પુલવામા હુમલો : ISIની છત્રછાયામાં એક દિવસ પહેલા રચાયું હતું આતંકી પ્લાનિંગ
ગત 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલ મોટા આતંકી હુમલાની આખી કહાની એક દિવસ પહેલા પાકિસ્તાનમાં બેસીને લખવામાં આવી હતી. આ હુમલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ સાથ આપ્યો હતો. આ બેઠકમાં પુલવામા હુમલો અને તેના બાદ કાશ્મીરમાં શુ કરવામાં આવશે, તેના પર નાપાક રણનીતિ બનાવવામાં આવી હતી. આ જાણકારી સૂત્રોના હવાલાથી મળી હતી.
Trending Photos
નવી દિલ્હી : ગત 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલ મોટા આતંકી હુમલાની આખી કહાની એક દિવસ પહેલા પાકિસ્તાનમાં બેસીને લખવામાં આવી હતી. આ હુમલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ સાથ આપ્યો હતો. આ બેઠકમાં પુલવામા હુમલો અને તેના બાદ કાશ્મીરમાં શુ કરવામાં આવશે, તેના પર નાપાક રણનીતિ બનાવવામાં આવી હતી. આ જાણકારી સૂત્રોના હવાલાથી મળી હતી.
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ગત 13 ફેબ્રુઆરીના રોજ કેજી ગલી સેક્ટરની પાસે બટલમાં આઈએસઆઈ અને આતંકી સંગઠનની વચ્ચે મહત્વની બેઠક થઈ હતી. આ મીટિંગમાં જૈશ-એ-મોહંમદ તરફથી મોં.ઉમર અને મો.ઈબ્રાહીમ ઉર્ફ ઈસ્માઈલ ઉર્ફે લાંબા, અબુ તૈય્યર (નિવાસી ગુલપુર) અને ઈમ્તિયાઝ (નિવાસી નકયાલ) સામેલ હતા.
આ બેઠકમાં આ વાત પર આતંકી સંગઠન અને આઈએસઆઈ તરફથી રણનીતિ બનાવવામાં આવી હતી કે, પુલવામા હુમલા બાદ શું એક્શન લેવામાં આવશે.
VIDEO: પુલવામા હુમલો : હવે બંદૂક ઉપાડી તો ખેર નથી...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે