બજેટ 2018: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સાંસદોના પગારમાં વધારો, જાણો કેટલો થયો પગાર

લોકસભામાં બજેટ ભાષણ દરમિયાન નાણાપ્રધાન જેટલીએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સાંસદોના પગાર વધારવાનું એલાન કર્યું છે. 

 

  બજેટ 2018: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સાંસદોના પગારમાં વધારો, જાણો કેટલો થયો પગાર

નવી દિલ્હીઃ લોકસભામાં બજેટ 2018ના ભાષણ દરમિયાન નાણાપ્રધાન અરૂણ જેટલીએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પગાર વધારવાની જાહેરાત કરી છે. નવા પ્રસ્તાવ મુજબ રાષ્ટ્રપતિનું વેતન 5 લાખ, ઉપરાષ્ટ્રપતિનું વેતન 4 લાખ અને રાજ્યપાલનું વેતન 3.5 લાખ હશે. આ દરમિયાન નાણાપ્રધાને જણાવ્યું કે, સાંસદોના પગારમાં પણ વધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, દર પાંચ વર્ષે સાંસદોના વેતન-ભથ્થામાં વધારો કરવામાં આવશે. 

ઘણી મોટી જાહેરાતનું એલાન કર્યું 

આ પહેલા નાણાપ્રધાને લોકસભામાં ઘણી મોટી યોજનાની જાહેરાત કરી. દેશના ગરીબ લોકોના સ્વાસ્થ્ય માટે આયુષ્માન ભારત યોજનાનું એલાન કર્યું. આ યોજના અંતર્ગત 50 કરોડ લોકોને 5 લાખ રૂપિયાનો હેલ્થ વીમો મળશે. તેમણે કહ્યું કે દેશની 40 ટકા વસ્તીને સરકારી હેલ્થ વીમો ઉપલબ્ધ કરાવશે. આ સાથે જ ટીવીના દરેક દર્દીઓને મહિને 500 રૂપિયાની સહાયતા આપવામાં આવશે. 

આવાસ આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી 

અરૂણ જેટલીએ સરકારના છેલ્લા પૂર્ણ બજેટમાં સામાન્ય લોકોને સસ્તા મકાન આપવા માટે પોતાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, સરકારની ઈચ્છા શહેરી અને ગ્રામિણ વિસ્તારમાં સસ્તા મકાન ઉપલબ્ધ કરાવશે. નાણાપ્રધાને કહ્યું કે, પહેલા કરતા ભારતમાં વ્યાપાર કરવો સરળ થયો છે. ભારત વિશ્વમાં ઝડપથી વધતી આર્થિક અર્થવ્યવસ્થા છે. 

પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે 

જીએસટી આવ્યા બાદ ટેક્સના સંગ્રહમાં વધારો થયો છે. તેનાથી ભારત આવનારા સમયમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. નાણાપ્રધાને આશા વ્યક્ત કરી કે વર્ષ 2017-18માં નિકાસ 15 ટકા સુધી વધશે. આઈએમએફે અમારા વખાણ કર્યા છે. અમારી સરકારનો પ્રથમ ત્રણ વર્ષમાં સરેરાશ વિકાસદર 7.5 ટકા રહ્યો છે. લોકોની મુશ્કેલી જોતા સરકારે બીજજરૂરી કાયદા સમાપ્ત કર્યા છે. 

ઈઝ ઓફ લિવિંગ પર સરકારનું ફોકસ

નાણાપ્રધાને કહ્યું કે અમારો ભાર ઈઝ ઓફ લિવિંગ પર છે. સરકારના પ્રયાસોથી દેશમાં રોકાણમાં વધારો થયો છે. સરકાર સતત ગરીબી દુર કરવાનો પ્રયત્ન કરી રહી છે. સરકારનો ભાર ગામડાઓના વિકાસ પર છે. વર્ષ 2016-17માં 300 મિલિયન ટન ફળો અને શાકભાજીનું ઉત્પાદન થયું છે. આ દરમિયાન સામાન્ય લોકોના જીવનમાં સરકારની દખલ ઓછી થઈ છે. 

president salary

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news