presidential election result: દ્રૌપદી મુર્મૂએ જીતી રાષ્ટ્રપતિની ચૂંટણી, પીએમ મોદીએ આપી શુભેચ્છા

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂએ મોટી જીત હાસિલ કરી છે. આ ચૂંટણીમાં મૂર્મુનો મુકાબલો વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હા સામે હતો. 

presidential election result: દ્રૌપદી મુર્મૂએ જીતી રાષ્ટ્રપતિની ચૂંટણી, પીએમ મોદીએ આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. ત્રીજા રાઉન્ડની ગણતરીમાં જ તેમણે રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 50 ટકા મત મેળવી લીધા છે. તેમણે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાને મોટા અંતરે હરાવ્યા છે. હવે માત્ર એક રાઉન્ડની ગણતરી બચી છે. પરંતુ તે માત્ર ઔપચારિકતા છે. દ્રૌપદી મુર્મૂની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને શુભેચ્છા આપી છે. 

કુલ ત્રણેય રાઉન્ડની વાત કરીએ તો કુલ મત 3219 હતા. તેની વેલ્યૂ 8,38,839 હતી. તેમાં દ્રૌપદી મુર્મૂને 2161 મત (વેલ્યૂ 5,77,777) મળ્યા છે. તો યશવંત સિન્હાને 1058 મત (વેલ્યૂ 2,61,062) મળ્યા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પણ આપી શુભેચ્છા

Congratulations to Smt. Droupadi Murmu Ji on this feat.

— Narendra Modi (@narendramodi) July 21, 2022

— Narendra Modi (@narendramodi) July 21, 2022

— Narendra Modi (@narendramodi) July 21, 2022

 

પીએમ મોદી દિલ્હીમાં દ્રૌપદી મુર્મૂના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર છે. બંનેએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા પર શુભેચ્છા આપી છે. દ્રૌપદી મુર્મૂની જીત બાદ દેશભરમાં જશ્નનો માહોલ છે. ઓડિશામાં તેમના પૈતૃક ગામમાં લોકો ધામધૂમથી આ જીતનો જશ્ન મનાવી રહ્યા છે. 

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ દ્રૌપદી મુર્મૂને શુભેચ્છા આપી છે. તેમણે લખ્યુ કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રભાવી જીત માટે શ્રીમતી દ્રૌપદી મુર્મૂને શુભેચ્છા. તે ગામ, ગરીબ, વંચિતોની સાથે ઝુપડપટ્ટીમાં રહેતાં લોકોના કલ્યાણ માટે પણ સક્રિય રહ્યાં છે. આજે તેમના વચ્ચેથી નિકળી સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચ્યા છે. આ ભારતીય લોકતંત્રની તાકાતનું પ્રમાણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news