Mann Ki Baat: PM મોદીએ પ્રધાનમંત્રી સંગ્રહાલયનો કર્યો ઉલ્લેખ, લોકોને પૂછ્યા આ સવાલ
મન કી બાતની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ મ્યુઝિયમનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ 14 એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી પર પ્રધાનમંત્રી સંગ્રહાલયનું લોકાર્પણ થયું છે. તેને દેશના નાગરિકો માટે ખુલ્લુ મૂકાયું છે.
Trending Photos
Mann Ki Baat 88th Episode: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આ કાર્યક્રમનો આજે 88મો એપિસોડ છે. મન કી બાતની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ મ્યુઝિયમનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ 14 એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી પર પ્રધાનમંત્રી સંગ્રહાલયનું લોકાર્પણ થયું છે. તેને દેશના નાગરિકો માટે ખુલ્લુ મૂકાયું છે.
તેમણે ગુરુગ્રામમાં રહેતા સાર્થકનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ જણાવ્યું કે સાર્થક પ્રધાનમંત્રી સંગ્રહાલય જોઈને આવ્યા છે. તેમણે નમો એપ પર લખ્યું છે કે તેઓ વર્ષોથી ન્યૂઝ ચેનલ જુએ છે, સોશિયલ મીડિયાથી પણ કનેક્ટેડ છે. તેમને લાગતું હતું કે તેમનું જનરલ નોલેજ ઘણું સારું છે. પરંતુ જ્યારે તેઓ પીએમ સંગ્રહાલય ગયા તો તેમને જાણવા મળ્યું કે તેઓ અનેક ચીજો વિશે કશું જાણતા નથી. તેમણે વધુમાં કહ્યું કે સાર્થકજીએ લખ્યુ કે તેમને ખબર નહતી કે મોરારજીભાઈ પહેલા પ્રશાસનિક સેવામાં હતા. તેમને સંગ્રહાલયમાં મહાત્મા ગાંધી, જેપી નારાયણ, અને આપણા પૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નહેરુ વિશે પણ જ્ઞાનવર્ધક જાણકારી મળી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઈતિહાસ અંગે આપણા દેશના લોકોની જિજ્ઞાસા ખુબ વધી રહી છે. આ દરમિયાન તેમણે મ્યૂઝિયમ વિશે કેટલાક સવાલ પણ પૂછ્યા.
પીએમ મોદીએ પૂછ્યા આ 7 સવાલ
1. કયા શહેરમાં એક રેલવે મ્યુઝિયમ છે? જ્યાં 45 વર્ષથી લોકો ભારતીય રેલવેનો વારસો જોઈ રહ્યા છે.
2. મુંબઈમાં કયું મ્યુઝિયમ છે જ્યાં કરન્સીનું એવોલ્યુશન જોવા મળે છે. અહીં 6ઠ્ઠી સદીના સિક્કાની સાથે ઈ મની પણ છે.
3. વિરાસત એ ખાલસા કયા મ્યુઝિયમ સાથે સંકળાયેલું છે. આ મ્યુઝિમ પંજાબના કયા શહેરમાં છે.
4. દેશનું એકમાત્ર કાઈટ મ્યુઝિયમ કયા છે. અહીં રાખવામાં આવેલા સૌથી મોટા પતંગનો આકાર 22 X 16 ફૂટ છે.
5. ભારતમાં ટપાલ ટિકિટ સંલગ્ન નેશનલ મ્યુઝિયમ ક્યા છે.
6. ગુલશન મહેલ નામની ઈમારતમાં કયું મ્યુઝિયમ છે.
7. તમે એવા કોઈ મ્યુઝિયમ વિશે જાણો છો જે ભારતના ટેક્સટાઈલ સંલગ્ન વારસાને સેલિબ્રેટ કરે છે.
બાળકોને વૈદિક ગણિત શીખવવાની અપીલ
પીએમ મોદીએ કહ્યું કે ભારતીયો માટે ગણિત ત્યારેય મુશ્કેલ વિષય રહ્યો નથી. તેનું એક મોટું કારણ આપણું વૈદિક ગણિત પણ છે. તેમણે કહ્યું કે હું ઈચ્છુ છું કે તમામ માતા પિતા પોતાના બાળકોને વૈદિક ગણિત જરૂર શીખવાડે. તેનાથી તેમનો આત્મવિશ્વાસ તો વધશે જ આ સાથે તેમના મગજની વિશ્લેષણ કરવાની તાકાત પણ વધશે. ગણિતને લઈને કેટલાક બાળકોમાં જે પણ થોડો ઘણો ડર હોય છે તે ડર પણ સંપૂર્ણ રીતે જતો રહેશે.
UPI પર ભાર મૂક્યો
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભીમ યુપીઆઈ ઝડપથી આપણી અર્થવ્યવસ્થા અને આદતોનો ભાગ બની ગઈ છે. તમે પણ યુપીઆઈની સુવિધાને રોજબરોજના જીવનમાં મહેસૂસ કરતા હશો. તેમણે જાણકારી આપી કે હાલ આપણા દેશમાં લગભગ 20 હજાર કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન રોજ થઈ રહ્યા છે.
જુઓ Live
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે