PM Modi Nepal Visit: પ્રધાનમંત્રી મોદીએ બૌદ્ધ સંસ્કૃતિ અને વારસા કેન્દ્રની આધારશિલા રાખી

પ્રધાનમંત્રી નરન્દ્ર મોદી લુમ્બિની પહોંચ્યા ત્યારે નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉઆએ તેમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

PM Modi Nepal Visit: પ્રધાનમંત્રી મોદીએ બૌદ્ધ સંસ્કૃતિ અને વારસા કેન્દ્રની આધારશિલા રાખી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેપાળ પ્રવાસે છે. પીએમ મોદી પહેલા કુશીનગર પહોંચ્યા અને ત્યાંથી તેઓ M-17 હેલિકોપ્ટરથી નેપાળ માટે રવાના થયા હતા. અહીં તેમણે નેપાળના પીએમ શેર બહાદુર દેઉબા સાથે લુંમ્બિની બૌદ્દ વિહાર ક્ષેત્રમાં ભારત આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંસ્કૃતિ અને વારસા કેન્દ્રના નિર્માણ કાર્ય માટે આધારશીલા રાખી. નિર્માણકાર્ય પૂરું થયા બાદ તે વિશ્વસ્તરીય સુવિધાઓવાળું કેન્દ્ર બની જશે. 

નેપાળના પીએમ સાથે કરી વાર્તા
પીએમ મોદીએ લુમ્બિનીમાં નેપાળના પીએમ શેર બહાદુર દેઉબા સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. બંને નેતાઓએ બહુઆયામી દ્વિપક્ષીય ભાગીદારીમાં નવા ક્ષેત્રોને શોધવા તથા હાલના સહયોગને મજબૂત કરવાની રીતો પર ચર્ચા કરી. દેઉબાના નિમંત્રણ પર મોદી બુદ્ધ પૂર્ણિમાના અવસરે લુમ્બિની પહોંચ્યા. 

— ANI (@ANI) May 16, 2022

આ કેન્દ્રના નિર્માણ કાર્યની આધારશિલા રાખી
પીએમ મોદીએ નેપાળી સમકક્ષ શેર બહાદુર દેઉબા સાથે લુમ્બિની બૌદ્ધ વિહાર ક્ષેત્રમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજના નિર્માણ કાર્યની આધારશિલા રાખી. ભારતીય વિદેશ મંત્રાલયના એક નિવેદન મુજબ આ કેન્દ્રનું નિર્માણ ભારત સ્થિત આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ (આઈબીસી) કરી રહ્યું છે. આ માટે આઈબીસીને લુમ્બિની વિકાસ ટ્રસ્ટ દ્વારા જમીન પણ ફાળવવામાં આવી છે. 

— ANI (@ANI) May 16, 2022

શિલાન્યાસ સમારોહ બાદ બંને પ્રધાનમંત્રીએ કેન્દ્રના એક મોડલનું અનાવરણ પણ કર્યું. શિલાન્યાસ માટે પૂજા અર્ચના ત્રણેય પ્રમુખ બૌદ્ધ પરંપરાઓ થેરવાદ, મહાયાન અને વજ્રયાનથી સંબદ્ધ ભિક્ષુઓએ કરી. નિર્માણ કાર્ય પૂરું થયા બાદ તે વિશ્વ સ્તરીય સુવિધાઓવાળું કેન્દ્ર બની જશે. અહીં દુનિયાભરથી આવનારા શ્રદ્ધાળુઓ અને પર્યટક બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક જ્ઞાનનો આનંદ લઈ શકશે. તે બૌદ્ધ કેન્દ્ર અત્યાધુનિક સુવિધાઓથી લેસ હશે અને તે નેપાળનું પહેલું શૂન્ય કાર્બન ઉત્સર્જન ભવન હશે. માર્ચ 2022માં એક એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. 

 પીએમ મોદી લુમ્બિની પહોંચ્યા, નેપાળના પીએમએ આપ્યો મીઠો આવકાર
પ્રધાનમંત્રી નરન્દ્ર મોદી લુમ્બિની પહોંચ્યા ત્યારે નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાએ તેમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીના નેપાળ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક  કરાર પર હસ્તાક્ષર થશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 16, 2022

મહામાયાદેવી મંદિરની કરી મુલાકાત
પીએમ મોદી લુમ્બિનીમાં બૌદ્ધ પૂર્ણિમાના અવસરે મહામાયાદેવી મંદિર પહોંચ્યા. મંદિર સુંદર રીતે શણગારવામાં આવેલું છે. પીએમ મોદીની સાથે નેપાળના પ્રધાનમંત્રી અને તેમના પત્ની પણ છે. અહીં પીએમ મોદીએ મંદિરમાં ખાસ પૂજા-અર્ચના કરી. અત્રે જણાવવાનું કે લુમ્બિની ભગવાન ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ છે. આ અગાઉ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે નેપાળના શાનદાર લોકો વચ્ચે આવીને તેઓ ખુબ ખુશ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news