હરિયાણા: પૂર્વ સૈનિક નિકળ્યો સાઈકો કિલર, 2 કલાકની અંદર 6 લોકોની કરી હતી હત્યા

હરિયાણાના પલવલ જિલ્લામાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે.
હરિયાણા: પૂર્વ સૈનિક નિકળ્યો સાઈકો કિલર, 2 કલાકની અંદર 6 લોકોની કરી હતી હત્યા

નવી દિલ્હી: હરિયાણાના પલવલ જિલ્લામાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. સોમવારે મોડી રાતે એક સનકી વ્યક્તિએ 2 કલાકની અંદર 6 લોકોની હત્યા કરી નાખી. આ આરોપીએ ગત રાતે સૌથી પહેલા અઢી વાગ્યે પલવલ સિવિલ હોસ્પિટલમાં પહોંચીને એક મહિલાની હત્યા કરી નાખી. આમહિલા હોસ્પિટલમાં કોઈની સાથે હતી  અને બહાર સૂઈ રહી હતી. આ હત્યા બાદ આરોપી આગરા રોડ ચાર રસ્તા સુધી ગયો અને ત્યાં તેણે 3 લોકોની હત્યા કરી નાખી. થોડી આગળ જઈને તેણે અન્ય બે લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ આરોપીનું નામ નરેશ જણાવવામાં આવી રહ્યું છે. એવી પણ માહિતી મળી છે કે તે પૂર્વ સૈનિક છે. વલ્લભગઢના કોઈ ગામમાં રહે છે. 

પોલીસે આજે સવારે ઈજાગ્રસ્ત અવસ્થામાં નરેશની ધરપકડ કરી. ધરપકડ થયા પહેલા નરેશે પોલીસ પર હુમલો પણ કર્યો. પરંતુ પોલીસે તેને જેમ તેમ કરીને દબોચ્યો. આરોપી નરેશને સારવાર અર્થે પલવલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યાંથી તેને ફરીદાબાદ રેફર કરાયો છે. કહેવાય છે કે આ સાઈકો કિલરે એક લોખંડના રોડથી આ 6 લોકોની નિર્મમ હત્યા કરી નાખી હતી. 

— ANI (@ANI) January 2, 2018

મીડિયા રિપોર્ટ્સ મુજબ કથિત રીતે માનસિક રોગી એવા નરેશે સૌથી પહેલા પલવલ હોસ્પિટલમાં એક મહિલની હત્યા કરી અને ત્યાર બાદ મોતી કોલોની પાર્કના ચોકીદાર, રસૂલપુર રોડથી સુરેશ એન્જિનિયરિંગ વર્ક્સના ચોકીદાર, રસૂલપુર રોડ માર્કેટના ચોકીદાર સહિત કુલ 7 લોકો પર રોડથી હુમલો કર્યો હતો. જેમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. હુમલામાં ઘાયલ એક વ્યક્તિને પલવલની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પલવલ પોલીસે નરેશની સોહના રોડ પાસેથી ધરપકડ કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news