PM Modi એ કહ્યું- દરેક રાજ્યમાં સ્થાનિક ભાષામાં શરૂ થશે મેડિકલ અને ટેક્નિકલ કોલેજ
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવવા માટે આસામ પહોંચ્યા. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નું સ્વાગત કર્યું. તેમણે અહીં બે હોસ્પિટલની આધારશિલા રાખી અને 'અસોમ માલા' કાર્યક્રમની શરૂઆત કરી. ત્યારબાદ પીએમ મોદી પશ્ચિમ બંગાળ જશે. આસામ (Assam) અને પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પીએમ મોદીનો આ પ્રવાસ ખુબ મહત્વનો ગણાઈ રહ્યો છે.
વધશે વિકાસ અને પ્રગતિ
પીએમ મોદી (PM Modi) એ અહીં સોનિતપુર જિલ્લાના ઢેકિયાજુલીમાં એક કાર્યક્રમમાં 'અસોમ માલા' કાર્યક્રમમાં સામેલ થતા કહ્યું કે અસોમ માલા રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપશે. આ પહેલ અસમની આર્થિક પ્રગતિ અને કનેક્ટિવિટીને વધુ સારી બનાવવામાં યોગદાન આપશે. તેમણે કહ્યું કે આગામી 15 વર્ષમાં આસામમાં પહોળા અને મોટા રસ્તા બનશે. આ પ્રોજેક્ટ તમારા સપનાને પૂરા કરશે. તેમણે કહ્યું કે વિકાસ અને પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે આ વખતે બજેટમાં મોટી જોગવાઈ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિશ્વનાથ અને ચરાઈદેવમાં મેડિકલ કોલેજો અને હોસ્પિટલોની પણ આધારશિલા રાખી. તેમણે કહ્યું કે તે આસામના સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપશે. ગત કેટલાક વર્ષોમાં રાજ્યે સ્વાસ્થ્ય દેખભાળમાં ઝડપથી પ્રગતિ કરી છે. તેનાથી માત્ર આસામ નહીં પરંતુ સમગ્ર ઉત્તર પૂર્વમાં લાભ થયો છે.
સ્થાનિક ભાષામાં મેડિકલ કોલેજ
પીએમ મોદીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે 'મારું સપનું છે કે દરેક રાજ્યમાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ માતૃભાષામાં અભ્યાસ કરાવવાનું શરૂ કરે. જ્યારે આસામમાં નવી સરકાર બનશે હું આસામના લોકોને એક વચન આપું છું કે આસામમાં હવે એક મેડિકલ કોલેજ સ્થાનિક ભાષામાં શરૂ કરીશું.' પીએમ મોદીએ કહ્યું કે ડોક્ટર એન્જિનિયર સ્થાનિક ભાષામાં અભ્યાસ કરીને પણ દેશના વિભિન્ન ભાગોમાં સેવાઓ આપશે. તેમણે કહ્યું કે આઝાદ ભારત જ્યારે 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે મારું એક સપનું છે કે દરેક રાજ્યમાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ, ઓછામાં ઓછી એક ટેક્નિકલ કોલેજ માતૃભાષામાં ભણાવવાનું શરૂ કરે. મારા દેશના ગરીબના ઘરમાં ટેલેન્ટની અછત નથી હોતી.
मेरे देश के गरीब के घर में टैलेंट की कमी नहीं होती है।
बस उन्हें अवसर नहीं मिलता।
आजाद भारत जब 75वें वर्ष में प्रवेश कर रहा है तो मेरा एक सपना है- हर राज्य में कम से कम एक मेडिकल कॉलेज, कम से कम एक टेक्निकल कॉलेज मातृभाषा में पढ़ाना शुरू करे।#NaMoWithNewAssam pic.twitter.com/jBKPyJNLee
— BJP (@BJP4India) February 7, 2021
ગુવાહાટીમાં જલદી એમ્સ હશે
તેમણે કહ્યું કે ગુવાહાટીમાં એમ્સનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ગત સરકારો કેમ સમજી શકી નહીં કે ગુવાહાટીમાં એમ્સ હશે તો અહીંના લોકોને કેટલો ફાયદો થશે. સરકાર આસામના વિકાસ માટે પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરી રહી છે. આસામમાં આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લગભગ સવા કરોડ લોકોને મળી રહ્યો છે.
આસામને વિકાસ માટે લાંબી રાહ જોવી પડી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કહ્યું કે આસામના સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યા હતા. આ શહીદોના લોહીના એક એક ટીપા અને સાહસ આપણા સંકલ્પોને મજબૂત કરે છે. આસામનો આ ભૂતકાળ વારંવાર મારા મનને આસામિયા ગૌરવથી ભરી રહ્યા છે. પૂર્વોત્તર અને આસામને વિકાસની સવાર માટે એક લાંબી રાહ જોવી પડી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે