પ્રિયંકાનો સોફ્ટ હિંદુત્વ દાવ ? કુંભમા ડુબકી લગાવ્યા બાદ રાજકીય યાત્રાનો પ્રારંભ કરશે
પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ અને પોતાના ભાઇ રાહુલ ગાંધી સાથે 4 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં સંગમની ડુબકી લગાવશે
Trending Photos
નવી દિલ્હી : પ્રિયંકા ગાંધી કોંગ્રેસ મહાસચિવનું પદ સંભાળતા પહેલા કુંભમા પવિત્ર સ્નાન કરીને કરશે. સમાચાર એજન્સી ANIનાં અનુસાર પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ અને પોતાનાં ભાઇ રાહુલ ગાંધી સાથે 4 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં સંગમની ડુબકી લગાવશે. ત્યાર બાદ તે પોતાનાં રાજનીતિક કેરિયરની ઔપચારિક શરૂઆત કરશે. ચાર ફેબ્રુઆરીએ કુંભનું બીજુ શાહી સ્નાન છે. આ દિવસે મૌની અમાવસ્યા પણ છે. રિપોર્ટ અનુસાર ત્યાર બાદ પ્રિયંકા ગાંધી લખનઉમાં રાહુલ સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદ પણ યોજશે.
રિપોર્ટ અનુસાર જો કોઇ કારણવશ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા બંન્ને નેતા 4 ફેબ્રુઆરીએ સંગમમાં સ્નાન નહી કરી શકે તો 10 ફેબ્રુઆરીએ પવિત્ર ડુબકી લગાવશે. 10 ફેબ્રુઆરીનું મુહર્ત પણ ખાસ છે. આ દિવસે વસંત પંચમી છે અને ત્રીજુ શાહી સ્નાન છે. માનવામાં આવે છે કે આ કદાચ પહેલીવાર છે જ્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંન્ને સંગમમાં સ્નાન કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2001માં તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કુંભ મેળામાં પહોંચ્યા હતા અને પવિત્ર સ્નાન કર્યું હતું.
2019 લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક મોટી રાજનીતિક ચાલ ચાલી હતી અને પ્રિયંકા ગાંધીને પૂર્વી ઉત્તરપ્રદેશના મહાસચિવ પદની જવાબદારી સોંપી હતી. પૂર્વી ઉત્તરપ્રદેશમાં લોકસભાની 40થી 42 સીટો છે. આ ક્ષેત્રમાં વારાણસી, ગોરખપુર, મુગલસરાય જેવા વિસ્તારો આવે છે. જ્યાં ભાજપની સારી એવી પકડ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં તેમાંથી મોટા ભાગની સીટો ભાજપે જીત પ્રાપ્ત કરી હતી.
પ્રિયંકા ગાંધીના આ પગલાથી રાજનીતિક અર્થ કાઢવામાં આવી રહ્યા છે અને તેનાથી ભાજપનાં દક્ષિણ પંથી વિચારધારાનું કોંગ્રેસ દ્વારા જવાબ હોવાનું જણાવાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2017માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન અનેક મંદિરોમાં પુજા અર્ચના કરી હતી. સુત્રો જણાવે છે કે તે કોંગ્રેસની સોફ્ટ હિદુત્વની નીતિ હેઠળ કરવામાં આવ્યું હતું. રાહુલનાં આ પગલાની ભાજપ દ્વારા આલોચના કરી હતી અને કહ્યું હતું કે રાહુલને મંદિર ત્યારે જ યાદ આવે છે જ્યારે ચૂંટણી આવે છે.
રાહુલ ગાંધીનુ મંદિર દરમિયાન કર્ણાટક ચૂંટણી ઉપરાંત હાલમાં જ થયેલા રાજસ્થાન, એમપી અને છત્તીસગઢમાં પણ ઇશ્યું રહ્યો હતો. વચ્ચે વચ્ચે ભાજપની આલોચનાનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ ભાજપનાં લોકો કરતા વધારે સારુ હિન્દુત્વને સમજે છે. રાજસ્થાન ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ પોતાને જનેઉધારી હિન્દુ ગણાવ્યા હતા. રાજસ્થાનનાં એક મંદિરમાં પુજા કરતા રાહુલે પોતાનું ગોત્ર દત્તાત્રેય અને બ્રાહ્મણ જાતી ગણાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે