નમો એપ પર પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસને વારસામાં મળી છે બેરોજગારી

કર્ણાટક ચૂંટણી માટે મતદાનની તારીખમાં બસ થોડા દિવસો બાકી છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી કર્ણાટકમાં હાલ તાબડતોડ રેલીઓ કરી રહ્યાં છે. સોમવારે તેમણે નમો એપના માધ્યમથી કર્ણાટક ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. 

નમો એપ પર પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસને વારસામાં મળી છે બેરોજગારી

નવી દિલ્હી: કર્ણાટક ચૂંટણી માટે મતદાનની તારીખમાં બસ થોડા દિવસો બાકી છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી કર્ણાટકમાં હાલ તાબડતોડ રેલીઓ કરી રહ્યાં છે. સોમવારે તેમણે નમો એપના માધ્યમથી કર્ણાટક ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે આ અમારું સૌભાગ્ય છે કે લોકો ભાજપ પર વિશ્વાસ કરે છે. આપણા કાર્યકર્તાઓએ ગ્રાસરૂટ લેવલથી કામ શરૂ કરવું જોઇએ. કર્ણાટકમાં યુવાનોની પ્રશંસા કરતાં પીએમ મોદીએ કહ્યું કે કર્ણાટકનો યુવાન દરેક ક્ષેત્રમાં છવાયેલો છે, કર્ણાટકમાં જીત માટે યુવા શક્તિની જરૂર છે. 

કોંગ્રેસે આપણને બેરોજગારી વારસામાં આપી છે. કોંગ્રેસે કંઇ સારું કામ કર્યું નથી. ભાજપ પર જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કોંગ્રેસ કરે છે. કોંગ્રેસ પોતે કામ બતાવી શકતી નથી માટે જુઠ ફેલાવે છે. બેરોજગારી 4 વર્ષોથી આવી નથી, આ 60 વર્ષનું પરીણામ છે. કર્ણાટકના યુવાનો મહેનતું છે. 1 લાખ યુવાનોને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવી. 

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનાર કર્ણાટકના ખેલાડીઓની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે બેડમિંટનમાં અશ્વિની પોનપ્પાએ ખૂબ નામના મેળવી છે. તેમણે કહ્યું કે ગુરૂરાજાઅની વિનમ્રતાએ ખૂબ પ્રભાવિત કર્યો છે. તેમણે પોતાનો મેડલ ગામ અને દેશને સમર્પિત કર્યો. 

ભાજપના યુવા કાર્યકર્તાને રાજકીય હિંસાથી નફરત છે. લોકતંત્રમાં હિંસાને ક્યારેય સ્થાન મળ્યું નથી. વડાપ્રધાને કહ્યું કે પોતાના ઘોષણાપત્રમાં કર્ણાટકને વિશેષ મહત્વ આપ્યું છે. જો કર્ણાટકમાં ભાજપની સરકાર બનશે તો 60 નમ્મા બીપીઓ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news