજાતિય વિસ્તાર લાહોલ-સ્પિતિ વર્ષના 12 મહિના દુનિયાની હલચલ સાથે જોડાઇ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ 12 હજાર ફૂટની ઉંચાઇ પર બની રહેલી આ દુનિયાની સૌથી લાંબી ટ્રાફિક ટનલ ગણવામાં આવી રહી છે. તેના નિર્માણ પર લગભગ ચાર હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. 

ભવિષ્યમાં આ ટનલ લેહ લદ્દાખમાં તૈનાત સેના માટે પણ લાઇફ લાઇનની માફક કામ કરશે. પીર પંજાલની પહાડીઓને ભેદીને બનાવવામાં આવેલી આ સુરંગ નીચેથી વધુ એક ટનલનું નિર્માણ થઇ રહ્યું છે, જેને ઇમરજન્સીમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે ઉપયોગ કરવામાં આવશે. બીઆરઓની દેખરેખમાં ઓસ્ટ્રિયા અને ભારતની જોઇન્ટ વેંચર સ્ટ્રોબેગ-એફકોન કંપની તેનું નિર્માણ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news