'જતા પહેલા સાંસદો બોલી ન શક્યા તે બદલ આપણે બધા જવાબદાર', RS સાંસદોની વિદાય પર બોલ્યા PM

રાજ્યસભાથી સેવાનિવૃત્ત થઈ રહેલા 40 સભ્યો પર પીએમ મોદીએ સદનને સંબોધન કર્યું. સદનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે વરિષ્ઠ સાંસદોના અભિપ્રાય અને વાતોનું એક અલગ મહત્વ હોય છે.

'જતા પહેલા સાંસદો બોલી ન શક્યા તે બદલ આપણે બધા જવાબદાર', RS સાંસદોની વિદાય પર બોલ્યા PM

નવી દિલ્હી: રાજ્યસભાથી સેવાનિવૃત્ત થઈ રહેલા 40 સભ્યો પર પીએમ મોદીએ સદનને સંબોધન કર્યું. સદનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે વરિષ્ઠ સાંસદોના અભિપ્રાય અને વાતોનું એક અલગ મહત્વ હોય છે. પીએમ મોદીએ કહ્યું કે સેવાનિવૃત્ત થઈ રહેલા સાંસદો માટે ભલે સંસદના દરવાજા બંધ થઈ જાય પરંતુ પીએમઓના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે.

પીએમ મોદીના સંબોધનની ખાસ વાતો:

  • જતા પહેલા સાંસદો બોલી શક્યા નહીં, આ માટે આપણે બધા જવાબદાર છીએ.
  • ખેલાડી સચિન અને દિલીપને પણ યાદ કરીશું.
  • જે સાંસદો જઈ રહ્યાં છે તેઓ ઐતિહાસિક ફેસલાથી વંછિત રહી ગયા.
  • વરિષ્ઠ સાંસદોના વાતોનું એક આગવું મહત્વ હોય છે.

આ વિદાય છે, જુદાઈ નથી
રાજ્યસભાને સંબોધિત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે કોઈ પણ રાજનેતા ક્યારેય રિટાયર થતો નથી.  આઝાદે કહ્યું કે રિટાયર થઈ રહેલા સાંસદો સાથે રોજ મુલાકાત થશે. તેમણે કહ્યું કે દેશમાં લોકતંત્રને કોઈએ જીવિત રાખ્યું હોય તો તેઓ સાંસદ અને ધારાસભ્યો છે. સદનમાં સતત થઈ રહેલા હોબાળા પર બોલતા તેમણે કહ્યું કે અમે અમારા માટે નહીં પરંતુ જનતા માટે લડી રહ્યાં છીએ. નરેશ અગ્રવાલ પર બોલતા આઝાદે કહ્યું કે તેઓ એક એવા સૂરજ છે જે અહીંથી ડૂબ્યા તો ત્યાં ઊગ્યાં.

સેવાનિવૃત્ત થઈ રહેલા સભ્યો પ્રતિ સદ્ભાવ નહીં
બુધવારે વિપક્ષના હોબાળાના કારણે સદનમાં સેવાનિવૃત્ત થઈ રહેલા સાંસદો પોતાનું ભાષણ આપી શક્યાં નહીં. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આ અંગે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આપણા મનમાં સેવાનિવૃત્ત થઈ રહેલા સભ્યો પ્રતિ સદ્ભાવ પણ નથી બચ્યો, કે આપણે તેમના અનુભવો પણ શેર કરી શકીએ. નાયડુએ નારેબાજી કરી રહેલા સભ્યોને પોતાના સ્થાન પર જવાનો અનુરોધ કરવા છતાં ન માન્યા તે અંગે કહ્યું કે સભ્યોના આ વર્તનના કારણે સદનની ગરિમા દાવ પર લાગી ગઈ છે. સેવાનિવૃત્ત થઈ રહેલા સભ્યોનું વિદાય ભાષણ સદનની કાર્યવાહીનું અનિવાર્ય અંગ છે. નારેબાજી માટે આ યોગ્ય સમય નથી.

આગ્રહ કરવા છતાં સદનમાં અન્નાદ્રમુકનો હોબાળો
બુધવારે એકવારના સ્થગન બાદ બેઠક ફરી શરૂ થવા પર નાયડુએ પરંપરા અને અવસરની વિશિષ્ટતાનો હવાલો આપતા સેવાનિવૃત્ત થઈ રહેલા સભ્યોના વિદાય ભાષણ આપવા પર સમગ્ર સદનને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી. જેના પર ટીડીપીના સભ્યો માની ગયા પરંતુ અન્નાદ્રમુકના સભ્યો પોતાના સ્થાન પર ઊભા રહ્યાં. નાયડુએ સત્તાપક્ષ અને નેતા પ્રતિપક્ષને સદનના સંચાલનમાં સહયોગ કરવાની અપીલ કરી. તેના પર સંસદીય કાર્ય રાજ્યમંત્રી વિજય ગોયલ અને નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદે અન્નાદ્રમુક સભ્યોને પોતાના સ્થાન પર બેસવાની અપીલ કરતા કહ્યું હતું કે તમામ પક્ષો સદનના શાંતિપૂર્વક સંચાલનના પક્ષમાં છે. અન્નાદ્રમુક સભ્યોએ પોતાના સ્થાન પર બેઠેલા સત્તાપક્ષ અને વિપક્ષની ભલામણોને ફગાવતા કહ્યું હતું કે તેઓ તામિલનાડુના મુદ્દાને ઉઠાવવા માંગે છે.

નાયડુએ સદન સામે રાખ્યા બે વિકલ્પ
નાયડુએ કહ્યું કે આવામાં હવે તેમની પાસે બે જ વિકલ્પ છે. પહેલો એ કે પોતાના સ્થાન પર ન બેસતા સભ્યો સામે કાર્યવાહી કરે અને બીજો વિકલ્પ એ કે સેવાનિવૃત્ત થઈ રહેલા સાંસદોને વિદાય ભાષણ આપવાના અધિકારથી વંછિત રાખે. ત્યારબાદ પણ અન્નાદ્રમુક સભ્યો પોતાના વર્તન પર મક્કમ રહ્યાં અને નાયડુએ સમગ્ર ઘટનાક્રમને ખુબ દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા બેઠક દિવસભર માટે સ્થગિત કરી દીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news