પ્રમોદ સાવંત બન્યા ગોવાના નવા મુખ્યમંત્રી, અડધી રાતે મંત્રીઓ સાથે લીધા શપથ

 ગોવામાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન બાદ તેજીથી રાજનીતિક ઘટનાક્રમમાં બદલાવ આવ્યો. તેના બાદ બીજેપી આલાકમાને પ્રમોદ સાવંતને મનોહર પર્રિકરના ઉત્તરાધિકારી પસંદ કર્યા. પ્રમોદ સાવંત રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમનો શપથ ગ્રહણ સમારોહ સમાચારમાં રહ્યો. 

પ્રમોદ સાવંત બન્યા ગોવાના નવા મુખ્યમંત્રી, અડધી રાતે મંત્રીઓ સાથે લીધા શપથ

પણજી : ગોવામાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન બાદ તેજીથી રાજનીતિક ઘટનાક્રમમાં બદલાવ આવ્યો. તેના બાદ બીજેપી આલાકમાને પ્રમોદ સાવંતને મનોહર પર્રિકરના ઉત્તરાધિકારી પસંદ કર્યા. પ્રમોદ સાવંત રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમનો શપથ ગ્રહણ સમારોહ સમાચારમાં રહ્યો. સોમવારે દિવસભર ચાલેલી ગરમાગરમી બાદ સાવંતના નામ પર મહોર લાગી હતી. જોકે, તેમના નામ પર સહમતિ બનાવવામાં બીજેપી આલાકમાન અને ખાસ કરીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને બહુ જ મહેનત કરવી પડી હતી. રાત્રે 1.50 કલાકે પ્રમોદ સાવંતને રાજ્યપાલ મૃદુલા સિન્હાને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા હતા. 

રાત્રે 1.46 કલાકે રાજ્યપાલ મૃદુલા સિન્હા દરબાર હોલ પહોંચ્યા હતા. રાષ્ટ્રગીત બાદ શપથ ગ્રહણ સમારોહ શરૂ થયો. સૌથી પહેલા પ્રમોદી સાવંતે પદ અને ગુપ્તતાના શપથ લીધા. તેમણે કોંકણી ભાષામાં શપથ લીધા. પ્રમોદ સાવંત બાદ ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈએ મંત્રીપદના શપથ લીધા. તેના બાદ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના સુદીન ધવલીકરે પદ અને ગુપ્તતતાના શપથ લીધા. વિજય સરદેસાઈ અને સુદીન ધવલીકર રાજ્યના નવા ડેપ્યુટી સીએમ હશે.

આ ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ
આ શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ઉપરાંત 11 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા. મંત્રીપદના શપથ લેનારા ધારાસભ્યોમાં મનોહર અજગાંવકર, રોહન ખવટે, જયેશ સાલગાંવકર, વિશ્વજીત રાણે, માવેન ગુડીનો સામેલ રહ્યા. ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણેય ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા. આ ઉપરાંત ગોવિંદ ગાવડે, વિનોદ પાલેકર, મીલિંદ નાઈક અને નિલેશ કોબરાલેએ પણ મંત્રીપદના શપથ લીધા. 

આ પહેલા સોમવારે પોતાના સહયોગી દળો સાથે થયેલી બેઠકો બાદ ભાજપ રાજ્યમાં આ ગતિરોધથી દૂર રહેવામાં સફળ રહી. દિવસભર બીજેપી પોતાના સહયોગીઓને મનાવતી રહી. પહેલા કહેવામાં આવ્યું કે, રાત્રે 9 વાગ્યે શપથ ગ્રહમ સમારોહ થશે. પછી કહેવાયું કે, રાત્રે 11 વાગ્યે થશે. તેના બાદ રાત્રે દોઢ કલાકે શપથ ગ્રહણ સમારોહ થયો. અંદાજે 8 કલાકની મેરેથોન બેઠક બાદ બીજેપી કોઈ રીતે પોતાના રાજ્યને બચાવવામાં સફળ રહી. 

પર્રિકર જ્યારે મુખ્યમંત્રી હતી, તે સમયે ઉપમુખ્યમંત્રી પદ જેવી કોઈ વ્યવસ્થા ન હતી. ભાજપના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું કે, અમે ગઠબંધનના સહયોગીઓને રાજી કરવામાં સફળ રહ્યા અને રાજ્ય માટે બે ઉપમુખ્યમંત્રીના ફોર્મ્યુલાને અંતિમ રૂપ આપ્યું. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે સાંજે કહ્યું હતું કે, ગોવાના આગામી મુખ્યમંત્રીના નામને લઈને ભાજપ અને તેના સહયોગી પાર્ટીઓની વચ્ચે કોઈ નિર્ણય લેવાયો ન હતો. 

હાલ કોંગ્રેસ સૌથી પાર્ટી
આ સમયે પણ કોંગ્રેસ 14 ધારાસભ્યોની સાથે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી છે. 40 ધારાસભ્યોવાળી વિધાનસભામાં ભાજપ પાસે 12 ધારાસભ્ય છે. ભાજપ ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસૂઝાના નિધન તથા રવિવારે પર્રિકરના નિધન તથા ગત વર્ષે કોંગ્રેસના બે ધારાસભ્યો સુભાષ શિરોડકર અને દયાનંદ સોપ્તેએ રાજીનામુ આપતા હવે વિધાનસભાની ક્ષમતા ઘટીને હવે 36 થઈ ગઈ છે. 

મને મોટી જવાબદાર આપી છે - સાવંત
ગોવાના નવા મુખ્યમંત્રીના રૂપમાં શપછ લેવા માટે તૈયાર પ્રમોદ સાવંતે સોમવારે રાત્રે જ કહ્યું હતું કે, હવે તેમની પાર્ટી ભાજપે તેમને એક મોટી જવાબદારી આપી છે. તેમણે રાજનીતિમાં આવવાનું શ્રેય દિવંગત મુખ્યમંત્રી મનોહર પર્રિકરને આપ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news