CICનાં આદેશને નકારી PMOએ કાળાનાણાની માહિતી આપવાનો કર્યો ઇન્કાર

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, હાલ કેટલાક કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે માટે માહિતી જાહેર કરવી યોગ્ય નહી

CICનાં આદેશને નકારી PMOએ કાળાનાણાની માહિતી આપવાનો કર્યો ઇન્કાર

નવી દિલ્હી : વડાપ્રધાન કાર્યાલય (PMO)એ માહિતી અધિકાર (RTI)ના અધિનિયમનાં પ્રથમ પ્રાવધાનનો હવાલો ટાંકતા વિદેશથી લવાયેલ કાળાનાણાની માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે. આ મુદ્દે તપાસ અને આરોપીઓની વિરુદ્ધ કેસમાં અડચણ થતી હોવાને ધ્યાને રાખીને આરટીઆઇનો આ અધિનિયમ માહિતીના ખુલાસા પર પ્રતિબંધને મંજુરી આપે છે. કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ 16 ઓક્ટોબરે એક પ્રસ્તાવ પસાર કરીને પીએમઓને 15 દિવસની અંદર  કાળાનાણઆ અંગેની માહિતી આપવા માટે જણાવ્યું હતું. 

કાળા નાણાસાથે જોડાયેલી માહિતી મુદ્દે આરટીઆઇ હેઠળ પુછાયેલા સવાલનો જવાબ આપતા પીએમઓએ કહ્યું કે, આ મુદ્દાની તપાસ માટે વિશેષ તપાસ દળ (સીટ)ની રચના પહેલા જ કરી લેવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે. વ્હિસલબ્લોઅર બ્યૂરોક્રેટ સંજીવ ચતુર્વેદી દ્વારા દાખલ આરટીઆઇનો જવાબ આપતા પીએમઓએ કહ્યું કે, સરકાર દ્વારા કરવામાં આવી રહેલી તમામ કાર્યવાહી- પ્રયાસનો તે સમયે ખુલાસો કરવાથી તપાસની સંપુર્ણ પ્રક્રિયા અથવા આરોપીઓની વિરુદ્ધ કાર્યવાહીમાં અડચણ પેદા થઇ શકે છે, જેના કારણે આ મુદ્દે આરટીઆઇ એક્ટની કલમ 8(1) (એચ) હેઠળ ખુલાસો નહી કરવાની છુટ મળે છે. 

વડાપ્રધાને કહ્યું કે, આ તપાસ અલગ અલગ સરકારી તપાસ એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓનાં વર્તુળમાં છે, જેને આરટીઆઇ એક્ટનાં વર્તુળથી બહાર રાખવામાં આવ્યા છે. ભારતીય વન સેવા (IFS)ના અધિકારીએ આરટીઆઇ દ્વારા સરકારને સવાલ પુછ્યો હતો કે જુન 2014થી માંડીને અત્યાર સુદી વિદેશથી કેટલા કાળા નાણા ભારત લાવવામાં આવ્યા છે. 

પીએમઓએ ગત્ત વર્ષે ઓક્ટોબરમાં આરટીઆઇનાં શરૂઆતી જવાબમાં કહ્યું હતું કે, આ સવાલ પારદર્શિતા કાયદાની કલમ 2(F)નાં વર્તુળમાં નથી. જે માહિતીને પરિભાષિત કરે છે. ત્યાર બાદ ચતુર્વેદીએ સીઆઇસીનો દરવાજો ખટખટાવ્યો, જેણે ગત્ત મહિને પીએમઓને માહિતી 15 દિવસની અંદર આપવાનો આદેશ આપ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news