Donald Trump ના સમર્થકોનું હિંસક પ્રદર્શન, મહિલા સહિત 4 લોકોના મોત બાદ કરફ્યૂ, ટ્રમ્પના Twitter-Instagram એકાઉન્ટ સસ્પેન્ડ

આ હોબાળો એવા સમયે થયો કે જ્યારે અમેરિકી કોંગ્રેસમાં ઈલેક્ટોરલ કોલેજ અંગે ચર્ચા ચાલુ હતી. આ મીટિંગમાં જો બાઈડેનની ચૂંટણી જીતની પુષ્ટિ થવાની હતી. આ હિંસક ઘટનાની અમેરિકામાં અને વિશ્વમાં ખુબ ટીકા થઈ રહી છે.

Updated By: Jan 7, 2021, 10:33 AM IST
Donald Trump ના સમર્થકોનું હિંસક પ્રદર્શન, મહિલા સહિત 4 લોકોના મોત બાદ કરફ્યૂ, ટ્રમ્પના Twitter-Instagram એકાઉન્ટ સસ્પેન્ડ
તસવીર- સાભાર CNN ટ્વિટર

વોશિંગ્ટન: અમેરિકા (America) માં રાષ્ટ્રપતિ ચૂંટણી 2020ના પરિણામો પર હજુ પણ ખેંચતાણ ચાલુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)  ચૂંટણી ધાંધલીનો આરોપ લગાવીને સતત દબાણ સર્જી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વ્હાઈટ હાઉસ અને કેપિટલ બિલ્ડિંગ (US Capitol) ની બહાર જોરદાર હંગામો કર્યો. ત્યારબાદ વોશિંગ્ટન ડીસીમાં કરફ્યૂ લાગી ગયો છે. હિંસા દરમિયાન ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધી મહિલા સહિત 4 લોકોના મોત થયા છે. આ હોબાળો એવા સમયે થયો કે જ્યારે અમેરિકી કોંગ્રેસમાં ઈલેક્ટોરલ કોલેજ અંગે ચર્ચા ચાલુ હતી. આ મીટિંગમાં જો બાઈડેનની ચૂંટણી જીતની પુષ્ટિ થવાની હતી. આ હિંસક ઘટનાની અમેરિકામાં અને વિશ્વમાં ખુબ ટીકા થઈ રહી છે. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે નેશનલ ગાર્ડ્સે કાર્યવાહી કરવી પડી. અત્રે જણાવવાનું નવા ચૂંટાઈ આવેલા જો બાઈડેન 20મી જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેશે. 

વિદાય લેતા પહેલા ટ્રમ્પે ચીન પર કરી 'ડિજિટલ સ્ટ્રાઈક', અનેક ચીની એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ

જો બાઈડેને હંગામાને રાજદ્રોહ ગણાવ્યો. 
આ સમગ્ર ઘટના અંગે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવેલા જો બાઈડેને કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આહ્વાન કરું છું કે તેઓ પોતાની શપથ પૂરી કરે અને બંધારણની રક્ષા કરે અને આ ઘેરાબંધીને સમાપ્ત કરવાની માગણી કરે. બાઈડેને કહ્યું કે હું સ્પષ્ટ કરી દઉ કે કેપિટલ બિલ્ડિંગ પર જે હંગામો અમે જોયો તેવા અમે નથી. આ  કાયદાનને ન માનનારાની મર્યાદિત સંખ્યા છે. બાઈડેને કેપિટલ બિલ્ડિંગ પર થયેલા હંગામાને રાજદ્રોહ ગણાવ્યો. 

હિંસામાં એક મહિલા સહિત 4 લોકોના મોત, અનેક ઘાયલ
ચૂંટણીના પરિણામો પર અમેરિકી સંસદની બોલાવવામાં આવેલી બેઠક અગાઉ ટ્રમ્પ સમર્થકોની ભીડ વ્હાઈટ હાઉસ અને અમેરિકી કેપિટલ ભવન બહાર ભેગી થઈ ગઈ. ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગ પર હોબાળો પણ કર્યો. અહીં પોલીસ સાથે ઝપાઝપીના પણ સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ યુએસ કેપિટલમાં થયેલી હિંસામાં એક મહિલા સહિત ચાર નાગરિકોનું મોત નિપજ્યું છે. 

S-400: US રાજદૂતે કહ્યું-અમે મિત્રો પર કાર્યવાહી નથી કરતા પણ ભારતે 'કોઈ એકની પસંદગી' કરવી પડશે

ટ્રમ્પે સમર્થકોને શાંતિ જાળવી રાખવાની કરી અપીલ
જો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે સમર્થકોને શાંતિપૂર્ણ પ્રદર્શનની અપીલ કરતા કહ્યું કે પ્રદર્શનમાં હિંસા થવી જોઈએ નહીં. યાદ રાખો આપણે કાયદો અને વ્યવસ્થાની પાર્ટી છીએ. 

ફેસબુક, ટ્વિટર, યુટ્યૂબની કાર્યવાહી
હોબાળા અને હિંસાના પગલે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પની ત્રણ ટ્વીટ રિમૂવ કરી જેમાં ટ્રમ્પે તેમના સમર્થકોને કરેલા સંબોધનનો પણ વીડિયો સામેલ છે. આ ઉપરાંત ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક માટે લોક પણ કરી દીધુ. ટ્વિટર બાદ ફેસબુક અને યુટ્યૂબે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધનવાળા વીડિયોને હટાવી દીધો. 

ટ્રમ્પ સમર્થકોને હટવાનું કહે-કમલા હેરિસ
ઉપરાષ્ટ્રપતિ પદ માટે  ચૂંટાઈ આવેલા કમલા હેરિસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોને યુએક કેપિટલથી હટાવવાની માગણી કરી છે. ટ્રમ્પ સમર્થક પોલીસ સાથે ભીડી ગયા હતા. કમલા હેરિસે કહ્યું કે ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગની સુરક્ષા વ્યવસ્થાને ભંગ કરી. હેરિસે એક ટ્વીટમાં કહ્યું કે હું કેપિટલ અને આપણા દેશના લોક સેવકો પર હુમલા માટે બાઈડેનના આહ્વાનમાં સામેલ છું જેમાં તેમણે કહ્યું કે લોકતંત્રના કામને આગળ વધવા દે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube