President Election 2022: રાષ્ટ્રપતિ ઉમેદવારની રેસમાં આ નામ છે સૌથી આગળ, આ દિગ્ગજો પણ યાદીમાં સામેલ

President Election 2022: રાષ્ટ્રપતિ ચૂંટણી ઢૂંકડી છે અને નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બુધવારે શરૂ થયેલી પ્રક્રિયાના પહેલા દિવસે 11 લોકોએ ઉમેદવારી નોંધાવી. ચૂંટણી પંચે નામાંકન દાખલ કરવાની પ્રક્રિયા 29 જૂન સુધી રાખી છે.

President Election 2022: રાષ્ટ્રપતિ ઉમેદવારની રેસમાં આ નામ છે સૌથી આગળ, આ દિગ્ગજો પણ યાદીમાં સામેલ

President Election 2022: રાષ્ટ્રપતિ ચૂંટણી ઢૂંકડી છે અને નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બુધવારે શરૂ થયેલી પ્રક્રિયાના પહેલા દિવસે 11 લોકોએ ઉમેદવારી નોંધાવી. ચૂંટણી પંચે નામાંકન દાખલ કરવાની પ્રક્રિયા 29 જૂન સુધી રાખી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીના શોર વચ્ચે વિપક્ષે પણ બુધવારે એક બેઠક કરી. જેમાં ઉમેદવારના નામ પર મંથન થયું. બીજા બાજુ સત્તાધારી પક્ષ ભાજપ તરફથી રાજનાથ સિંહ ઉમેદવારના નામ પર સર્વસામાન્ય સહમતિ બનાવવા માટે વિપક્ષ સાથે વાતચીત કરી રહ્યા છે. 

રાજનાથ સિંહે કોંગ્રેસના મલ્લિકાર્જૂન ખડગે, ઓડિશાના મુખ્યમંત્રી અને બીજેડી પ્રમુખ નવીન પટનાયક અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સાથે વાત કરી છે. રક્ષામંત્રીએ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે પણ વાત કરી. રિપોર્ટ્સ મુજબ રાજનાથ સિંહ એનસીપી પ્રમુખ શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી દેવગૌડા અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ વાત કરશે. 

દિલ્હી કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં બુધવારે શરદ પવારની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ. બેઠકમાં વિપક્ષી દળો તરફથી શરદ પવારના નામને આગળ વધારવા પર સહમતિ થઈ. જો કે શરદ પવાર સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ઉમેદવાર નહીં બને. પવારના ઈન્કાર કર્યા બાદ વિપક્ષ નવા નામની શોધમાં છે. 

વિપક્ષની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે  જો શરદ પવાર પોતે પોતાના નામની હા પાડે તો સારું રહેશે. નહીં તો જોઈન્ટ ઉમેદવારના નામ પર વિચાર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ બેઠકમાં ફારુક અબ્દુલ્લાના નામ ઉપર પણ ચર્ચા થઈ. જો કે ઉમર અબ્દુલ્લાએ તેમના નામનો વિરોધ કર્યો. ઉમરે કહ્યું કે તેમના નામની ચર્ચા ન કરવી જોઈએ.

જે જાણકારી સામે આવી રહી છે તે મુજબ પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બે નામ સૂચવ્યા. જેમાંથી એક  પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધી અને બીજું નામ ફારુક અબ્દુલ્લા છે. પરંતુ આ નામો પર કોઈ ચર્ચા થઈ નહીં. જાણવા મળ્યું છે કે ઉમેદવારનું નામ  ફાઈનલ કરવા માટે વિપક્ષી નેતાઓ 21 જૂને ફરીથી બેઠક કરશે.

વિપક્ષ જોઈન્ટ ઉમેદવાર મેદાનમાં ઉતારશે
વિપક્ષની  બેઠકમાં એ નક્કી થયું કે તેઓ ચૂંટણીમાં જોઈન્ટ ઉમેદવાર ઉતારશે. વિપક્ષ સત્તાધારી ભાજપના ઉમેદવાર સામે પોતાના એક મજબૂત ઉમેદવારને ઉતારવા માટે સહમત થયો છે. વિપક્ષ તરફથી બેઠક બાદ આવેલા એક નિવેદનમાં કહેવાયું કે આગામી રાષ્ટ્રપતિ ચૂંટમીમાં જે ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પર થઈ રહી છે તેમાં અમે એક એવા સર્વસામાન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જે વાસ્તવમાં બંધારણના સંરક્ષક તરીકે કામ કરી શકે અને મોદી સરકારને ભારતીય લોકતંત્ર અને ભારતના સામાજિક તાણા વાણાને વધુ નુકસાન પહોંચાડતા રોકી શકે. 

અત્રે જણાવવાનું કે ચૂંટણી પંચ 18 જુલાઈના રોજ થનારી 16મી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડી ચૂક્યું છે. નોટિફિકેશન મુજબ નામાંકન 29 જૂન સુધીમાં દાખલ થઈ શકશે અને 30 જૂનના રોજ દસ્તાવેજોની ચકાસણી થશે. ચૂંટણી મેદાનમાંથી નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 2 જુલાઈ છે. ચૂંટણી 18 જુલાઈએ થશે અને મતગણતરી 21 જુલાઈએ થશે. 

NDA તરફથી કોણ હોઈ શકે છે ઉમેદવાર
વિપક્ષી દળ સાથે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે પણ પોતાના ઉમેદવારનો નામ પર ચૂપ્પી સાધી છે. જો કે ભાજપ તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ફરી એકવાર તક આપવા કાર્યકાળ લંબાવવા માટે નોમિનેટ કરાય તેવી શક્યતા નથી. પરંતુ અનેક ઉમેદવારોના નામની અટકળો થઈ રહી છે. જે આ પ્રમાણે છે...

- આરિફ મોહમ્મદ ખાન
- દ્રોપદી મુર્મૂ
- અનસૂયા ઉઈકે
- તમિલસાઈ સુંદરરાજન
- સુમિત્રા મહાજન
- મુખ્તાર અબ્બાસ નકવી 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news