ભવ્ય ગંગા આરતી જોઈ અભિભૂત થયા PM મોદી, અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ રહ્યાં હાજર
આ દરમિયાન દિવાળીની જેમ માત્ર ગંગા ઘાટ જ નહીં પરંતુ સમગ્ર કાશી રોશનીથી ઝળહળતી જોવા મળી હતી. જ્યારે ઘાટો પર લેસર શોનો નજારો જોવા મળ્યો હતો. ત્યારે ગંગાની પેલે પાર રેતી પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદી ક્રૂઝથી વિશ્વનાથ ધામ પહોંચ્યા અને ગંગામાં ડુબકી લગાવ્યા બાદ બાબાનો જલાભિષેક કર્યો હતો. ત્યારબાદ સાંજે કાશીની ભવ્ય ગંગા આરતીમાં સામેલ થયા હતા. પીએમની સાથે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગંગા આરતીમાં સામેલ થયા હતા. આરતીમાં સામેલ થઈને પીએમ અભિભૂત જોવા મળ્યા હતા.
આ દરમિયાન દિવાળીની જેમ માત્ર ગંગા ઘાટ જ નહીં પરંતુ સમગ્ર કાશી રોશનીથી ઝળહળતી જોવા મળી હતી. જ્યારે ઘાટો પર લેસર શોનો નજારો જોવા મળ્યો હતો. ત્યારે ગંગાની પેલે પાર રેતી પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. કાશી વિશ્વનાથનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદી ક્રુઝ દ્વારા રવિદાસ ઘાટ પહોંચ્યા હતા. ત્યાંથી કાર દ્વારા BLW ગેસ્ટ હાઉસ. પીએમ ત્યાં પહેલાથી જ હાજર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી અને તેમની સાથે ફરી એકવાર ગંગા ઘાટ પહોંચ્યા. પીએમ આવતાની સાથે જ તમામ ગંગા ઘાટ રંગબેરંગી રોશનીથી જગમગી ઉઠ્યા હતા. કાશીના તમામ એંસી ઘાટ લગભગ 11 લાખ દીવાઓથી પ્રકાશિત હતા.
#WATCH | Prime Minister Narendra Modi witnessed laser light show at Ganga Ghat in Varanasi this evening. Shiv Deepotsav is being celebrated today in the city.
(Source: DD) pic.twitter.com/MiToW94TY5
— ANI UP (@ANINewsUP) December 13, 2021
પીએમ મોદીની ક્રૂઝ દશાશ્વમેઘ ઘાટ પહોંચી તો ભવ્ય ગંગા આરતીનો શુભારંભ થયો હતો. પીએમ મોદી ત્યાં 15 મિનિટ રોકાયા હતા. આરતી જોઈને તેઓ અભિભૂત જોવા મળ્યા હતા. ત્યારેક તાળી વગાળતા તો ક્યારેક ગંગાને હાથ જોડતા હતા. આ દરમિયાન લોકોનું અભિવાદન પણ પીએમ મોદી કરી રહ્યા હતા.
દશાશ્વમેધ ઘાટથી પીએમ મોદીનું ક્રૂઝ લલિતાઘાટ ગયું હતું. ત્યાંથી કાશી વિશ્વનાથ ધામનો અલૌકિક નજારો પણ તેમના મુખ્યમંત્રીઓને બતાવવામાં આવ્યો હતો. લલિતાઘાટથી રવિદાસ ઘાટ પરત ફરતી વખતે, તેમનું ક્રૂઝ ફરી એકવાર લેસર શો જોવા માટે રોકાઈ ગયું. લેસર શો દરમિયાન બીજી તરફ શરૂ થયેલી આતશબાજીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે