Cabinet Update: મોદી કેબિનેટે કરી બોનસની જાહેરાત, આ કર્મચારીઓને મળશે ફાયદો

Cabinet Meeting Update: દિલ્હીમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં રેલવે કર્મચારીઓને દિવાળી બોનસ આપવાનો નિર્ણય પણ સામેલ છે. 

Cabinet Update: મોદી કેબિનેટે કરી બોનસની જાહેરાત, આ કર્મચારીઓને મળશે ફાયદો

નવી દિલ્હીઃ Cabinet Meeting/ Railways Employee Bonus: તહેવારની સીઝનમાં કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે આજે રેલવે કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોસન આપવામાં આવશે. રેલવેના 11.27 લાખ કર્મચારીઓને 1832 કરોડ રૂપિયાનું બોનસ આપવામાં આવશે. 

તેલ વિતરણ કંપનીઓને ગ્રાન્ટ આપવામાં આવશે
આ સાથે કેબિનેટે તેલ વિતરણ કંપનીઓને 22000 કરોજ રૂપિયાની વન ટાઇમ ગ્રાન્ટ આપી છે, જેણે આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીનો ભાવ વધવા છતાં ઘરેલૂ બજારમાં તે રીતે વધારો ન કરતા જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરી શકાય. તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે. 

— ANI (@ANI) October 12, 2022

ગુજરાતમાં બનાવવામાં આવશે કન્ટેનર ટર્મિનલ
પત્રકાર પરિષદમાં કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ગુજરાતના કંડલામાં દીન દયાલ પોર્ટ ઓથોરિટી હેઠળ એક કન્ટેનર ટર્મિનલ અને એક Multi Purpose Cargo Berth બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં આશરે 6 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. 

કેબિનેટની બેઠકના અન્ય નિર્ણયો
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ઉત્તર પૂર્વી રાજ્યોમાં માળખાગત અને અન્ય સામાજિક માળવાના વિકાસ માટે  PM - devINE યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ સ્કીમ ચાર વર્ષ (2025-2026 સુધી) હશે. તે જ સમયે, તેમણે એ પણ માહિતી આપી કે કેન્દ્રીય કેબિનેટે બહુ-રાજ્ય સહકારી મંડળીઓ (સુધારા) બિલ, 2022 ને મંજૂરી આપી છે, જે બહુ-રાજ્ય સહકારી મંડળી અધિનિયમ, 2002 માં સુધારો કરવા માંગે છે. જેમાં 97માં બંધારણીય સુધારાની જોગવાઈઓ સામેલ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news