મહિલા સબ ઇન્સ્પેક્ટરનું લગ્નનું કાર્ડ થયું વાઇરલ, જાણો શું છે મામલો...
લગ્ન ભરતપુરના કુમ્હેર વિસ્તારના બેલારા કલા ગામમાં થશે
Trending Photos
ભરતપુર : રાજસ્થાનના ભરતપુરના કુમ્હેર વિસ્તારના બેલારા કલા ગામમાં ટ્રાફિક પોલીસની મહિલા સબ-ઈન્સ્પેક્ટર મંજૂ ફૌજદારના 19 એપ્રિલ, 2018ના દિવસે લગ્ન છે. મંજુના લગ્નની કંકોતરી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ છે. મંજુના લગ્નની કંકોત્રીમાં નિમંત્રણની સાથે ટ્રાફિક રૂલ્સ પણ છાપવામાં આવ્યા છે. 19 એપ્રિલે મંજૂના લગ્ન શિક્ષક હરવીર સિંહ સાથે થશે. લગ્નની કંકોત્રીમાં ટ્રાફિકના 6 નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ તમામ નિયમો પાળવાની ખાસ સલાહ દેવામાં આવી છે.
પોતાની આવી અનોખી કંકોતરી બનાવવા પાછળ મંજૂનું વ્યક્તિગત કારણ જવાબદાર છે. મંજૂ જ્યારે 1 વર્ષની હતી ત્યારે રેડ એક્સિડન્ટમાં તેના પિતાનું અને 2006માં માર્ગ અકસ્માતમાં તેના ભાઈ દેવેન્દ્ર સિંહનું અવસાન થયું હતું. મંજૂની માતાએ મંજૂને ભણાવવામાં કોઈ કચાશ ન રાખી જેના પરિણામે આજે મંજૂ એક સબ-ઈન્સ્પેક્ટર છે. મંજૂ ટ્રાફિક વિભાગમાં જોડાઈ ત્યારે તેણે નક્કી કર્યું કે તે લોકોને રોડ એક્સિડંટ અને ગાડી ચલાવવાના નિયમો અંગે માહિતગાર કરશે કારણકે તે રોડ દુર્ઘટનામાં પિતા અને ભાઈને ગુમાવી ચૂકી છે. આમ, અંગત કારણોસર મંજૂ બધામાં ટ્રાફિક વિશે જાગૃતિ ફેલાવી રહી છે.
હવે લગ્ન માટે મંજૂ જ્યારે રજા પર જવાની છે ત્યારે લગ્નની કંકોત્રી દ્વારા જાગૃતિ ફેલાવવાનું કામ ચાલુ રાખ્યું છે. આ કારણોસર તેણે કાર્ડ પર નિમંત્રણની સાથે સાથે ટ્રાફિકના નિયમો પણ લખી દીધા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે