Presidential Elections 2022: રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને ભાજપની મહત્વપૂર્ણ બેઠક, કરવામાં આવી શકે છે મોટી જાહેરાત
રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 ને લઇને રાજકીય પક્ષો વચ્ચે ગરમાગરમી તેજ થઇ ગઇ છે. ચૂંટણીને લઇને વિપક્ષી બેઠક બાદ હવે ભાજપ પણ મંથન કરી રહી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને ભાજપની મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. આ બેઠક બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે યોજાઇ રહી છે.
Trending Photos
Presidential Elections 2022: રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 ને લઇને રાજકીય પક્ષો વચ્ચે ગરમાગરમી તેજ થઇ ગઇ છે. ચૂંટણીને લઇને વિપક્ષી બેઠક બાદ હવે ભાજપ પણ મંથન કરી રહી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને ભાજપની મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. આ બેઠક બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે યોજાઇ રહી છે. આ બેઠકમાં ગજેન્દ્ર શેખાવત, અશ્વિની વૈષ્ણવ, ઓમ પાઠક, વિનોદ તાવડે, સંબિત પાત્રા, અર્જુન રામ મેઘવાલ, જી કિશન રેડ્દી તથા અન્ય હાજર છે. ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં પહોંચ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાઇ રહેલી આ બેઠકમાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને વિસ્તારપૂર્વક ચર્ચા થઇ રહી છે. તમને જણાવી દઇએ કે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહએ તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે તેમાં ખાસ પ્રગતિ થઇ નથી.
નડ્ડાએ અને રાજનાથ સિંહે ઘણા વિપક્ષી નેતાઓ સાથે કરી વાત
બંને નેતાઓએ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી નેતાઓ સાથે પણ વાત કરી. તો બીજી તરફ તમામ પક્ષ ભાજપના પત્તા ખોલવાની રાહ જોઇ રહ્યા છે. સાથે જ બીજેડી અને YSR કોંગ્રેસ જેવા વિપક્ષી દળો પાસેથી ભાજપના ઉમેદવારને વોટ આપવાની આશા છે.
આ નામોની છે ચર્ચા
રાષ્ટ્રપતિ ચૂંટણીની ઉમેદવારોની વાત કરીએ તો ભાજપે અત્યારે પાના ખોલ્યા નથી. ચર્ચા એ છે કે એનડીએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રામનાથ કોવિંદને પુનરાવર્તિત કરી શકે છે. તો બીજી તરફ કર્ણાટકના રાજ્યપાલ અને દલિત નેતા થાવર ચંદ ગેહલોત, પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, તેલંગાણાના રાજ્યપાલ તમિલસાઇ સુંદરરાજનના નામ પર પણ કયાસ લગાવવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન 18 જુલાઇના રોજ નિર્ધારિત છે જ્યારે મતગણતરી માટે 21 જુલાઇની તારીખ નક્કી છે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઇ 2022 ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે