Donald Trump સમર્થકોના હિંસક પ્રદર્શન પર PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના સમર્થકોએ ઈલેક્ટોરલ કોલેજ અંગેની બેઠક અગાઉ ગુરુવારે કેપિટલ બિલ્ડિંગમાં ખુબ ઉત્પાત મચાવ્યો અને તોડફોડ કરી. ઉપદ્રવીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા જ્યારે એક મહિલાનું મોત થયું હોવાના પણ અહેવાલ છે. વોશિંગ્ટનમાં હાલ કરફ્યૂ લાદી દેવાયો છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ અમેરિકાની આ તંગ પરિસ્થિતિ પર ટ્વીટ  કરીને કહ્યું કે સત્તા પરિવર્તન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. 

Donald Trump સમર્થકોના હિંસક પ્રદર્શન પર PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના સમર્થકોએ ઈલેક્ટોરલ કોલેજ અંગેની બેઠક અગાઉ ગુરુવારે કેપિટલ બિલ્ડિંગમાં ખુબ ઉત્પાત મચાવ્યો અને તોડફોડ કરી. ઉપદ્રવીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા જ્યારે એક મહિલાનું મોત થયું હોવાના પણ અહેવાલ છે. વોશિંગ્ટનમાં હાલ કરફ્યૂ લાદી દેવાયો છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ અમેરિકાની આ તંગ પરિસ્થિતિ પર ટ્વીટ  કરીને કહ્યું કે સત્તા પરિવર્તન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. 

વોશિંગ્ટન ડીસીની હિંસા જોઈને ચિંતિત- પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે વોશિંગ્ટન ડીસીમાં તોફાનો અને હિંસા અંગે જાણકારી મળ્યા બાદ ખુબ ચિંતિત છું. સત્તાનું હસ્તાંતરણ ક્રમબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. ગેરકાયદેસર વિરોધ માધ્યમથી લોકતાંત્રિક પ્રક્રિયાને પ્રભાવિત થવા દેવાય નહીં.

— Narendra Modi (@narendramodi) January 7, 2021

અમેરિકી સંસદમાં ઘૂસી ગયા ટ્રમ્પ સમર્થકો
અમેરિકી સંસદના બંને સદન એટલે કે સેનેટમાં બુધવારે ઈલેક્ટોરલ કોલેજના મતોની ગણતરી અને બાઈડેનની જીત પર મહોર મારવા માટે બેઠક શરૂ થઈ. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકો સંસદ બહાર ભેગા થઈ ગયા. નેશનલ ગાર્ડ્સ અને પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરી. પરંતુ કેટલાક લોકો કેપિટલ બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા અને મોટા પાયે તોડફોડ કરી. આ દરમિયાન ફાયરિંગ થયું અને એક મહિલાનું મોત પણ થયું. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે આ ગોળી કોણે ચલાવી હતી. 

શું છે આ સમગ્ર વિવાદ?
અત્રે જણાવવાનું કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 3 નવેમ્બરના રોજ ચૂંટણી થઈ હતી. જેમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનને 306 ઈલેક્ટોરલ કોલેજ મત અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 232 મત મળ્યા હતા. આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી અને સતત આરોપ લગાવતા રહે છે કે ચૂંટણીમાં મોટા પાયે ધાંધલી થઈ છે. જે અંગે અનેક રાજ્યોમાં ટ્રમ્પ સમર્થકો દ્વારા કેસ પણ કરાયા. પરંતુ મોટાભાગના કેસ કોર્ટે ફગાવી દીધા. હવે ટ્રમ્પ સમર્થકો હિંસા પર ઉતરી આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news