Shocking! જૂહી-સચિન પછી તૂટી બીજી ટીવીની જોડી, ફેમસ સ્ટારકપલે લીધા ડિવોર્સ
આ દંપતિ છેલ્લા એક વર્ષથી સાથે નહોતું રહેતું
Trending Photos
મુંબઈ : ટેલિવિઝન જગતમાં છેલ્લા કેટલાક સમયથી સચિન શ્રોફ અને જૂહી પરમારના ડિવોર્સની ચર્ચા હતી અને ફરી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ટીવીજગતના સ્ટાર્સ અવિનાશ સચદેવા તેમજ શાલમલી દેસાઈના ત્રણ વર્ષના લગ્નજીવનનો અંત આવી ગયો છે. આ બંને છેલ્લા એક વર્ષથી અલગ રહેતા હતા.
છેલ્લા કેટલાક મહિનાથી અવિનાશ અને શાલમલીના ડિવોર્સના સમાચાર આવી રહ્યા હતા પણ આ વાતને માત્ર અફવા ગણાવવામાં આવી હતી. હવે અવિનાશે પોતે આ વાત સ્વીકારી લીધી છે. અવિનાશે સ્પોટબોયને આ વાતની જાણકારી આપી છે કે તેના અને શાલમલીના ડિવોર્સ થઈ ગયા છે તાજેતરમાં અવિનાશે બોમ્બે ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મારું લગ્નજીવન વણસી રહ્યું છે અને મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે.
અવિનાશથી અલગ થયા પછી શાલમલી તેની માતા સાથે રહે છે. શાલમલી અને અવિનાશના કોમન ફ્રેન્ડે આપેલી માહિતી પ્રમાણે શાલમલીને અવિનાશ પર ભરોસો નહોતો અને છેલ્લા બે-ત્રણ મહિનામાં તેમની વચ્ચે બહુ લડાઈ થઈ હતી. હવે તો પરિસ્થિતિ એવી થઈ છે કે બંને એકબીજાનો ચહેરો પણ જોવા નથી માગતા. અવિનાશ અને શાલમલીના લગ્ન 12 જૂન, 2015ના દિવસે થઈ હતી. તેમની પહેલી મુલાકાત સિરિયલ ઇસ પ્યાર કો ક્યા નામ દૂં...એક બાર ફિર સેના સેટ પર થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે