Coronavirus: 6 રાજ્યોના CM સાથે PM મોદીની બેઠક, કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે આપ્યો આ મંત્ર

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દેશના કોરોનાની સ્થિતિની આજે સમીક્ષા કરી. 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની બેઠક થઈ હતી. 

Coronavirus: 6 રાજ્યોના CM સાથે PM મોદીની બેઠક, કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે આપ્યો આ મંત્ર

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દેશના કોરોનાની સ્થિતિની આજે સમીક્ષા કરી. 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની બેઠક ચાલી થઈ. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, કેરળ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સામેલ થયા. પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીઓની બેઠક 11 વાગે શરૂ થઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે આપણે કોરોનાની ત્રીજી લહેરના દ્વાર પર ઊભા છીએ. આવામાં કોરોના વિરુદ્ધ પ્રભાવી પગલાં લેવા ખુબ જરૂરી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકથી સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ રાજ્યોમાં ત્રીજી લહેરની આશંકાને રોકવી પડશે. 

Micro-containment zones पर भी विशेष ध्यान देना होगा।

जिन जिलों में positivity rate ज्यादा है, जहां से number of cases ज्यादा आ रहे हैं, वहां उतना ही ज्यादा फोकस भी होना चाहिए: PM @NarendraModi जी pic.twitter.com/DjJZmlnhyF

— Mansukh Mandaviya (@mansukhmandviya) July 16, 2021

પીએમ મોદીનો 4T મંત્ર
પીએમ મોદીએ કોરોનાની ત્રીજી લહેર સામે મુકાબલો કરવા માટે 4T નો મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે ટેસ્ટ, ટ્રેક એટલે કે સંક્રમિતોની  ભાળ મેળવવી, ટ્રિટ એટલે કે સારવાર અને હવે ટીકા એટલે કે રસી (વેક્સીન) પીએમ મોદીએ કહ્યું કે આ પરખેલી અને સાબિત થયેલી રીત છે. 

— ANI (@ANI) July 16, 2021

છ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ
આ બેઠકમાં તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડી, કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સામેલ થયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news