Mumbai એરપોર્ટ પર ખાનગી વિમાન થયું ક્રેશ, ખરાબ હવામાનને કારણે સર્જાય દુર્ઘટના

Mumbai Airport: પ્રાપ્ત માહિતી પ્રમાણે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ છે. ઘટનાને કારણે એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફ રોકી દેવામાં આવ્યું છે. 

Mumbai એરપોર્ટ પર ખાનગી વિમાન થયું ક્રેશ, ખરાબ હવામાનને કારણે સર્જાય દુર્ઘટના

મુંબઈઃ Private Jet Crashes: મુંબઈ એરપોર્ટ પર એક પ્રાઇવેટ જેટ ક્રેશ થયું છે. જાણવા મળી રહ્યું છે કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાય છે. ઘટનાને કારણે એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફને રોકી દેવામાં આવ્યું છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ક્રેશ વિમાનમાં રેસ્ક્યૂ ચાલી રહ્યું છે. આ વિમાનમાં 6 યાત્રી અને 2 ક્રૂ સભ્યો સવાર હતા. માહિતી અનુસાર ભારે વરસાદને કારણે વિઝિબિલિટી 700 મીટર હતી. હજુ સુધી કોઈના જાનહાનીના સમાચાર નથી.

હકીકતમાં વિશાખાપટ્ટનમથી મુંબઈ પહોંચનાર વિમાન વીએસઆર વેન્ચર્સ લિયરજેટ 56 વિમાન મુંબઈ એરપોર્ટ પર દુર્ઘટનાનું શિકાર બન્યું છે. રનવે 27 પર ઉતરતા સમયે આ ઘટના બની છે. રાહતની વાત છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. 

— ANI (@ANI) September 14, 2023

અહેવાલો અનુસાર, વિમાનમાં છ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી 700 મીટર હતી, જેના કારણે આ અકસ્માત થયો હોવાની શક્યતા છે. લીઅરજેટ વિમાને વિશાખાપટ્ટનમથી મુંબઈ માટે ઉડાન ભરી હતી અને મુંબઈ એરપોર્ટ પર રનવે 27 પર ઉતરતી વખતે લપસી ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news