Manipur Election 2022: મણિપુરમાં 38 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન, CM એન. બીરેન સિંહે પૂજા બાદ કર્યું મતદાન

પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી છે. આજે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 38 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું છે.

Manipur Election 2022: મણિપુરમાં 38 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન, CM એન. બીરેન સિંહે પૂજા બાદ કર્યું મતદાન

નવી દિલ્હી: પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી છે. આજે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 38 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું છે. સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઈ ગયું. 38 વિધાનસભા બેઠકો માટે 173 ઉમેદવારો મેદાનમાં છે. 

CM એન. બીરેન સિંહે પૂજા બાદ કર્યું મતદાન
મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે ઈમ્ફાલમાં પોતાના નિવાસ પર મતદાન પહેલા પૂજા કરી. ત્યારબાદ બીરેન સિંહે ઈમ્ફાલના શ્રીવન હાઈ સ્કૂલમાં મતદાન કર્યું. મત આપ્યા બાદ તેમણે કહ્યું કે મને આશા છે કે મારા મત વિસ્તારના 75 ટકા લોકો ભાજપ અને મને મત આપશે. ભાજપ પહેલા તબક્કામાં 38માંથી ઓછામાં ઓછી 30 બેઠકો માટે આશા સેવી રહ્યો છે. 

— ANI_HindiNews (@AHindinews) February 28, 2022

મતદાન શરૂ
સવારે સાત વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે. જે 38 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તેમાંથી 29 બેઠકો ડુંગરાળ વિસ્તારની છે. જેમાં ઈમ્ફાલ ઈસ્ટ, ઈમ્ફાલ વેસ્ટ અને બિષ્ણુપુર જિલ્લાની બેઠકો સામેલ છે. અન્ય નવ વિધાનસભા બેઠકોમાં ચૂડાચંદપુર, કાંગપોકપી અને ફેરઝોલ જિલ્લાની બેઠકો છે. પહેલા તબક્કાના મતદાન બાદ 173 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. 

મણિપુર ચૂંટણીના પહેલા તબક્કામાં જે 173 ઉમેદવારોનું ભાગ્ય દાવ પર છે તેમાં 15 મહિલા ઉમેદવારો પણ સામેલ છે. મુખ્યમંત્રી એન બીરેન સિંહ સાથે જ તેમના મંત્રીમંડળના સાથે થોંગમ બિસ્વજીત સિંહ, વિધાનસભાના સ્પીકર વાય ખેમચંદ સિંહ, ડેપ્યુટી સીએમ યુમનામ જોયકુમાર સાથે જ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એન લોકેશ સિંહના ભાગ્યનો ફેંસલો પણ આ તબક્કાના મતદાનમાં જ થશે. 

ચૂંટણી અધિકારીઓએ શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. મતદાન કેન્દ્રો પર સ્થાનિક પોલીસની સાથે જ અર્ધસૈનિક દળોના જવાનો પણ તૈનાત છે. જે જિલ્લાઓમાં મતદાન છે ત્યાંની પોલીસ અલર્ટ પર છે. જિલ્લાની સરહદો પર ચેકિંગ તેજ કરાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news